Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor 2.0 : ભારતે પાકિસ્તતાના બોલાવી દીધા ભુક્કા

ભારતમાં 15 સ્થળે હુમલાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ પાકિસ્તાને છોડેલા મિસાઈલ અને ડ્રોનને તોડી પડાયા S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમની કાર્યવાહી ભારતે પહેલીવાર S-400 સિસ્ટમને પ્રયોગ કર્યો અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટમાં હુમલાનો પ્રયાસ અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં હુમલાનો પ્રયાસ...
operation sindoor 2 0   ભારતે પાકિસ્તતાના બોલાવી દીધા ભુક્કા
Advertisement
  • ભારતમાં 15 સ્થળે હુમલાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ
  • પાકિસ્તાને છોડેલા મિસાઈલ અને ડ્રોનને તોડી પડાયા
  • S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમની કાર્યવાહી
  • ભારતે પહેલીવાર S-400 સિસ્ટમને પ્રયોગ કર્યો
  • અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટમાં હુમલાનો પ્રયાસ
  • અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં હુમલાનો પ્રયાસ
  • આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદીમાં હુમલાનો પ્રયાસ
  • ઉત્તરલાઈ અને ભુજમાં પણ હુમલાનો પ્રયાસ કરાયો

Operation Sindoor 2.0  : ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ ઘટનાએ S-400 ને ભારતનું "સુદર્શન કવચ" સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે.

ભારતે પ્રથમવાર S-400નો ઉપયોગ કર્યો હતો

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગુજરાતના ભુજનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબના અમૃતસરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.આ હુમલાના પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ફેલ ગઈ હતી. સેના દ્વારા પાકિસ્તાનની રડાર સિસ્ટમ તોડી પાડવામાં આવી છે. ડ્રોન અને મિસાઈલ થી હુમલાનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ ભારતીય સેના દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ હુમલા નિષ્ફળ કરાયા હતાં. ભારતે પ્રથમવાર S-400નો ઉપયોગ કર્યો હતો.

Advertisement

પાકિસ્તાને તેને 2021 માં તેની સેનામાં સામેલ કરી હતી.

HQ-9 એ ચાઇના પ્રિસિઝન મશીનરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોર્પોરેશન (CPMIEC) દ્વારા વિકસિત સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (SAM) સિસ્ટમ છે. આ મિસાઇલ સિસ્ટમને ચીનની લશ્કરી ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે અને પાકિસ્તાને તેને 2021 માં તેની સેનામાં સામેલ કરી હતી.

Advertisement

HQ-9 જેવી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

પાકિસ્તાને હવાઈ સંરક્ષણ પ્રણાલી અપનાવી કારણ કે તે ભારતના આધુનિક હવાઈ યુદ્ધ સાધનો વિશે ચિંતિત હતો. ભારતના રાફેલ ફાઇટર જેટ, સુખોઈ Su-30MKI અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ જેવા શસ્ત્રો પાકિસ્તાન માટે એક મોટો પડકાર છે. આને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને HQ-9 જેવી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જે હવે ભારતીય હુમલામાં નાશ પામી છે.

HQ-9 ની રેન્જ કેટલી છે?

HQ-9 ની રેન્જ 125 થી 200 કિલોમીટરની વચ્ચે હોવાનું કહેવાય છે. આ સિસ્ટમ એક સાથે 100 હવાઈ લક્ષ્યોને ટ્રેક કરવાની અને તેમાંથી ઘણાને અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેની રડાર સિસ્ટમ આધુનિક AESA ટેકનોલોજી પર આધારિત છે, જે ઉચ્ચ આવર્તન પર કાર્ય કરે છે અને આવનારા લક્ષ્યોને ઓળખવામાં સક્ષમ છે.

પાકિસ્તાને આ સિસ્ટમને તેના બહુ-સ્તરીય સંરક્ષણ નેટવર્કના મુખ્ય ભાગ તરીકે સામેલ કરી, ખાસ કરીને તેના સરહદી વિસ્તારો અને વ્યૂહાત્મક લશ્કરી સ્થળોનું રક્ષણ કરવા માટે. પરંતુ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય હુમલાએ આ અત્યાધુનિક સિસ્ટમની નબળાઈઓ વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી.

Tags :
Advertisement

.

×