Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Bus Accident : બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત,જુઓ video

ઉત્તર પ્રદેશના મૂશળધાર વરસાદ વચ્ચે મોટો અકસ્માત મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર વુક્ષ ધરાશાયી થયું આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત શોક વ્યક્ત કર્યો UP Bus Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મૂશળધાર વરસાદ વચ્ચે મોટો (UP...
up bus accident   બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત જુઓ video
Advertisement
  • ઉત્તર પ્રદેશના મૂશળધાર વરસાદ વચ્ચે મોટો અકસ્માત
  • મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર વુક્ષ ધરાશાયી થયું
  • આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત શોક વ્યક્ત કર્યો

UP Bus Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મૂશળધાર વરસાદ વચ્ચે મોટો (UP Bus Acciden)અકસ્માત સર્જાયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ  પર એક મહાકાય ઝાડ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોમાંથી બેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થયા બાદ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રૂટ ક્લિઅર કરવામાં આવ્યો હતો.

શું હતી ઘટના? (UP Bus Accident)

મળતી માહિતી મુજબ, બારાબંકી-હૈદરગઢ માર્ગ પર હરખ રાજા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના પર ઝાડ પડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બસમાં સવાર મુસાફરો ડરના માર્યા બૂમો પાડીને જીવ બચાવવા મદદ માંગી રહ્યા હતા. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીથી કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ધટનામાં અનેક ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કતરી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? NDAએ આ બે નેતાઓને સોપી ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી

પાંચના મોત,6થી વધુ ઈજાગ્રસ્ત (UP Bus Accident)

આ અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સિવાય 6-7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફસાયેલા લોકો ઝાડ કાપીને બહાર નીકળી ગયા હતા. જોકે, વરસાદના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિલંબ થયો હતો.

આ પણ  વાંચો -CEO :રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશો આપ્યા છે. આ સાથે, મુખ્યમંત્રી યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.અકસ્માત બાદ ઝૈદપુર અને સત્રીખ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ, વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે જેસીબી મશીનોની મદદથી ઝાડ કાપીને બસમાંથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

Tags :
Advertisement

.

×