Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : 7મી મેએ કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા મોકલ્યું સૂચન

pahalgam terror attack   7મી મેએ કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા મોકલ્યું સૂચન
Advertisement

Pahalgam Terror Attack : ભારત તરફથી સૈન્ય કાર્યવાહી (military action) કે કટોકટી નીતિ (emergency policy) અંગેના સંકેતોથી પાકિસ્તાનમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. આજના દિવસે ઇસ્લામાબાદ (Islamabad) માં તાત્કાલિક સંસદ સત્ર બોલાવવામાં આવ્યો છે, જેમાં નેશનલ એસેમ્બલી દ્વારા ભારતની નીતિઓ સામે નિંદા ઠરાવ પસાર કરવાનો એજન્ડા હોવાની શક્યતા છે. તણાવભર્યા આ સમયગાળામાં પાકિસ્તાનના રાજકીય નેતાઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ (top army officials) વચ્ચે સતત મંથન ચાલી રહ્યું છે. ભારત તરફથી આવતા દબાણને કારણે પાકિસ્તાની હવાઈ સેનાની અવરજવર અને સુરક્ષા તૈયારીઓમાં પણ વધારો થયો છે.

Advertisement

હવાઈ હુમલા સમયે વૉર્નિંગ સાયરનની તૈયારીના આદેશ

May 5, 2025 8:00 pm

Advertisement

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. 7 મી એ કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા સૂચન મોકલ્યું હતું. હવાઈ હુમલા સમયે વોર્નિગ સાયરનની તૈયારીના આદેશ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને આદેશ કર્યા હતા. હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા મોકડ્રીલનું સૂચન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, નાગરિકોને તાલીમ આપવાનો આદેશ આપ્યો હતો. યુદ્ધ સમયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલીમ અપાશે.

Pahalgam Terror Attack : પાકિસ્તાનમાં સેના અને સરકારનો જબરદસ્ત વિરોધ

May 5, 2025 5:04 pm

પાકિસ્તાનમાં સેના અને સરકારનો જબરજસ્ત વિરોધ થયો છે. ઈસ્લામાબાદની લાલ મસ્જીદના ઈમામનું મોટું નિવેદન છે. મૌલાના અબ્દુલ અજીઝ ગાઝીએ પાકિસ્તાનનો સાથ ન દેવા અપીલ કરી. જો તમે પાકિસ્તાનને સાથ નથી આપતા તો તમે સમજદાર છો. અત્યાચાર અને ગુના આચરવા માટે અમે સાથ નહિ આપીએ. ભારત સાથેની જંગ ઈસ્લામની જંગ નતી. ભારત સાથેની જંગ કૌમિયતની જંગ છે.

પાકિસ્તાને સતત બીજા દિવસે મિસાઇલનું પરીક્ષણ કર્યું

May 5, 2025 2:27 pm

ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને રવિવારે વધુ એક જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનનું આ બીજું મિસાઇલ પરીક્ષણ છે. પાકિસ્તાન સેનાએ તેને "એક્સસાઇઝ સિંધુ" ના ભાગ તરીકે વર્ણવ્યું. આ વખતે પરીક્ષણ કરાયેલી મિસાઇલની રેન્જ 120 કિલોમીટર જણાવવામાં આવી છે.

દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મહત્વની બેઠક

May 5, 2025 1:56 pm

22મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા આતંકવાદી હુમલાને લીધે ભારત હવે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સંદર્ભે વડાપ્રધાન (PM Modi) ખુદ બેઠક પર બેઠકો કરી રહ્યા છે. આજે વડાપ્રધાન અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ (RajeshKumar Singh) વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. મોદી સરકાર અત્યારે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ (RajeshKumar Singh) વચ્ચે એક મહત્વની બેઠક કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાને વાયુસેનાના વડાને મળ્યા હતા અને હવે તેમણે સંરક્ષણ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. વડાપ્રધાનની આ બેઠકો સૂચવે છે કે ભારત પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવા માટે મક્કમ છે.

ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું

May 5, 2025 12:50 pm

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળસંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે. બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરાતા ચિનાબ નદીના જળસ્તરમાં મોટો ઘટાડો થયો છે.

હવે નાપાક પાકિસ્તાનની મદદે આવ્યું તૂર્કિયે

May 5, 2025 12:50 pm

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાનને ચોતરફથી ઘેર્યું છે. દિવસેને દિવસે પાકિસ્તાન લાચારીમાં ધકેલાઇ રહ્યું છે. ત્યારે પાકિસ્તાનની મદદે તુર્કિયે (TURKIYE) આવ્યું હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. તુર્કિયે પોતાનું યુદ્ધજહાજ પાકિસ્તાનમાં (WARSHIP IN PAKISTAN) મોકલ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતની કાર્યવાહીથી ફફડી ઉઠેલા પાકિસ્તાને આ વાતનો સોશિયલ મીડિયામાં ભારે દેખાડો કર્યો છે.

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું રમકડું!

May 5, 2025 12:42 pm

પહલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ વિમાનને લઈને ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. ભાજપે આક્રમક અંદાજમાં પલટવાર કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કોંગ્રેસ ખુદ એક મજાક બની ગઈ છે. અનેક વખત કોર્ટમાંથી તેમને ફટકાર પડી છે.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઈરાન બન્યું સક્રિય!

May 5, 2025 12:15 pm

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઈરાન ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી 5 મેના રોજ પાકિસ્તાનની મુલાકાતે છે. આ પછી તેઓ તેહરાન પાછા ફરશે. પણ થોડા દિવસો પછી તે ફરી ભારત આવશે. ઈરાને પહેલાથી જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. આવી સ્થિતિમાં, સૈયદ અબ્બાસ અરઘચીની મુલાકાતનું વિશેષ મહત્વ છે.

સુરણકોટના જંગલમાંથી 5 IED સહિત હથિયાર જપ્ત

May 5, 2025 12:12 pm

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદથી ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન પૂંછ (POONCH) માં આતંકી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. સર્ચ કાર્યવાહીમાં સેનાના જવાનોએ સુરણકોટના જંગલમાંથી 5 IED વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા છે. વિસ્ફોટકોને ટિફિન બોક્સમાં મુકી રાખવામાં આવ્યા હતા. જો કે, આતંકીઓના મનસુબા પાર પડે તે પહેલા જ ભારતીય સેના હથિયાર અને વિસ્ફોટકો સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની આશંકાએ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન તણાવ મુદ્દે UNSCની બેઠક

May 5, 2025 12:05 pm

ભારત સાથે વધતા તણાવને લઈને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને તાત્કાલિક બંધ સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ બેઠક આજે, 5 મેના રોજ, ન્યૂયોર્કમાં સ્થાનિક સમય અનુસાર બપોરે યોજાશે. પાકિસ્તાને પ્રદેશમાં બગડતી પરિસ્થિતિ અને ભારતના કથિત આક્રમક વલણ અંગે વૈશ્વિક મંચ પર પોતાની ચિંતાઓ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન હાલમાં 15 દેશોની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. મે મહિના માટે તેનું નેતૃત્વ ગ્રીસ કરે છે.

અત્યાર સુધી 2900 લોકોની PSA હેઠળ અટકાયત

May 5, 2025 12:04 pm

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) તપાસ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA - INDIA) કરી રહી છે. હાલમાં NIA ની 5 ટીમો દ્વારા તપાસ જારી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલા બાદ ડિજિટલ ડિટેઇલ સામે આવી છે. જે બાદ એક્ટિવ મોબાઇલ ડેટાના આધારે તપાસ વેગવંતી બનાવવામાં આવી છે. PSA હેઠળ અત્યાર સુધીમાં 2900 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરની જેલો પર આતંકી હુમલાનું એલર્ટ

May 5, 2025 12:00 pm

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ વચ્ચે, જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો ખતરો મંડરાઈ રહ્યો છે. એવા અહેવાલો છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જેલો પર હુમલો થવાની ગુપ્ત માહિતી છે. અહીં, પૂંછમાં પણ, સુરક્ષા દળોને આતંકવાદીઓનું એક ઠેકાણું મળ્યું છે, જ્યાંથી ટિફિનમાં IED મળી આવ્યા હતા. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આમાંથી કેટલીક જેલોમાં મોટા આતંકવાદીઓ પણ સજા કાપી રહ્યા છે. 22 એપ્રિલના રોજ થયેલા હુમલા બાદથી, સેના એલર્ટ મોડ પર છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે.

કચ્છના માધાપરની ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર

May 5, 2025 11:53 am

પહેલગામ આતંકી હુમલા બાાદ દરેક ભારતીયમાં રોષની લાગણી છે. બીજી તરફ બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે 1971ના યુદ્ધમાં મદદ કરનારી વીરાંગનાઓનો જુસ્સો આજેય અડીખમ છે. ભુજની વિરાંગનાઓ કે જેમણે યુદ્ધમાં ભારતીય સૈન્યની મદદ કરી હતી. વાત જાણે એમ છે કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાને ભારતનો કચ્છ ખાતે રહેલો એરબેઝ તોડી પાડ્યો હતો અને ભારતીય એર ફાઇટર્સને તાત્કાલિક જંગે જવા માટે આ મહિલાઓએ દિવસ રાત એક કરીને રન વે બનાવી આપ્યો હતો કે જેથી તેના પરથી ફ્લાઇટ ટેક ઓફ કરી શકાય. ભુજની વિરાંગનાઓએ ભૂતકાળને યાદ કરીને વર્તમાનમાં બનેલી ઘટનાને વખોડી કાઢી છે અને આતંકના આકા પાકિસ્તાન પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વીરાંગનાઓનું કહેવું છે કે દેશને જ્યારે જરૂર પડશે ત્યારે અમે સેવામાં તતત્પર છીએ. આ વીરાંગનાઓએ તૈયારી બતાવતા કહ્યું કે, જો PM મોદી આહ્લાન કરે તો અમે તૈયાર છીએ.

સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન

May 5, 2025 11:46 am

Pahalgam Attack : પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની ચોકીઓ તરફથી કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો છે. 4-5 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં LoC પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો.

This Live Blog has Ended
Advertisement

.

×