PM મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું - 'નહેરુના પત્રો પરત કરો'
- નેહરૂ મેમોરિયલના સભ્યનો રાહુલ ગાંધીને પત્ર
- સોનિયા ગાંધી પાસેથી નેહરૂના પત્રો આપવા માગ
- ઈતિહાસકાર રિઝવાન કાદરીની રાહુલ ગાંધીને વિનંતી
- પત્ર અથવા તેની ડિજિટલ કોપી આપોઃ રિઝવાન કાદરી
- ઐતિહાસિક વારસાનું જતન જરૂરીઃ રિઝવાન કાદરી
- 'સંશોધન અને ઐતિહાસિક અભ્યાસ માટે જરૂરી'
પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) એ 2008માં UPA શાસન દરમિયાન ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલા અંગત પત્રો પરત કરવા માટે સોનિયા ગાંધી (Sonia Gandhi) ને ઔપચારિક વિનંતી કરી છે. 10 ડિસેમ્બરના રોજ, PMML ના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને પત્ર લખી સોનિયા ગાંધી પાસેથી આ પત્રો પાછા લેવા અથવા તેમની ફોટોકોપી/ડિજિટલ કોપી મેળવવાની વિનંતી કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં પણ સોનિયા ગાંધીને આ પ્રકારની વિનંતી કરવામાં આવી હતી.
સોનિયાને 51 બોક્સમાં પત્રો મોકલવામાં આવ્યા હતા
2008 માં, UPA શાસન દરમિયાન, 51 બોક્સમાં પેક કરેલા નેહરુના અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. નેહરુએ આ પત્રો એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા. PMMLના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો.
ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા કહેવાયું
PMML માને છે કે આ ઐતિહાસિક મહત્વના દસ્તાવેજો છે અને તેની પહોંચ જરૂરી છે. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'One Nation, One Election' બિલમાં વિલંબ! લોકસભામાં આજે રજૂ નહીં થાય