Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam terrorist attack : પાકિસ્તાનને આર્થિક સ્તરે કમર ભાંગવાનો સૌથી મોટો પ્લાન

pahalgam terrorist attack    પાકિસ્તાનને આર્થિક સ્તરે કમર ભાંગવાનો સૌથી મોટો પ્લાન
Advertisement

India is ready to take revenge : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં (strong action) લેવાનું ચાલુ રાખ્યું છે, જેમાં ડિજિટલ અને રાજદ્વારી ક્ષેત્રે (digital and diplomatic arena) આકરી કાર્યવાહીનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, ભારતે પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, ISPRની યુટ્યુબ ચેનલ સહિત Dawn News, Geo News, Sama TV, ARY News જેવી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારતમાં બ્લોક કરી, અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Pakistan's Defense Minister Khawaja Asif) નું X હેન્ડલ પણ બ્લોક કર્યું. આ ચેનલો અને હેન્ડલ્સ પર ભારતીય સેના, સરકાર અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી, ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવાનો આરોપ છે. આ ઉપરાંત, ભારતે BBC, AP અને Reuters જેવી આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓને પહેલગામ હુમલાના રિપોર્ટિંગમાં "આતંકવાદીઓ"ને "ઉગ્રવાદીઓ" તરીકે ઓળખાવવા બદલ ચેતવણી આપી, સાવધાનીપૂર્વક અહેવાલ આપવા જણાવ્યું.

પાકિસ્તાન માટે શિપિંગ લાઈન બંધ કરી શકે છે ભારત

May 1, 2025 7:42 pm

Advertisement

પાકિસ્તાનને ચારેય તરફથી ઘેરવાનો ભારતનો એક્શન પ્લાન તૈયાર છે. પાકિસ્તાન માટે શિપિંગ લાઈન ભારત બંધ કરી શકે છે. પાકિસ્તાનના માલવાહક જહાજો પર રોક લાગી શકે છે. માલવાહક જહાજોની અવર-જવર બંધ કરતા ફટકો વાગશે. પાકિસ્તાનને આર્થિક સ્તરે કમર ભાંગવાનો સૌથી મોટો પ્લાન.

Advertisement

પહલગામ હુમલો ખુદ પાકિસ્તાની જનરલે જ કરાવ્યોઃ સૂત્ર

May 1, 2025 6:29 pm

પાકિસ્તાન આર્મી ચીફ આસીમ મુનીર બેનકાબ થયો છે. પહલગામ હુમલો ખુદ પાકિસ્તાની જનરલ મુનીરે જ કરાવ્યો છે. મુનીર પાસે ભ્રષ્ટાચારની 8 લાખ ડોલરની સંપત્તિ છે. પાકિસ્તાનનું બેન્કિંગ, ડેરીમાં મોટા પાયે ફંડિંગ કરતો હતો. પદભ્રષ્ટ થવાની તૈયારી હતી. તે દરમ્યાન પહલગામ હુમલો કરાવ્યો હતો. પોતાનું પદ ન જાય તે માટે મુનિરે કરાવ્યો આતંકી હુમલો, મુનીરે પોતાનો આખો પરિવાર વિદેશ શિફ્ટ કરી દીધો છે. પાકિસ્તાન જનરલ આસીમ મુનીર બંકરમા છૂપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આખી દુનિયા ભારતની સાથે ઉભી છેઃઅમિતભાઈ શાહ

May 1, 2025 6:08 pm

જાહેરમંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીનો આતંકના આકાઓને લલકાર ફેંક્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ પહેલીવાર અમિતભાઈ શાહે નિવેદન આવ્યું છે. મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સીની નીતિ છે. કાયતરાપૂર્ણ હુમલાનો જવાબ આપીને રહીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આતંકવાદ સામે હુંકાર કર્યો છે. આતંકીઓને વીણી વીણીને ઠાર મારીશું. આતંકવાદીઓને બરાબર જવાબ આપીને રહીશું. જેમણે આ હુમલો કર્યો છે તેમને જવાબ આપીને રહીશું. આતંકવાદને ખતમ નહી કરીએ ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આ નરેન્દ્ર મોદી સરકાર છે. આતંકવાદ સાંખી નહી લે. એકપણ આતંકીઓને છોડવામાં નહી આવે. આતંકવાદ સામે લડાઈમાં મોદી સરકાર જનતાની સાથે છે. આ હુમલા પાછળ જે લોકો છે તેમને નહી છોડીએ.

પાકિસતાનનાં આર્મી ચીફ ભારતનાં એક્શન સામે ડરી ગયા

May 1, 2025 5:12 pm

પાકિસ્તાનનાં આર્મી ચીફ ભારતનાં એક્શન સામે ડરી ગયાના સમાચાર મળી રહ્યા છે. આર્મી ચીફ આસીમ મુનિર લોકોની સામે આવી રહ્યા નથી. રાવલપિંડીના મિલેટ્રી બંકરમાં છુપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 26 એપ્રિલે પીએમ શહેબાઝ ઝરીફ સાથે મુનિરની છેલ્લી તસવીર દેખાઈ હતી. આસિમ મુનિરનો પરિવાર પણ વિદેશ ભાગી ગયો હોવાનો અહેવાલ મળી રહ્યા છે. મુનિરના પરિવારે પણ પાકિસ્તાન છોડ્યું હોવાના અહેવાલ છે. ભારતની રણનીતિ સામે આર્મી ચીફ ઘેરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી

May 1, 2025 4:09 pm

પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે પોસ્ટલ સેવા પણ બંધ થઈ શકે છે. એક પછી એક મોરચે પાકિસ્તાનની નાકાબંધી કરવામાં આવી રહી છે. પાણી, એરસ્પેસ બાદ હવે પોસ્ટલ સર્વિસ પણ બંધ થશે.

પહેલગામ હુમલા મુદ્દે અરજી કરનારને SCની ફટકાર

May 1, 2025 2:06 pm

પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માગ કરતી અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. અરજી દાખલ કરનારા વકીલોની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે જવાબદાર અને દેશ પ્રત્યે તમારી કેટલીક ફરજ છે એ નિભાવો. હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આતંકવાદની તપાસ કરવા ક્યારથી નિષ્ણાત બન્યા છે? જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આ નિર્ણાયક ઘડી છે જ્યારે દેશના દરેક નાગરિકે આતંકવાદ સામે લડવા હાથ મિલાવ્યા છે. આવી અરજીઓ કરીને સેનાનું મનોબળ નીચે ન કરશો. અરજીમાં આતંકી હુમલાની ન્યાયિક તપાસની માગ અને પર્યટકોની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.

INS સુરત યુદ્ધ જહાજને વોટર કેનન સેલ્યુટ, ભારતની દરિયાઈ શક્તિનું પ્રતીક

May 1, 2025 12:23 pm

ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરતું ભવ્ય પગલા રૂપે, ભારતીય નૌકાદળનું અત્યાધુનિક યુદ્ધ જહાજ INS સુરત 1 મે, 2025ના રોજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું, જ્યાં નૌકાદળ દ્વારા તેનું વોટર કેનન સેલ્યુટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યુદ્ધ જહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. 75% સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ આ જહાજ ભારતની આત્મનિર્ભર ભારત નીતિ અને દરિયાઈ શક્તિનું પ્રતીક છે. હજીરા પોર્ટ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિએ આ ઐતિહાસિક ઘટનાને વધુ યાદગાર બનાવી, જે ભારતની નૌકા શક્તિ અને ગુજરાતના ઐતિહાસિક દરિયાઈ વારસાને ઉજાગર કરે છે.

પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતે કર્યું બ્લોક

May 1, 2025 11:59 am

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. ભારત સરકાર પણ એક્શન મોડમાં છે અને મોટા નિર્ણયો લઈ રહી છે. ત્યારે હવે પાકિસ્તાનના સ્ટાર ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'કાનૂની વિનંતી' બાદ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. ભારતમાં તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. સરકાર એવા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી રહી છે જેના ભારતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આ સંદર્ભમાં, અરશદ નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હવે ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં અરશદ નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સંદેશ મળી રહ્યો છે કે, 'આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.' આ નિર્ણય આ સંબંધમાં કાનૂની વિનંતીને પગલે લેવામાં આવ્યો હતો.

ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાન અલ્લાહના ભરોસે!

May 1, 2025 11:02 am

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સંજોગોમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. ખ્વાજા આસિફે મીડિયા સમક્ષ જણાવ્યું કે તેઓ અલ્લાહ પાસે દુઆ કરે છે કે ભારત સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ ન સર્જાય. તેમણે સંઘર્ષની શક્યતા વધતી હોવાનું સ્વીકારીને કહ્યું કે માત્ર શક્ય કામગીરીની કલ્પનાથી પણ પાકિસ્તાનમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. બીજી તરફ, તણાવ ઓસરી શકે તે માટે પાકિસ્તાન અન્ય દેશો સમક્ષ સમાધાન અને દયાની ભાવનાથી અપીલ કરી રહ્યો છે. આ તમામ નિવેદનોમાંથી સાબિત થાય છે કે પાકિસ્તાન હાલ કૂટનીતિ અને રક્ષણાત્મક રીતે ભયભીત સ્થિતિમાં છે.

પાકિસ્તાને ગભરાઈને ISI પ્રમુખને બનાવી દીધા NSA

May 1, 2025 10:52 am

પાકિસ્તાને આંતરિક અને આંતરરાષ્ટ્રીય દબાણના પગલે અડધી રાતે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ISIના પ્રમુખ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિમણૂક કરી છે. 2022માં મુઈદ યૂસુફના રાજીનામા પછી ખાલી પડેલું પદ લાંબા સમયથી ભરાયેલું નહોતું, જે હવે ભરવામાં આવ્યું છે. અસીમ મલિકને રાત્રે જ NSAનો ચાર્જ સોંપાયો હોવાને કારણે અનેક અટકળો જાગી ઉઠી છે, અને તે પાકિસ્તાનની હાલની અસ્થિર સ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.

પહેલગામ આતંકી હુમલા અંગે NIAની તપાસ તેજ

May 1, 2025 10:50 am

પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસને ઝડપી બનાવતી કાર્યવાહી શરૂ કરી છે. NIAના ડિરેક્ટર જનરલ સદાનંદ દાતે ખુદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બૈસરણ ઘાટીમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ હુમલાના સૂત્રો સુધી પહોંચવા માટે NIAએ અનેક લોકોની પૂછપરછ શરૂ કરી છે, જેમાં સ્થાનિકોને લઇને શંકાસ્પદ તત્વો સુધીના લોકોનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ, આ કાર્યવાહી દરમિયાન કાશ્મીરમાં સક્રિય સ્લીપર સેલને નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જેથી આતંકવાદી ગતિવિધિઓના નેટવર્કનો ભેદ ઉકેલાઈ શકે. આ સમગ્ર તપાસથી સંકેત મળે છે કે, સુરક્ષા એજન્સીઓ આ હુમલાને માત્ર એક ઇન્સિડેન્ટ તરીકે નહીં, પણ ઘેરું ષડયંત્ર ગણાવી ગંભીર દૃષ્ટિએ લઇ રહી છે.

પહેલગામ હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં એજન્સીઓએ કસ્યો સકંજો

May 1, 2025 10:47 am

પહેલગામ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર હુર્રિયત સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવતાં, વિવિધ તપાસ એજન્સીઓએ રાજ્યભરના 100થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આતંકી નેટવર્કના ફંડિંગ, કનેક્શન અને પ્રવૃત્તિઓ અંગે વિગતો એકઠી કરવી એ દરોડાનો મુખ્ય ઊદેશ્ય રહ્યો છે. ખાસ કરીને જમાત-એ-ઈસ્લામીના સમર્થકો પણ તપાસના ઘેરામાં આવ્યા છે અને તેમના સંબંધો તથા ગતિવિધિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ છે. સુરક્ષા એજન્સીઓની આ સુસજ્જ કામગીરીથી આતંકના તંત્રને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે મજબૂત પગલાં લેવાઈ રહ્યાં છે.

પાકિસ્તાનની એરક્રાફ્ટ નેવિગેશન સિસ્ટમ પર ભારતનો હુમલો

May 1, 2025 9:55 am

ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીને કારણે પાકિસ્તાન એલર્ટ પર છે. આવી સ્થિતિમાં, ભારતે પાકિસ્તાનની નેવિગેશન સિસ્ટમને મોટો ફટકો આપ્યો છે. પાકિસ્તાની લશ્કરી વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલોને વિક્ષેપિત કરવા માટે ભારતે અદ્યતન જામિંગ સિસ્ટમ્સ તૈનાત કરી છે. તેમને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતની જેમિંગ સિસ્ટમ GPS, GLONASS અને Beidou સહિત સેટેલાઇટ-આધારિત નેવિગેશન પ્લેટફોર્મને વિક્ષેપિત કરવામાં સક્ષમ છે. આ બધાનો ઉપયોગ પાકિસ્તાની સેનાના વિમાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ભારત-પાકિસ્તાન નૌકાદળ સામસામે

May 1, 2025 9:27 am

ભારતીય નૌકાદળનું INA વિક્રાંત અરબ સમુદ્રમાં તૈનાત છે અને 3 મે સુધી અરબ સમુદ્રમાં નૌકાદળ કવાયત ફાયરિંગ કરશે. આ અભ્યાસ 30 એપ્રિલથી શરૂ થયો હતો અને ભારતીય નૌકાદળ ગુજરાત વિસ્તારમાં આ અભ્યાસ કરી રહ્યું છે. આ વિસ્તારથી 85 કિમી દૂર, પાકિસ્તાન નૌકાદળ કરાચીમાં અરબી સમુદ્રમાં તેના દરિયાઈ વિસ્તારમાં નૌકાદળ નેવલ ડ્રીલ ફાયરિંગ પણ કરી રહ્યું છે. પાકિસ્તાન નૌકાદળ 2 મે સુધી અભ્યાસ કરશે અને આ કવાયત 30 એપ્રિલથી શરૂ થઈ હતી. આ રીતે, પ્રેક્ટિસના બહાને, ભારતીય અને પાકિસ્તાની નૌકાદળ કવાયતના બહાને આમને-સામને આવશે. આ ઉપરાંત, પાકિસ્તાની વાયુસેના પણ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરીને પ્રેક્ટિસ કરી રહી છે. ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જે 23 મે સુધી બંધ રહેશે.

પાકિસ્તાને અમેરિકા સમક્ષ દલીલ કરી

May 1, 2025 8:54 am

પાકિસ્તાને અમેરિકાને ભારત પર ઉશ્કેરણીજનક નિવેદનો આપવાથી દૂર રહેવા દબાણ કરવા વિનંતી કરી છે. શરીફે સિંધુ જળ સંધિનો મુદ્દો પણ ઉઠાવ્યો. પાકિસ્તાને કહ્યું કે સંધિ હેઠળ પૂરું પાડવામાં આવતું પાણી 24 કરોડ લોકો માટે જીવનરેખા છે. તેમણે દાવો કર્યો હતો કે સંધિમાં કોઈપણ પક્ષ દ્વારા એકપક્ષીય ખસી જવાની કોઈ જોગવાઈ નથી.

આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે ઉભું છે

May 1, 2025 8:54 am

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ સમયે વાતચીત કરી છે. જયશંકર સાથેની વાતચીતમાં, રુબિયોએ પહેલગામમાં થયેલા "ભયાનક" આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ આતંકવાદી હુમલામાં 26 નાગરિકો, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા, માર્યા ગયા હતા. રુબિયોએ ભારતને દક્ષિણ એશિયામાં તણાવ ઘટાડવા અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પાકિસ્તાન સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર

May 1, 2025 8:51 am

પાકિસ્તાની સેના માત્ર નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી નથી, પરંતુ ભય વચ્ચે, આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની બાજુથી પણ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. મંગળવારે રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. હુમલાના ડર વચ્ચે, પાકિસ્તાન વારંવાર ઉશ્કેરણીજનક પગલાં લઈ રહ્યું છે.

પાકિસ્તાને 7 દિવસમાં 17 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો

May 1, 2025 8:49 am

ભારતીય સેનાએ અહેવાલ આપ્યો છે કે 30 એપ્રિલ-01 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો છે. છેલ્લા 7 દિવસમાં પાકિસ્તાન દ્વારા સરહદ પર 17 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

ભારતે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું

May 1, 2025 8:44 am

જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે. ભારતે આ સંદર્ભમાં એરમેનને નોટિસ (NOTAM) પણ જારી કરી છે, જે 30 એપ્રિલે જારી કરવામાં આવી હતી અને આ નિર્ણય 23 મે સુધી અમલમાં રહેશે. NOTAM જારી થયા પછી, કોઈપણ પાકિસ્તાની એરલાઇનનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થવું એ પાકિસ્તાન માટે મોટો ફટકો છે. કારણ કે ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થયા પછી, પાકિસ્તાની એરલાઈન્સને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં જવા માટે શ્રીલંકા અને ચીનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવો પડશે. આમ કરવાથી હવાઈ માર્ગ લાંબો થશે, જેના કારણે એરલાઈન્સનો ખર્ચ વધશે. જો ખર્ચ વધશે, તો એરલાઇન્સ ટિકિટો વધુ મોંઘી કરશે, જેનાથી લોકોના ખિસ્સા પર બોજ પડશે. એરલાઇન્સ અને લોકોના ખિસ્સા પર બોજ પડશે અને લોકોનો સમય પણ બગડશે.

This Live Blog has Ended
Advertisement

.

×