ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai બોટ દુર્ઘટનામાં 13 નાં મોત, રાષ્ટ્રપતિ અને PM એ શોક વ્યક્ત કર્યો...

રાષ્ટ્રપતિ અને PM એ મુંબઈ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે વળતરની જાહેરાત કરી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત બુધવારે મુંબઈ (Mumbai)ના દરિયાકાંઠે નૌકાદળની સ્પીડ બોટ એક યાટ સાથે અથડાતાં 13 લોકોના મોત થયા...
11:21 PM Dec 18, 2024 IST | Dhruv Parmar
રાષ્ટ્રપતિ અને PM એ મુંબઈ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે વળતરની જાહેરાત કરી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત બુધવારે મુંબઈ (Mumbai)ના દરિયાકાંઠે નૌકાદળની સ્પીડ બોટ એક યાટ સાથે અથડાતાં 13 લોકોના મોત થયા...
  1. રાષ્ટ્રપતિ અને PM એ મુંબઈ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
  2. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે વળતરની જાહેરાત કરી
  3. મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

બુધવારે મુંબઈ (Mumbai)ના દરિયાકાંઠે નૌકાદળની સ્પીડ બોટ એક યાટ સાથે અથડાતાં 13 લોકોના મોત થયા હતા જ્યારે 101 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. PM એ મુંબઈ (Mumbai)માં બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારજનોને PM રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મૂએ શોક વ્યક્ત કર્યો...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું મારી સંવેદના એ લોકોના પરિવારો સાથે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હું બચાવ અને રાહત કામગીરીની ઝડપી સફળતા અને બચી ગયેલા લોકોની ઝડપથી પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરું છું.

ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના : PM

PM કાર્યાલય વતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી વખતે લખ્યું હતું કે “મુંબઈ (Mumbai)માં બોટ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”

આ પણ વાંચો : One Nation One Election : પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો સાથે JPC ની રચના

CM દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો...

દરમિયાન, CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છું. અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ.” મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ (Mumbai) બોટ દુર્ઘટના વિશે માહિતી આપી હતી જેમાં 10 નાગરિકો અને ત્રણ નેવીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. નેવીને ટાંકીને તેમણે કહ્યું કે, સાંજે 7.30 વાગ્યા સુધી આ ઘટનામાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ફડણવીસે કહ્યું કે, આ ઘટનાનો કથિત વીડિયો પણ સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Mumbai Boat Accident : બોટ માલિકના ગંભીર આરોપો, નૌકાદળની લાપરવાહી..., શું દુર્ઘટના ટાળી શકાત?

મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત...

CM એ કહ્યું કે, પરિસ્થિતિની ગંભીરતાને જોતા નેવી, કોસ્ટ ગાર્ડ અને મુંબઈ (Mumbai) પોલીસે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું. આ બચાવ અભિયાનમાં 11 નેવી ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. શોધ હજુ ચાલુ છે. તેથી આવતીકાલ સુધીમાં વિગતવાર માહિતી મળી જશે. મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઘટનાની તપાસ નેવી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. નૌકાદળના વાઇસ એડમિરલ સંજય જગજીત સિંહના જણાવ્યા અનુસાર, નેવીના ડોક્ટરોએ 7.30 વાગ્યા સુધીમાં 13 લોકોને મૃત જાહેર કર્યા છે. જેમાં 3 નેવી જવાનો અને 10 નાગરિકોનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોને નેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : NSA અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે બેઠક, જાણો શું થઇ ચર્ચા...

Tags :
Boat Accidentboat accident MumbaiGujarati NewsIndiaModi expressed griefModi's griefMumbai boat accidentNationalpm modiPM Modi expressed grief
Next Article