Partition 1947 : અસરગ્રસ્ત લોકોએ પોતાનું જીવન ફરીથી બનાવ્યું અને અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી - વડાપ્રધાન મોદી
- 14 મી ઓગસ્ટને ભાજપ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવી રહ્યો છે (Partition 1947)
- 14 મી ઓગસ્ટને વર્ષ 2021 માં PM Modi એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી
- PM Modi એ ભાગલા વખતે અત્યાચારનો ભોગ બનેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ
Partition 1947 : આજે 14 મી ઓગસ્ટને ભાજપ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horror Memorial Day) તરીકે ઉજવી રહ્યો છે. 1947માં આજના દિવસ ભારતને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. આ ભાગલા બાદ ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. જો કે ભાગલા બાદ બંને તરફના નિર્દોષ લોકોએ બહુ વેઠવાનો વારો આવ્યો હતો. આ દિવસ એટલે કે 14 મી ઓગસ્ટને વર્ષ 2021 માં વડાપ્રધાન મોદી (PM Modi) એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horror Memorial Day) તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે સમગ્ર ભારતમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Partition 1947 Gujarat First-14-08-2025-
Partition 1947 ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખદ ગણાવ્યું
14 મી ઓગસ્ટને વર્ષ 2021 માં વડાપ્રધાન મોદી (PM Modi) એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horror Memorial Day) તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1947 માં ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને વિસ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની લાગણીની રજૂઆત કરી છે. તેમણે લખ્યું કે, આજે ભારત આપણા ઈતિહાસના આ દુઃખદ પ્રકરણ દરમિયાન અસંખ્ય લોકોએ સહન કરેલા અશાંતિ અને વેદનાને યાદ કરી રહ્યું છે. આ દિવસ તેમની હિંમતને દાદ દેવાની તક આપે છે. આ દિવસ તેમની અકલ્પનીય નુકસાન સહન કરવાની અને ફરીથી શરૂઆત કરવાની તેમની ક્ષમતાને સલામ કરવાનો દિવસ છે. અસરગ્રસ્ત લોકોએ પોતાનું જીવન ફરીથી બનાવ્યું અને અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આ દિવસ આપણને આપણા દેશને સંવાદિતાના બંધનને મજબૂત કરવાની આપણી કાયમી જવાબદારીની પણ યાદ અપાવે છે.
Partition 1947 Gujarat First-14-08-2025-
આ પણ વાંચોઃ Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે
અમિત શાહે પણ પાઠવી શ્રદ્ધાંજલિ
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ પણ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horror Memorial Day) નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ દેશના વિભાજનથી પીડાતા લોકોની પીડાને યાદ કરીને શોક વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે કોંગ્રેસ પાર્ટીએ દેશને ટુકડાઓમાં વિભાજીત કર્યો, જેનાથી ભારત માતાના ગૌરવને ઠેસ પહોંચી હતી. પાર્ટિશન સમગ્ર દેશને હિંસા, શોષણ અને અત્યાચાર તરફ દોરી ગયું અને લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું. હું તે તમામ લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ વિભાજનના આ ઈતિહાસ અને પીડાને ક્યારેય ભૂલી શકશે નહીં. વિભાજનની આ ભયાનકતામાં જીવ ગુમાવનારાઓને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ગાંધીનગરમાં યોજાશે મૌન રેલી
ગુજરાતમાં પણ ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horror Memorial Day) નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે મૌન રેલીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૌન રેલીમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ Atal Pension Yojana : નિવૃત્તિ બાદ ₹5,000નું પેન્શન કેવી રીતે મેળવશો? કરો આ યોજનામાં રોકાણ