Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam attack: સિંધુ જળસંધિ બાદ પાકને લાગશે વધુ એક ઝટકો,ભારતે તૈયાર કર્યો આ પ્લાન

પાકિસ્તાન માટે હવાઈ અને દરિયાઈ સરહદો બંધ ભારત તૈયાર PIAને ચીન અથવા શ્રીલંકા થઈને લાંબો રસ્તો અપનાવવો પડશે સરહદી તણાવ વચ્ચે, ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી Pahalgam attack: જમ્મુ-કાશ્મીરમાં (pahalgam attack)પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં...
pahalgam attack  સિંધુ જળસંધિ બાદ પાકને લાગશે વધુ એક ઝટકો ભારતે તૈયાર કર્યો આ પ્લાન
Advertisement
  • પાકિસ્તાન માટે હવાઈ અને દરિયાઈ સરહદો બંધ ભારત તૈયાર
  • PIAને ચીન અથવા શ્રીલંકા થઈને લાંબો રસ્તો અપનાવવો પડશે
  • સરહદી તણાવ વચ્ચે, ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી

Pahalgam attack: જમ્મુ-કાશ્મીરમાં (pahalgam attack)પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન બંને દેશોની સરકારો દ્વારા એકબીજા વિરુદ્ધ અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે. સિંધુ જળ સંધિ બાદ ભારત સરકાર હવે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરવાનું વિચારી રહી છે.

પાકિસ્તાની જહાજોના પ્રતિબંધ મૂકવા વિચારણા

સૂત્રોનું કહેવું છે કે, ભારત સરકાર પાકિસ્તાની એરલાઇન્સને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાનું વિચારી રહી છે. આ નિર્ણય બાદ પાકિસ્તાની એરલાઇન્સને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે વાયા ચીન અને શ્રીલંકા જવું પડશે. આ સાથે ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોના PakistanBehindPahalgam રોકાવા પર પ્રતિબંધ મૂકવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાની એરલાઇન્સ ભારત તરફથી કોઈ કાર્યવાહીના ડરથી પહેલેથી જ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.

Advertisement

મળતી માહિતી અનુસાર, જો ભારત સરકાર હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લે છે, તો પાકિસ્તાની વિમાનોને દક્ષિણ-પૂર્વમાં કુઆલાલંપુર જેવા સ્થળોએ પહોંચવા માટે ચીન અથવા શ્રીલંકા જેવા દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવો પડશે. જોકે, એવા અહેવાલો પણ છે કે પાકિસ્તાની વિમાનો પહેલાથી જ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Pahalgam Terror Attack: દિલ્હીમાં હલચલ તેજ!આવતીકાલે તાબડતોબ ચાર બેઠક

બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય મંત્રીમંડળની પહેલી બેઠક બુધવારે યોજાશે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. બુધવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક નહોતી અને 23 એપ્રિલે ફક્ત સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક મળી હતી જેમાં પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી

આ પણ  વાંચો -Pahalgam Terrorist Attack : પાકિસ્તાન પર જમીનથી આકાશ સુધી પ્રતિબંધ! PAK વિમાનો, દરિયાઈ જહાજોને પણ રોકવાની તૈયારી

જો પાકિસ્તાન સુધરશે નહીં, તો વિનાશ નિશ્ચિત છે!

એકંદરે, ભારત પાકિસ્તાન સામે કડક પગલાં લઈ રહ્યું છે. આમાં હવાઈ અને દરિયાઈ સરહદો બંધ કરવી, સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, વિઝા રદ કરવા અને રાજદ્વારી કર્મચારીઓની સંખ્યા અને પદો ઘટાડવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ પગલાં લેવામાં આવ્યા છે. ભારત કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ સંપૂર્ણપણે બંધ નહીં કરે ત્યાં સુધી તે શાંત નહીં થાય. ભારત સરકાર કહે છે કે 'પાકિસ્તાને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી પડશે, તો જ સંબંધો સામાન્ય થઈ શકશે.'

Tags :
Advertisement

.

×