LoC પર છમકલાની પાકિસ્તાને શરૂઆત કરી ભારતે પુરૂ કરી દીધું, સીમા પાર ભારે નુકસાન
- પાકિસ્તાની સેના દ્વારા છમકલું કરવામાં આવ્યું હતું
- જમ્મુના અખનુર સેક્ટરમાં IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો
- ભારતીય સેના દ્વારા મુંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો
જમ્મુ : પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ભારતીય પોસ્ટો પર કોઇ ઉશ્કેરણી વગર જ ફાયરિંગ કર્યું. ત્યાર બાદ ભારતીય સેનાએ તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો. અધિકારીઓએ તે અંગે માહિતી આપી છે. ભારતીય સૈનિકોના ફાયરિંગમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.
અખનુર સેક્ટરમાં IED બ્લાસ્ટ થયો હતો
અગાઉ જમ્મુ જિલ્લાના અખનુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા એક આઇઇડી વિસ્ફોટમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થઇ ગયા હતા. ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે સંઘર્ષ વિરામ સમજુતીને 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ફરીથી લાગુ કર્યા બાદથી નિયંત્રણ રેખા પરસંઘર્ષ વિરામ ઉલ્લંઘ ખુબ જ દુર્લભ થઇ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખાના તર્કુંડી વિસ્તારમાં એગ અગ્રિમ પોસ્ટ પર કોઇ ઉશ્કેરણી વગર જ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ આકરી પ્રતિક્રિયા આપી અને પરિણામ સ્વરૂપેદુશ્મન દળોમાં ભારે નુકસાન થયું.
આ પણ વાંચો : Success Story : નોકરી છોડીને ઇન્સ્ટાગ્રામથી કામ શરૂ કર્યું, અને બનાવી નાખી રૂ.100 કરોડની બ્રાન્ડ
જેસીએને પણ થઇ હતી સામાન્ય ઇજા
બીજી તરફ અદિકારીઓએ જણાવ્યું કે, ભારતીય સેનાના એક જુનિયર કમીશન અધિકારી (JCO) ને આ સાંજે તે જ ક્ષેત્રમાં એક લેન્ડમાઇન પર પગ મુકી દેતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘાયલ અધિકારીને સેનાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. અધિકારીઓએ તેમ પણ કહ્યું કે, નિયંત્રણ રેખા પર આવેલી તણાવપુર્ણ બનેલી છે કારણ કે ગત્ત અઠવાડીયે સીમા પારથી શત્રુતાપુર્ણ ગતિવિધિઓ વધી છે. આ વર્ષનો પહેલો સંઘર્ષ વિરામ ઉલ્લંઘન હતું અને પાંચ દિવસમાં સીમા પર ચોથી ઘટના હતી.
સીમા પારથી ગોળી વાગતા એક સૈન્ય થયો હતો ઘાયલ
સોમવારે એક સૈનિકને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં કાલાલ વિસ્તારમાં એક અગ્રિમ પોસ્ટનું પેટ્રોલિંગ કરતા સીમા પારથી ગોળી લાગવાના કારણે ઇજા પહોંચી હતી. 8 ફેબ્રુઆરીએ રાજોરીના કેરી સેક્ટરમાં ભારતીય સેનાની એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘુસવાના અવસરની રાહ જોઇ રહ્યા હતા.
આ પણ વાંચો : PM Modi US Visit : પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા, વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
ભારતીય સેનાએ સૈનિકોને આપી ખુલી છુટ
4 અને 5 ફેબ્રુઆરીએ રાત્રે કૃષ્ણા ઘાણી સેક્ટરમાં લેન્ડમાઇન વિસ્ફોટથી આતંકવાદીઓને નુકસાન થયું. તે ભારતીય સીમામાં ઘુસવાના પ્રયાસ કરી રહ્યા હતા. 10 ફેબ્રુઆરીએ જમ્મુ ખાતે વ્હાઇટ નાઇટ કોરના જનલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટિનેંટ જનરલ નવીન સચદેવાએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લીધી. ભારતીય સેનાએ જણાવ્યું કે, GOC વ્હાઇટ નાઇટ કોર, GOC એસ ઓફ સ્પેડ્સ અને GOC કોસ્ટ સ્વોર્ડ ડિવીઝનની સાથે રાજોરી સેક્ટરના અગ્રિમ વિસ્તારની મુલાકાત કરીને હાલની સુરક્ષા સ્થિતિ અને પાકિસ્તાની ગતિવિધિઓનું ઓપરેશન અપડેટ લીધું.
આ પણ વાંચો : Bharuch: શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન


