ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત

Axiom-4 Mission : શુભાંશુ શુક્લા હાલમાં અંતરિક્ષમાં આવેલા ISS પર છે અને ત્યાં ભારતની હાજરીનું પ્રતીક બનીને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
07:05 PM Jun 28, 2025 IST | Hiren Dave
Axiom-4 Mission : શુભાંશુ શુક્લા હાલમાં અંતરિક્ષમાં આવેલા ISS પર છે અને ત્યાં ભારતની હાજરીનું પ્રતીક બનીને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
PM Modi speaks to Astronaut Shubhanshu Shukla

PM Modi speaks to Astronaut Shubhanshu Shukla: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi ) શનિવારે (28 જૂન) ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. ભારતીય વાયુસેના (IAF) અધિકારી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. Axiom-4 Missionના ભાગરૂપે તેમની યાત્રાને ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક મુખ્ય લક્ષ્યાંક ગણાવાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આપી જાણકારી

વડાપ્રધાન મોદીએ વીડિયો કોલના માધ્યમથી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરતા તેમના સાહસ અને યોગદાનની સરાહના કરી છે. વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 3 અન્ય સ્પેસ મુસાફરોની સાથે 25 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં સવાર થઈને આઈએસએસ માટે રવાના થયા હતા. આ મિશન એક્સિઓમ-4નો ભાગ છે.  #OperationSindoorCup

આ પણ  વાંચો -Delhi NCR માં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી!

વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ

રાકેશ શર્મા બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 41 વર્ષથી વધારે સમયમાં અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય અંતરિક્ષ મુસાફર બન્યા છે. જે દેશ માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન છે. એક્સિઓમ-4ના સફળ લોન્ચિંગ બાદ વડાપ્રધાન મોદીએ મિશન પાયલટ શુભાંશુ શુક્લા અને અન્ય સભ્યોને શુભેચ્છા આપી અને સફળતાની કામના કરી હતી. વડાપ્રધાને આ વાત પર ભાર મુક્યો કે શુભાંશુ જે આઈએસએસ પર જનારા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બનવા જઈ રહ્યા હતા, તે પોતાની સાથે 140 કરોડ ભારતીયોની ઈચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ લઈને આવ્યા હતા.

Axiom-4 મિશન નાસા અને ઈસરોનો સફળ સહયોગ

એક્સિઓમ-4 મિશનના ડ્રેગન અંતરિક્ષ યાને ગુરૂવારે સફળતાપૂર્વક ડોકિંગ પૂર્ણ કરી, જેનાથી સ્પેસ સ્ટેશન પર તેના પાયલોટની 2 અઠવાડિયાના પ્રવાસની સત્તાવાર શરૂઆત થઈ. શુભાંશુ શુક્લા ISS પર કરવામાં આવનારા 60 પ્રયોગમાંથી 7નું નેતૃત્વ કરશે. Axiom-4 મિશન નાસા અને ISROની વચ્ચે સફળ સહયોગનું પ્રતિક છે. જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી દ્વારા અંતરિક્ષ સ્ટેશન પર પ્રથમ ભારતીય અંતરિક્ષ મુસાફરને મોકલવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે.

Tags :
#OperationSindoorCupGujarat FirstInternational Space Stationpm modiShubhanshu Shukla
Next Article