ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : BBC એ ફેરવી તોળીને કરેલા રિપોર્ટિંગ પર ભારત સરકાર ખફા

BBC દ્વારા Pahalgam Terror Attack ના 'આતંકવાદીઓ'ને 'ઉગ્રવાદી (Militants)' તરીકે દર્શાવાયા છે. જેની સામે Indian Govt. એ સખત વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે BBC ઈન્ડિયાના વડા જેકી માર્ટિન (Jackie Martin) ને ઔપચારિક પત્ર લખીને આ રિપોર્ટિંગને અયોગ્ય અને એસંવેદનશીલ ગણાવ્યું છે. વાંચો વિગતવાર.
02:45 PM Apr 28, 2025 IST | Hardik Prajapati
BBC દ્વારા Pahalgam Terror Attack ના 'આતંકવાદીઓ'ને 'ઉગ્રવાદી (Militants)' તરીકે દર્શાવાયા છે. જેની સામે Indian Govt. એ સખત વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે BBC ઈન્ડિયાના વડા જેકી માર્ટિન (Jackie Martin) ને ઔપચારિક પત્ર લખીને આ રિપોર્ટિંગને અયોગ્ય અને એસંવેદનશીલ ગણાવ્યું છે. વાંચો વિગતવાર.
BBC reporting controversy Gujarat First

Pahalgam Terror Attack : 22મી એપ્રિલે થયેલા અમાનવીય અને નિંદનીય હુમલાથી દરેક ભારતીયની લાગણીઓને ઠેસ પહોંચી છે. જો કે Pahalgam Terror Attack ના રિપોર્ટિંગમાં પણ BBC અને ન્યૂયોર્ક ટાઈમ્સ (New York Times) જેવા મીડિયા હાઉસે ફેરવી તોળીને રજૂઆતો કરી છે. આ ખોટી રીતે દર્શાવાયેલા રિપોર્ટિંગનો Indian Govt. એ સખત વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે BBC ઈન્ડિયાના વડા Jackie Martin ને ઔપચારિક પત્ર લખીને આ રિપોર્ટિંગને અયોગ્ય અને એસંવેદનશીલ ગણાવ્યું છે.

ભારતની Digital strike

Pahalgam Terror Attack બાદ પાકિસ્તાન સિવાય લગભગ આખી દુનિયા ભારતની સાથે છે. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને તેની તમામ ન્યૂઝ ચેનલો આ કાયરતાપૂર્ણ હુમલામાં પોતાનો બચાવ કરવામાં અને ભારત વિરોધી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આ પાકિસ્તાની ન્યૂઝ ચેનલો Digital strike કરતા ભારત સરકારે ડોન ન્યૂઝ (Dawn News) , જીઓ ન્યૂઝ (Geo News), એઆરવાય ન્યૂઝ (ARY News), સમા ન્યૂઝ (Sama News) જેવી 16 યુટ્યુબ (Youtube) ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત પશ્ચિમી દેશોમાં પણ ઘણા મીડિયા હાઉસે ફેરવી તોળીને કરેલા પક્ષપાતી કવરેજ સામે પણ ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે.

BBCનું પક્ષપાતી કવરેજ

ભારત સરકારે બ્રિટિશ અખબાર બીબીસીના Pahalgam Terror Attack કવરેજ સામે સખત વાંધો ઉઠાવ્યો. બીબીસીએ "ઘાતક કાશ્મીર હુમલા બાદ પાકિસ્તાને ભારતીયો માટે વિઝા સસ્પેન્ડ કર્યા" શીર્ષકવાળો લેખ પ્રકાશિત કર્યો. જેમાં મેટરમાં, Pahalgam Terror Attack ને આતંકવાદી હુમલાને બદલે ઉગ્રવાદી હુમલો (Militants Attack) ગણાવ્યો છે. આ કવરેજ બાદ ભારત સરકાર ખફા થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના ફોરેન મીડિયા વિભાગ તરફથી આતંકવાદીઓને ઉગ્રવાદીઓ તરીકે વર્ણવવા માટે બીબીસીને એક ઔપચારિક પત્ર પણ મોકલવામાં આવ્યો છે. ઉપરાંત ભારત સરકાર BBC ના રિપોર્ટિંગ પર બારિક નજર પણ રાખશે.

આ પણ વાંચોઃ  VADODARA : આતંકી હુમલાના વિરોધમાં બજાર બંધ, વેપારીઓએ કહ્યું, 'તન-મન-ધનથી સરકાર સાથે'

અમેરિકન સરકારે જ New York Times ને આપ્યો ઠપકો

Pahalgam Terror Attack ના ન્યૂ યોર્ક ટાઈમ્સ (New York Times) ના કવરેજ પર અમેરિકન સરકારે જ NYTને ઠપકો આપ્યો છે. New York Times એ તેના અહેવાલમાં પણ આતંકવાદી હુમલા ને બદલે ઉગ્રવાદી હુમલો ગણાવ્યો. યુએસ સરકારની ફોરેન અફેર્સ કમિટીએ સોશિયલ મીડિયા પર New York Times ના લેખની સરાજાહેર ટીકા કરી છે. કમિટીએ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલને 'વાસ્તવિકતાથી દૂર' ગણાવ્યો છે. યુએસ સરકારે આકરી ભાષામાં ઠપકો આપતા કહ્યું કે, આ એક આતંકવાદી હુમલો હતો. ભારત હોય કે ઈઝરાયલ, જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે NYT વાસ્તવિકતાથી દૂર રિપોર્ટિંગ કરે છે. પોસ્ટમાં NYT દ્વારા કરવામાં આવેલા સુધારા સાથેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, " NYT, અમે તમારા માટે આ સુધારી દીધું છે."

BBC reporting controversy Gujarat First--

આ પણ વાંચોઃ  Pahalgam Attack : 'પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યારે થઈ શકે છે બલુચિસ્તાન...', ડો. વિકાસ દિવ્યકીર્તિનો વીડિયો વાયરલ

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
BBC reporting controversyBiased Western mediadigital strikeExtremists vs terrorists mediaGujarat FirstGUJARAT FIRST NEWSIndian governmentNew York Timespahalgam terror attackPakistani propaganda channels
Next Article