બિહારને ઉડાવવાનું કાવતરું નિષ્ફળ! 7 જીવતા બોમ્બ મળી આવતા પોલીસ દોડતી થઇ
- બિહારમાંથી 7 જીવતા બોમ્બ મળી આવ્યા
- સ્થાનિક લોકોમાં બોમ્બ મળ્યા બાદ ભારે ડરનો માહોલ
- પોલીસ દ્વારા કરાઇ રહી છે સમગ્ર મામલે તપાસ
નવી દિલ્હી : બિહારના વૈશાલી જિલ્લાના મહનાર પ્રખંડમાં 7 જીવતા બોમ્બ મળવાના કારણે વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ છે. પોલીસે બોમ્બ નિરોધક જુથની મદદથી તમામ બોમ્બને નિષ્ક્રિય કરી દીધા છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
બિહારના વૈશાલીમાં સનસનીખેજ મામલો
બિહારના વૈશાલી જિલ્લામાં સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં જિલ્લાના મહનાર પ્રખંડ ખાતે કરનૌતી પંચાયતમાં એક મોટી ઘટના સામે આવી. અહીં આ સ્થળે 7 જીવતા બોમ્બ મળ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. હવે આ ઘટનાની માહિતી નજીકના પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હવે તપાસ બાદ જ સત્ય સામે આવશે.
આ પણ વાંચો : એવા દેશ કે જ્યાં સમલૈંગિકોને મળી છે એવી સજા જે સાંભળીને તમારો આત્મા થથરી જશે
ક્યાંથી આવ્યો બોમ્બ
શેખપુરા કરનૌતી વિસ્તારમાં સ્થાનિક લોકોએ 7 બોમ્બ મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી. ઘટનાની માહિતી સ્થાનિક લોકોને તુરંત જ પોલીસને આપી. ત્યાર બાદ સ્થાનીક પોલીસે તપાસમાં જોડાયેલી છે. સ્થાનીક પોલીસ તંત્ર તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા. ત્યાર બાદ પોલીસે મામલે તપાસ કરી રહી છે. સૌથી મોટો સવાલ જે ઉઠી રહ્યો છે તે આખરે આ વિસ્તારમાં જીવતો બોમ્બ કઇ રીતે આવ્યો અને તેનું કારણ શું હતું?
બોમ્બ વિરોધી દસ્તાની મદદ લેવાઇ
ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખતા તત્કાલ કાર્યવાહી કરી અને બોમ્બ વિરોધી દસ્તાની મદદથી તમામ બોમ્બને સફળતાપુર્વક નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ બોમ્બ કબ્જામાં લઇને આગળની તપાસ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા. પોલીસે આ મામલે ગહન તપાસ કરી રહી છે આખરે આ બમ્બ ત્યાં કઇ રીતે પહોંચ્યો અને કોણે મુક્યો.
આ પણ વાંચો : ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં
સ્થાનિક લોકોમાં ડરનો માહોલ
આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ડરો માહોલ છે. બીજી તરફ સ્થાનિક તંત્રના લોકોને વિશ્વાસ છે કે, તેમની સુરક્ષા માટે તમામ પ્રકારની જરૂરિયા પગલા ઉઠાવાઇ રહી છે. પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ પર નજર રખાઇ રહી છે. જો કે હજી પણ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ સ્થાન પર બોમ્બ કઇ રીતે આવ્યો અને કોણે મુક્યો. પોલીસે અનેક પાસા પર તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને મળી કાયદાકીય માન્યતા, આજથી અમલવારી શરૂ


