Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi News: રસ્તા પર નમાઝ અદા કરતા લોકોને મારી લાત, પોલીસકર્મીને પ્રશાસને કર્યો સસ્પેન્ડ

Delhi News: દિલ્હીનો એક વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમામે દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં રસ્તા પર શુક્રવારની નમાઝ ચાલી રહીં હતી. જમાં એક પોલીસકર્મી આવ્યો અને આ લોકો સાથે ઉદ્વતાભર્યું...
delhi news  રસ્તા પર નમાઝ અદા કરતા લોકોને મારી લાત  પોલીસકર્મીને પ્રશાસને કર્યો સસ્પેન્ડ
Advertisement

Delhi News: દિલ્હીનો એક વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમામે દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં રસ્તા પર શુક્રવારની નમાઝ ચાલી રહીં હતી. જમાં એક પોલીસકર્મી આવ્યો અને આ લોકો સાથે ઉદ્વતાભર્યું વર્તન કરવા લાગ્યો હતો. પાલીસકર્મીએ નમાઝ અદા કરતા યુવકોને લાત મારી હતી. તે ઘટનાને લોકોએ સોશિયલ મીડિયામાં ખુબ જ ખરાબ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને જોઈને ત્યાં હાજર લોકોમાં રોષ જોવા મળ્યો અને હંગામો થઈ ગયો હતો. અહીં ઘટના સ્થળ પર હાજર લોકોએ પોલીસકર્મીને ત્યા જ ઘેરી લીધો હતો.

દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં બની આ ઘટના

આ મામલે વિગત આપતા ડીસીપી નોર્થ મનોજ મીણાએ કહ્યું કે, આ ઘટની ગંભીરતાને લઈને અત્યારે તપાસ ચાલી રહીં છે. ઘટનામાં સામેલ પોલીસકર્મીને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સાથે સાથે લોકોને પણ શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસકર્મી સાથે વધુ સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.

Advertisement

ઘટનામાં સામેલ પોલીસકર્મીને કરાયો સસ્પેન્ડ

આ મામલે કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ દિલ્હી પોલીસના કામગારી પર આકરા સવાલ કર્યા હતાં. પ્રતાપગઢીએ લખ્યું હતું કે, ‘નમાઝ અદા કરતા લોકોને લાત મારતો આ દિલ્હી પોલીસનો જવાન કદાચ માનવતાના મૂળ સિદ્ધાંતોને સમજી શકતો નથી, આ પોલીસકર્મીના દિલમાં શું નફરત ભરેલી છે? દિલ્હી પોલીસને વિનંતી છે કે, આ પોલીસકર્મી વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરો. તેને અને તેની સેવા સમાપ્ત કરો.’

Advertisement

લાત માર્યા બાદ ત્યાં લોકોની ભીડ જામી ગઈ

ઉલ્લેખનીય છે કે, એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. જેમાં એક પોલીસકર્મી રસ્તા પર નમાઝ અદા કરતા વ્યક્તિને લાત મારી રહ્યો હતો. આ સાથે આ પોલીસકર્મી રસ્તા પર નમાઝ પઢતા લોકોને હટાવી રહ્યો હતો. પોલીસકર્મીએ નમાઝીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. પોલીસકર્મીએ તેને લાત માર્યા બાદ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને બધા પોલીસકર્મીની પાછળ ઉભા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો: Maha Shivratri : રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત, 14 બાળકોને લાગ્યો વીજ કરંટ
આ પણ વાંચો: National News: લ્યો બોલો! આ વ્યક્તિને તરસ જ નથી લાગતી, પાણી પીધાને 13 વર્ષ થયા
આ પણ વાંચો: Pm Shahbaz: જોણો વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશને લઈને શું બોલ્યો શહબાઝ?
Tags :
Advertisement

.

×