Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PFI Chargesheet : કેરળ બાદ આ રાજયમાં યોગ ટ્રેનિંગના નામે ચાલતી હતી આતંકની ફેક્ટરી, વિસ્ફોટક ખુલાસા!

'રાજસ્થાનમાં યોગ ટ્રેનિંગના નામે આતંકની ફેક્ટરી' PFI વિરૂદ્ધ NIAની ચાર્જશીટમાં વિસ્ફોટક ખુલાસો '2047 સુધી ભારતને ઈસ્લામિક દેશ બનાવવા ટાર્ગેટ' ગોધરા-મૉબ લિન્ચિંગ વીડિયો દેખાડી કરતા બ્રેનવોશ બ્રેનવોશ બાદ બે ભાગમાં આપવામાં આવતી ટ્રેનિંગ 2011થી 2022 સુધી 2.98 કરોડ બેન્ક ખાતામાં...
pfi chargesheet   કેરળ બાદ આ રાજયમાં યોગ ટ્રેનિંગના નામે ચાલતી હતી આતંકની ફેક્ટરી  વિસ્ફોટક ખુલાસા
Advertisement
  • 'રાજસ્થાનમાં યોગ ટ્રેનિંગના નામે આતંકની ફેક્ટરી'
  • PFI વિરૂદ્ધ NIAની ચાર્જશીટમાં વિસ્ફોટક ખુલાસો
  • '2047 સુધી ભારતને ઈસ્લામિક દેશ બનાવવા ટાર્ગેટ'
  • ગોધરા-મૉબ લિન્ચિંગ વીડિયો દેખાડી કરતા બ્રેનવોશ
  • બ્રેનવોશ બાદ બે ભાગમાં આપવામાં આવતી ટ્રેનિંગ
  • 2011થી 2022 સુધી 2.98 કરોડ બેન્ક ખાતામાં મળ્યાં
  • જયપુરની PNBમાં PFIએ ખોલાવ્યું હતું બેન્ક ખાતું

PFI Chargesheet :કેરળની જેમ રાજસ્થાનમાં પણ આતંકવાદીઓ તૈયાર થઈ રહ્યા હતા. યોગ શિબિરના નામે ચલાવવામાં આવતા કેમ્પમાં ગુજરાત રમખાણો અને મોબ લિંચિંગના વીડિયો બતાવીને મુસ્લિમ છોકરાઓ અને છોકરીઓનું બ્રેઇનવોશ કરાતું હતું. આતંકવાદી હુમલા માટે તાલીમ આપવામાં આવી રહી હતી.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એક અહેવાલમાં આ ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાનમાં આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

2047માં દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગતા હતા

જયપુર, કોટા અને સિકર સહિત ઘણા જિલ્લાઓમાં કાર્યવાહી બાદ NIAએ ચાર્જશીટ રજૂ કરી. એવું બહાર આવ્યું છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) યુવાનોને (PFI Chargesheet)આતંકવાદની તાલીમ આપીને 2047માં દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગતા હતા.સમગ્ર મામલાની તપાસ કરવા માટે ભાસ્કરે કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો, તપાસ રિપોર્ટ, કેસ સાથે જોડાયેલા ઓફિસર્સ સાથે વાતચીત કરી ઇન્વેસ્ટિગેશન કર્યું

Advertisement

2024ના રોજ પાંચેય આરોપી સામે ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.

આતંકની લાલ ડાયરી'માં દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનો માસ્ટર પ્લાન વર્ષ 2023માં NIAએ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત 15 રાજ્યમાં PFIનાં 93 સ્થળ પર દરોડા પાડ્યા હતા. મોહમ્મદ આસિફ રહેવાસી કોટા (રાજસ્થાન), સાદિક રહેવાસી બારન (રાજસ્થાન), સોહેલ રહેવાસી ઉદયપુર (રાજસ્થાન), વાજીદ અલી રહેવાસી કોટા (રાજસ્થાન), મુબારિક અલી રહેવાસી કોટા (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. 19 ઓક્ટોબર, 2024ના રોજ પાંચેય આરોપી સામે ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ  વાંચો - GOOD NEWS: મંત્રીઓના પગારમાં થયો વધારો સાથે સરકારી નોકરીનો પણ પટારો ખૂલ્યો

દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માટે હુમલાઓ કરવાનો આખો માસ્ટર પ્લાન

ચાર્જશીટમાં ઘણા ઘટસ્ફોટ થયા હતા. આમાંથી સૌથી આઘાતજનક 'આતંકની લાલ ડાયરી' હતી. NIA ટીમે PFIના જયપુર કાર્યાલય પર દરોડા પાડ્યા. આ સમય દરમિયાન કોમ્પ્યુટર મળી આવ્યું. એમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ ફાઇલો મળી આવી હતી. આ બધી ફાઇલો doc (લિબ્રે ફાઇલ)ની હતી.આ ડાયરીમાં યુવાનોને આતંકવાદી બનાવવા અને દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માટે હુમલાઓ કરવાનો આખો માસ્ટર પ્લાન હતો. પાના નંબર-14માં નવા ભરતી થયેલા લોકો વિશે માહિતી હતી. આ યુવાઓનું બ્રેઇનવોશ કરીને આતંકવાદી હુમલા કરાવવા માટે તૈયાર કરવાનું હતું.

આ પણ  વાંચો - સિંગાપોરની શાળામાં આગ દુર્ઘટના, Dy. CM પવન કલ્યાણનો પુત્ર દાઝ્યો

સરકારી અધિકારીઓની યાદી મળી PFIએ લાલ ડાયરીમાં ઘણા લોકોની યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં પહેલા એવા લોકો હતા, જેમણે તેમને ટેકો આપ્યો હતો અને બીજા એવા લોકોની યાદી હતી, જેઓ તેમને ટેકો આપતા ન હતા. જે લોકોની સાથે તેમને રોજ કામ કરવું પડતું હતું તેમનાં નામ પણ લખેલાં હતાં. આ અધિકારીઓની મદદ વિવિધ રીતે લેવામાં આવી હતી, જેમ કે રેલી, સભ્ય બેઠકો, કાર્યક્રમો, પીઆર અને મીડિયાનું આયોજન કરવા માટે.

રાજસ્થાનમાં PFIનો માસ્ટરમાઇન્ડ અને તેના સાથીઓ

મોહમ્મદ આસિફ કોટામાં સલૂન ચલાવતો હતો રાજસ્થાનમાં પીએફઆઈનો માસ્ટરમાઇન્ડ આસિફ હતો. તે લાંબા સમયથી પીએફઆઈ સાથે સંકળાયેલો હતો. પીએફઆઈનો સૌથી વિશ્વસનીય સભ્ય. તે કોટાના કાંશી મોહલ્લાનો રહેવાસી છે. દુનિયાને બતાવવા માટે તે કોટામાં એક સલૂન ચલાવતો હતો. વાસ્તવમાં તે જકાતના નામે PFI માટે ફંડ એકઠું કરતો હતો.મોહમ્મદ આસિફ સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ ગ્રુપ તેમજ સ્થાનિક નેટવર્ક દ્વારા ધર્મ પ્રત્યે કટ્ટરપંથી યુવાનોને શોધતો હતો. તે તેમને પોતાની સાથે જોડીને તેમનું બ્રેઈનવોશ કરતો હતો. તે તાલીમ શિબિરમાંથી જ કટ્ટરપંથી યુવાનોને ઓળખતો અને તેમને વિવિધ કાર્યો સોંપતો.

યુવાનોને ગોધરા અને કેરળના પ્રોપગેંડા વીડિયોઝ બતાવી ઝેર ભરતા

જેમાં સાદિક સર્રાફ તાલીમ શિબિરોનું આયોજન કરે છે સાદિક તાલાબપાડા,બારાનનો રહેવાસી છે. આસિફ અને સાદિક બંને સારા મિત્રો છે. બંને પીએફઆઈ માટે સાથે કામ કરતા હતા. તે બંને સમાજના લોકો પાસેથી જકાતના નામે પૈસા ઉઘરાવતા હતા. પાછળથી એ પૈસાથી તેઓ તાલીમ શિબિરોનું આયોજન કર્યું, જ્યાં તેમણે યુવાનોને ગોધરા અને કેરળના પ્રોપગેંડા વીડિયોઝ બતાવી તેમના મનમાં ઝેર ભરતા હતા.

2047 સુધીમાં ભારતમાં ઇસ્લામિક શાસન

તાલીમનો બીજો ભાગ, એટલે કે કુહાડી-2,તલવાર,છરી અથવા અન્ય હથિયારનો ઉપયોગ કરવાની અને વ્યક્તિના માથા,છાતી, ખભા અને અન્ય સંવેદનશીલ ભાગો પર હુમલો કરવાની તકનીકો શીખવે છે. આ પ્રકારની તાલીમ આપવાનો ઉદ્દેશ્ય PFI કેડરોને ભારત સરકાર, હિન્દુ સંગઠનો અને અન્ય ધાર્મિક સંગઠનો સામે લડવા માટે તાલીમ આપવાનો છે, જેથી 2047 સુધીમાં ભારતમાં મુસ્લિમ શાસન સ્થાપિત થઈ શકે. તપાસ દરમિયાન, PFI સભ્યો માટે જયપુર, કોટા, સવાઈ માધોપુર, ભીલવાડા, બુંદી સહિત ઘણા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.

ચાર્જશીટમાં થયા  મોટા ખુલાસા

આ દરમિયાન છરીઓ, એરગન, કુહાડીઓ, વાંધાજનક ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આને તપાસ માટે CFSL (નવી દિલ્હી) મોકલવામાં આવ્યા હતા. ચાર્જશીટ મુજબ, પીએફઆઈ દ્વારા પંજાબ નેશનલ બેંક, જયપુરમાં ખોલવામાં આવેલા બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી હતી. એવું બહાર આવ્યું હતું કે વર્ષ 2011 થી 2022 દરમિયાન 2,98,47,916.99 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, જેમાંથી 2,96,12,429.50 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે આ કરોડો રૂપિયા દેશના નિર્દોષ મુસ્લિમો પાસેથી જકાતના નામે વસૂલવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા,તાલીમ શિબિરો ચલાવવા અને પસંદગીના લોકોને નિશાન બનાવવા માટે થતો હતો.

Tags :
Advertisement

.

×