Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Kisan Samman Nidhiનો 20મો હપ્તો જાહેર, જૂઓ પૈસા જમા થયા કે નહીં?

ઉત્તરપ્રદેશના વારાણસીમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી પીએમ મોદીએ એક બટન દબાવીને રૂ. 20,500 કરોડથી વધુની રકમ દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી.
pm kisan samman nidhiનો 20મો હપ્તો જાહેર  જૂઓ પૈસા જમા થયા કે નહીં
Advertisement
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર
  • વારાણસીથી PM નરેન્દ્ર મોદીએ કરી 20માં હપ્તાની જાહેરાત
  • 1.75 લાખ કરોડની ખાતર સબસિડી પણ જમા કરાવાઈ
  • 21મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે થઈ શકે છે જમા

ઉત્તરપ્રદેશ: દેશના કરોડો ખેડૂતો માટે રાહતનો દિવસ આવી ગયો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની લાંબા સમયથી ચાલતી પ્રતીક્ષા હવે પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 2 ઓગસ્ટના રોજ વારાણસીથી આ યોજના હેઠળ 20મા હપ્તાના રૂ. 2000 સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. આ વખતે ખેડૂતોને આ હપ્તા માટે અપેક્ષા કરતાં થોડી વધુ રાહ જોવી પડી હતી, કારણ કે પૈસા જૂન મહિનામાં આવશે તેવું અનુમાન હતું.

વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી પીએમ મોદીએ એક બટન દબાવીને રૂ. 20,500 કરોડથી વધુની રકમ દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી.

Advertisement

આ પ્રસંગે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બિહારમાં હતા, જ્યાં 'કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી આ કાર્યક્રમનું મહત્વ વધારે હતું. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, "પીએમ કિસાન યોજના ખેડૂતોની આવક વધારવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે." તેમણે વધુમાં માહિતી આપી કે આ ઉપરાંત, ખેડૂતોને રૂ. 1.75 લાખ કરોડની ખાતર સબસિડી પણ સીધી તેમના ખાતામાં મોકલવામાં આવી છે.

Advertisement

જો પૈસા મળ્યા ન હોય તો....

જો કોઈ ખેડૂતને 20મા હપ્તાના પૈસા ન મળ્યા હોય, તો તેમણે ગભરાવું નહીં. આ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155261 પર સંપર્ક કરી શકો છો અથવા નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ની મુલાકાત લઈ શકો છો. આ સિવાય, યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ પણ ચકાસી શકાય છે.

આગામી હપતો નવેમ્બરમાં આવી શકે

હવે ખેડૂતોના મનમાં આગામી, 21મા હપ્તા વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે. પીએમ કિસાન યોજના મુજબ, 21મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આવી શકે છે. દિવાળીનો તહેવાર ઓક્ટોબર મહિનામાં આવતો હોવાથી, આશંકા છે કે આ હપ્તો ઓક્ટોબરના અંતમાં જારી કરવામાં આવશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો:  'ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે', ટ્રમ્પની 'ડેડ ઇકોનોમી' ટિપ્પણી પછી PM મોદીનું નિવેદન

Tags :
Advertisement

.

×