Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : ભારતીય નેવી અને આર્મીનો સ્પષ્ટ સંદેશ, 'યુદ્ધ એ જ કલ્યાણ'

Pahalgam Terror Attack નો જડબાતોડ જવાબ આપવા ભારતની સેનાની આર્મી (Indian Army) અને નેવી (Indian Navy) એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. Indian Army અને Indian Navy એ ટ્વીટ કરીને યુદ્ધની તૈયારી દર્શાવી છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   ભારતીય નેવી અને આર્મીનો સ્પષ્ટ સંદેશ   યુદ્ધ એ જ કલ્યાણ
Advertisement
  • Indian Army અને Indian Navy ની X પોસ્ટથી હડકંપ મચ્યો
  • 'હંમેશા તૈયાર, હંમેશા સતર્ક'ના હેડિંગ સાથે Indian Army ની પોસ્ટ
  • #MissionReady અને #AnytimeAnywhereAnyhow હેશટેગ સાથે Indian Army ની પોસ્ટ

Pahalgam Terror Attack : પાકિસ્તાને કરેલા અમાનવીય અને નિંદનીય ગુના બદલ ભારત પાઠ ભણાવશે તે નક્કી જ છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોની તૈયારીઓ જોઈને જ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. Indian Army અને Indian Navy એ ટ્વીટ કરીને યુદ્ધની તૈયારી દર્શાવી છે. નેવીએ X પર #MissionReady અને #AnytimeAnywhereAnyhow પોસ્ટ કરીને આક્રમણ માટે પોતાની તૈયારી દર્શાવી દીધી છે. તે જ પ્રમાણે આર્મીએ 'હંમેશા તૈયાર, હંમેશા સતર્ક'ના મથાળા હેઠળ પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

Indian Navy અને Indian Army ની X પર પોસ્ટથી યુદ્ધના ભણકારા

પાકિસ્તાન જ નહિ સમગ્ર વિશ્વ હવે ભારત તરફથી મોટી કાર્યવાહી થઈ શકે તેવી સંભાવનાનો સ્વીકાર કરી રહ્યું છે. ભારતીય સેનાની Army અને Navy એ X પર પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. નેવીએ X પર #MissionReady અને #AnytimeAnywhereAnyhow પોસ્ટ કરીને આક્રમણ માટે પોતાની તૈયારી દર્શાવી દીધી છે. તે જ પ્રમાણે આર્મીએ 'હંમેશા તૈયાર, હંમેશા સતર્ક'ના મથાળા હેઠળ પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતીય સેનાના આ વલણ એ પાકિસ્તાન માટે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Surat માં ગેરકાયદેસર રહેતા 132 બાંગ્લાદેશીઓની અટકાયત, રાજ્યભરમાં "ઓપરેશન ભારત છોડો" શરૂ

ભારતની વોરશીપ સાથે નેવીનો આક્રમક સંદેશ

Indian Navy એ વોરશીપ સાથે આક્રમક સંદેશ પોસ્ટ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. નેવીએ યુદ્ધની તૈયારીઓ દર્શાવતા લખ્યું છે કે, પાવર ઓફ યુનિટી, પ્રેઝન્સ વીથ પર્પઝ. આ ઉપરાંત 2 હેશટેગ ઈન્ડિયન નેવીએ ચલાવ્યા છે. જેમાં #MissionReady અને #AnytimeAnywhereAnyhow નો સમાવેશ થાય છે. આ હેશટેગ પરથી Indian Navy ની આ જ ક્ષણે જો યુદ્ધ શરૂ થાય અને આરપારની લડાઈ લડાય તો પણ નેવી તૈયાર છે તેવું સ્પષ્ટ થાય છે. ઈન્ડિયન આર્મીએ પણ નેવીની જેમ જ X પર 'હંમેશા તૈયાર, હંમેશા સતર્ક'ના હેડિંગ સાથે કરેલ પોસ્ટથી પોતાનું આક્રામક વલણ સ્પષ્ટ કર્યુ છે.

આ પણ વાંચોઃ  VADODARA : આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ફસાયેલા 23 પ્રવાસીઓ પરત ફર્યા

Tags :
Advertisement

.

×