ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Petrol Price: લોકોને મળી દિવાળી ગિફ્ટ, પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો

Petrol Price: દિવાળી પહેલા દેશવાસીઓને ગિફ્ટ આપવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં અત્યારે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
01:07 PM Oct 27, 2024 IST | VIMAL PRAJAPATI
Petrol Price: દિવાળી પહેલા દેશવાસીઓને ગિફ્ટ આપવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં અત્યારે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Petrol Price
  1. પેટ્રોલના ભાવમાં અત્યારે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
  2. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા
  3. ભારતના અનેક રાજ્યોમાં ઈંધણના દરમાં ઘટાડો કરવામાં આવ્યો

Petrol Price: દિવાળી પહેલા દેશવાસીઓને ગિફ્ટ આપવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં અત્યારે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જેની વિગતે વાત કરવામાં આવે તો, કેટલીક જગ્યાએ ઈંધણના દરમાં વધારો થયો છે, તો કેટલીક જગ્યાએ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, બિહાર, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા અને તેલંગાણામાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹94.65 પ્રતિ લિટર

અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ₹94.65 પ્રતિ લિટર છે, જે ગઈકાલના ₹94.42ના દરની સરખામણીમાં થોડો વધારો દર્શાવે છે. છેલ્લા 10 દિવસમાં, વધઘટ જોવા મળી છે, જેની કિંમત ₹94.42 અને ₹94.79 ની વચ્ચે છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આજના પેટ્રોલના ભાવો પણ જોવા મળ્યો છે. તેની અગાઉના દિવસના દરો સાથે તુલના કરી શકો છો, જેમાં રાજ્યના કરનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા

નોંધનીય છે કે,અત્યારે રાષ્ટ્રીય ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા રહે છે. ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલના ભાવ, ડોલર-રૂપિયાનું વિનિમય, ઈંધણની માંગ-પુરવઠો વગેરેના આધારે દરરોજ ભાવ અપડેટ કરે છે. ઘણીવાર ટેક્સના કારણે અલગ-અલગ રાજ્યોમાં ઈંધણના ભાવ અલગ અલગ હોય છે.

મહાનગરોમાં આજે ઇંધણની કિંમત કેટલી છે?

કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (MP માં પેટ્રોલ ડીઝલની કિંમત)

અલગ અલગ રાજ્યમાં પેટ્રોલના ભાવ પણ અલગ અલગ!

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ખરગોન, મંદસૌર, નરસિંહપુર, રીવા, અગર માલવા, અલીરાજપુર, અશોકનગર, બેતુલ, કટની, સાગર અને ઉજ્જૈનમાં ઈંધણના ભાવમાં થોડો વધારો થયો છે. એટલું જ નહીં પરંતુ ઈન્દોર, હોશંગાબાદ, ટીકમગઢ, શિવપુરી, ધાર, શાજાપુર, સિહોર, રાજગઢ, ગ્વાલિયર અને ભોપાલમાં ઘટાડો નોંધાયો છે. ભોપાલની વાત કરવામાં આવે તો, એક લિટર પેટ્રોલની કિંમત 106.47 રૂપિયા, ઇન્દોરમાં 106.40 રૂપિયા, ગ્વાલિયરમાં 106.40 રૂપિયા, રીવામાં 109.80 રૂપિયા, જબલપુરમાં 106.28 રૂપિયા અને ઉજ્જૈનમાં 107.06 રૂપિયા છે.

આ પણ વાંચો: 'તે ખૂબ જ મૂર્ખ છોકરો છે...' અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ભાવ શું છે?

મહત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $76.05 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $71.78 પર ટ્રેડ કરી રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે ​​27 ઓક્ટોબર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાવ કર્યો છે. જેથી આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લીટર છે.

આજે ડીઝલના ભાવ શું છે?

આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 89.97 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 91.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.43 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, ભાવમાં ઘટાડો થયા લોકોને રાહતનો શ્વાસ લીધો છે અને આને દિવાળીની ગિફ્ટ માની લીધી છે.

આ પણ વાંચો: Mann Ki Baat ના 115માં એપિસોડમાં PM Modi એ છોટા ભીમ, મોટુ-પટલુ અને હનુમાનનો ઉલ્લેખ કર્યો

Tags :
Gujarati Newsnational newsPetrol PricePetrol Price in Ahmedabadpetrol price in delhiPetrol Price in GujaratPetrol Price in IndiaPetrol Price NewsPetrol Price UpdateUpdate Petrol Price
Next Article