Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : પંડિત જવાહરલાલ નેહરુનો પ્રથમ સત્તાવાર બંગલો વેચાયો, કિંમત જાણી ઉડી જશે હોશ

Jawaharlal Nehru : દિલ્હી (Delhi)ના દિલમાં આવેલા એક ઐતિહાસિક બંગલો જે ક્યારેક ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) નું સત્તાવાર નિવાસ હતું, લગભગ 1100 કરોડની એક મોટી સંપત્તિ ડિલમાં વેચાયો છે.આ સંપત્તિ 17 યોર્ક રોડ પર આવેલી છે,...
delhi   પંડિત જવાહરલાલ નેહરુનો પ્રથમ સત્તાવાર બંગલો વેચાયો  કિંમત જાણી ઉડી જશે હોશ
Advertisement

Jawaharlal Nehru : દિલ્હી (Delhi)ના દિલમાં આવેલા એક ઐતિહાસિક બંગલો જે ક્યારેક ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) નું સત્તાવાર નિવાસ હતું, લગભગ 1100 કરોડની એક મોટી સંપત્તિ ડિલમાં વેચાયો છે.આ સંપત્તિ 17 યોર્ક રોડ પર આવેલી છે, જેને હવે મોતીલાલ નેહરુ માર્ગના નામથી ઓળખવામાં આવે છે. આ રાજધાનીની સૌથી મહત્ત્વપૂર્ણ સરનામામાંથી એક છે.  આ ડિલ 1400 કરોડની શરુઆતી માગ કિંમતને ઘટાડીને અંતિમ રુપ આપવામાં આવ્યું છે.

Advertisement

આ વિરાસતના માલિક કોણ છે?  (Jawaharlal Nehru)

રાજકુમારી કક્કડ અને બીના રાની આ બંગલાના વર્તમાન માલિક છે. આ બંને રાજસ્થાનના એક શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.અખબારના અહેવાલ મુજબ, એક જાણીતી કાયદાકીય પેઢીએ કાનૂની પ્રક્રિયાના અંતિમ તબક્કાના ભાગ રૂપે એક જાહેર નોટિસ જારી કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા ગ્રાહકો આ મિલકત (પ્લોટ નં. 5, બ્લોક નં. 14, 17, મોતીલાલ નહેરુ માર્ગ) ખરીદવામાં રસ ધરાવે છે. આ મિલકતના વર્તમાન માલિકો રાજકુમારી કક્કડ અને બીના રાની છે. જો કોઈ અન્ય વ્યક્તિનો આ મિલકત પર કોઈ અધિકાર કે દાવો હોય, તો તેણે સાત દિવસની અંદર દસ્તાવેજી પુરાવા સાથે અમને જાણ કરવી જોઈએ. અન્યથા એવું માનવામાં આવશે કે આ મિલકત પર કોઈનો કોઈ વિરોધી દાવો નથી.'

Advertisement

આ પણ  વાંચો - Yamuna Flood : યમુનાનું રૌદ્ર સ્વરૂપ! દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર

એક વર્ષથી ચાલી રહી હતી વાત

આશરે 24000 વર્ગ ફુટમાં બનેલી આ સંપત્તિને વેચવાને લઈને એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. એક જાણકાર અનુસાર 'તેનું લોકેશન, વીવીઆઈપી સ્ટેટસ અને આકારને જોતા આ એક કિંમતી સંપત્તિ છે. પરંતુ કિંમતને કારણે માત્ર અબજોપતિ તેને ખરીદવામાં રૂચિ દેખાડી શકતા હતા.'આ સંપત્તિ લુટિસન્ય બંગલો ઝોનમાં સ્થિત છે, જેને બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે 1912થી 1930 વચ્ચે ડિઝાઇન કર્યું હતું. આશરે 28 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ ક્ષેત્રમાં લગભગ 300 બંગલા છે, જેમાં મોટા ભાગે મંત્રી, જજ અને વરિષ્ઠ સરકારી અધિકારી રહે છે. અહીં લગભગ 600 ખાનગી સંપત્તિઓ છે, જે ભારતના સૌથી ધનવાન લોકો પાસે છે. આ ડીલ પૂરી થયા બાદ 17 મોતીલાલ નેગરૂ માર્ગ સ્થિત આ બંગલો દેશની સૌથી મોંઘી આવાસીય પ્રોપર્ટી વેચાણનો નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

આ પણ  વાંચો -Maratha Reservation : મરાઠા અનામત મુદ્દે ફડણવીસ સરકાર ફસાઈ,કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો

20મી સદીની શરુઆતમાં ડિઝાઈન કર્યું હતું

આ નોટિસમાં સંપત્તિ પર દાવો કરનારા કોઈ પણ પક્ષને સાત દિવસની અંદર આગળ આવવા માટે કહેવાયું છે. અન્યથા એવું માનવામાં આવશે કે કોઈ અન્ય દાવો નથી. આ બંગલાનું મહત્ત્વ તેના ઊંડા ઐતિહાસિક વિરાસત સાથે સંકળાયેલું છે. કારણ કે આ નેહરુનું પહેલું સત્તાવાર ઘર હતું અને તેનું સ્થાન લુટિયંસ બંગલા ઝોનમાં છે. આ 28 વર્ગ કિમીનો વિસ્તાર, જેને બ્રિટિશ વાસ્તુકાર એડવિન લુટિયંસે 20મી સદીની શરુઆતમાં ડિઝાઈન કર્યું હતું, રાજધાનીના સૌથી વિશિષ્ટ અને મોંઘો વિસ્તાર છે.

Tags :
Advertisement

.

×