PM Modi Bihar Visit: બધાએ લૂંટવાનું જ કામ કર્યું', બિહાર ચૂંટણી પહેલા PM મોદીના કોંગ્રેસ-RJD પર પ્રહાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા બિહારના પ્રવાસે
- PM મોદીએ મોતિહારીમાં કોંગ્રેસ અને RJD પર કર્યા પ્રહાર
- પીએમ મોદીએ 7 હજાર કરોડના ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો
- બિહારમાં લખપતિ દીદીની સંખ્યા વધી-PM મોદી
PM Modi Bihar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા (Bihar Election)બિહારના પ્રવાસે છે. PM મોદીએ મોતિહારીમાં (Narendra modi)જનતાને સંબોધતા કોંગ્રેસ અને RJDની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેમને હંમેશા બિહારને લૂંટવાનું જ કામ કર્યું હતું, આ લોકો બિહાર સાથે બદલો લેતા હતા. પીએમ મોદીએ 7 હજાર કરોડ રૂપિયા કરતા વધુની પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પટણાને પૂણેની જેમ અને ગયાને ગુરૂગ્રામ જેવું બનાવીશું.
PM મોદીએ બિહારમાં 7 હજાર કરોડ રૂપિયાની યોજનાનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા કહ્યું, "આ ધરતી ચંપારણની ધરતી છે. આ ધરતીએ ઇતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનની આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી. હવે આ ધરતીની પ્રેરણા બિહારનું નવું ભવિષ્ય પણ બનાવશે. આજે અહીંથી 7 હજાર કરોડ રૂપિયા કરતા વધુની પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ થયો છે. હું તમામ બિહારવાસીઓને આ વિકાસ પરિયોજનાઓની શુભકામના પાઠવું છું.
આ પણ વાંચો -Meta ના ઓટો ટ્રાન્સલેશનમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને મૃત ઘોષિત કરાતા વિવાદ
આંદોલનની ધરતી છે બિહાર- PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "બિહારની ધરતી આંદોલનની ધરતી છે. હવે આ ધરતી બિહારને વિકાસની નવી દિશા બતાવશે. રાજ્યના ચહુંમુખી વિકાસ માટે NDA સરકાર પ્રતિબદ્ધ છે. કોંગ્રેસ-RJDની સરકારે હંમેશા બિહારને લૂંટવાનું કામ કર્યું હતું. 2014 બાદ તમે કેન્દ્રમાં મને સેવાની તક આપી, અમે બદલો લેનારી રાજનીતિને સમાપ્ત કરી દીધી. આજની પેઢીએ આ જાણવું જરૂરી છે કે બે દાયકા પહેલા બિહારના હકના પૈસા કેવી રીતે લૂંટવામાં આવ્યા.
"We must protect Bihar from Congress, RJD's malicious intentions ": PM Modi targets Oppn in poll-bound State
Read @ANI story | https://t.co/pv19tKSC72#NarendraModi #RJD #Bihar #Congress pic.twitter.com/uFjqrcCTZT
— ANI Digital (@ani_digital) July 18, 2025
બિહારમાં લખપતિ દીદીની સંખ્યા વધી-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે દેશ અને બિહારમાં લખપતિ દીદીની જનસંખ્યા સતત વધી રહી છે. દેશમાં અમે 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધી 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ચુકી છે...આપણા બિહારમાં 20 લાખ કરતા વધુ લખપતિ દીદી બની છે.
PM મોદીના કોંગ્રેસ-RJD પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "RJD અને કોંગ્રેસના રાજમાં ગરીબને આવા પાક્કા ઘર મળવા અશક્ય હતા. જે લોકોના રાજમાં લોકો પોતાના ઘરને રંગવાતા પણ નહતા,તે ડરતા હતા કે જો ઘરનું કલર કામ થયું તો ખબર નહીં ક્યારે મકાન માલિકને ઉઠાવી લેવામાં આવશે.


