Patna : 'સર્ટિફિકેટમાં શ્વાનનો ફોટો...', બિહારના ડોગ બાબુના રહેઠાણનું પ્રમાણપત્ર થયું વાયરલ
- બિહારની સરકારી ઓફિસમાં જોવા મળી બેદરકારી
- સરકારી ઓફિસમાંથી શ્વાનનું રહેણાક પ્રમાણપત્ર
- પ્રમાણપત્રમાં શ્વાનના માતાપિતાનું નામ પણ દર્શાવેલ
Patna dog residential certificate : બોલો... આવી ભૂલ તો બિહારમાં જ જોવા મળે. સરકારી ઓફિસમાંથી શ્વાનનું રહેણાક પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં શ્વાનના (Patna dog residential certificate)માતાપિતાનું નામ પણ દર્શાવેલ છે. સાથે પ્રમાણપત્ર જારી કર્યા તારીખ પણ દર્શાવેલી છે. આને શું કહેવાય.... ભૂલ કે પછી સરકારી કર્મચારીની બેદરકારી.
કૂતરાનું રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું
જણાવી દઈએ કે, મસૌરી ઝોન ઓફિસ તરફથી કૂતરાનું રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. આ અંગેના સમાચાર વિવિધ પોર્ટલ અને વેબસાઇટ્સ પર પ્રસારિત થઈ રહ્યા છે. વાયરલ થયેલા સમાચાર મુજબ પ્રમાણપત્ર નંબરના આધારે જ્યારે RTPS વેબસાઇટ ઉપરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં આવ્યું જે કૂતરાના નામે જારી કરવામાં આવ્યું છે.
कुत्ता दिखा रहा निवास प्रमाण पत्र
कोई प्रमाण पत्र न दे पाए इंसान
यह है मेरा भारत महानक्या मुख्य चुनाव आयुक्त महोदय
कहां गांजा फूंक सोए हो जनाब?
आधार नहीं कुत्ते ने लाया है
आवासीय सर्टिफिकेट
क्या इसे अब मिलेगा वोट का अधिकार pic.twitter.com/LHzxH2lAXe— Pappu Yadav (@pappuyadavjapl) July 27, 2025
આ પણ વાંચો -OPERATION SINDOOR રોકવા અંગે રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું, 'લક્ષ્ય પ્રાપ્ત કર્યા, પછી...'
પટના જિલ્લાના રહેવાસી એવો ઉલ્લેખ
આ પ્રમાણપત્ર પર સબડિવિઝન, ઝોન સાથે અરજી નંબર દર્શાવવામાં આવ્યો છે. જારી કરવાની તારીખ 24 જુલાઈ દર્શાવવામાં આવી છે. આ પ્રમાણપત્રમાં લખ્યું છે કે, પ્રમાણિત કરવામાં આવે છે કે, ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી, ગ્રામ/મોહલ્લા-કાઉલીચક, વોર્ડ નંબર 15, પોસ્ટ ઓફિસ-મસૌરી પિનકોડ, પોલીસ સ્ટેશન, બ્લોક, સબડિવિઝન મસૌરી બિહાર રાજ્યના પટના જિલ્લાના રહેવાસી એવો ઉલ્લેખ કરેલો છે.
આ પણ વાંચો -કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી SHASHI THAROOR નું પત્તુ કપાયું, સાંસદે 'મૌનવ્રત' નું રટણ કર્યું
દસ્તાવેજો દિલ્હીની એક મહિલાના નામે છે.
પ્રમાણપત્ર પર કૂતરાનો ફોટો પણ છે. પ્રમાણપત્ર નંબર BRCCO/2025/15933581 તરીકે નોંધાયેલ છે. એવું કહેવાય છે કે આ પ્રમાણપત્ર બનાવવામાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો દિલ્હીની એક મહિલાના નામે છે. જોકે, Gujarat First આ વાતની પુષ્ટિ કરતું નથી.


