Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : DU ની નવી કોલેજ સાવરકરના નામે બનશે, PM મોદી કરશે શિલાન્યાસ!

વીર સાવરકરના નામે નવી કોલેજનું નિર્માણ 140 કરોડના ખર્ચની યોજના PM મોદી કરશે શિલાન્યાસ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના નામ પર એક નવી કોલેજ ટૂંક સમયમાં સ્થપાય તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે ભારતના...
delhi   du ની નવી કોલેજ સાવરકરના નામે બનશે  pm મોદી કરશે શિલાન્યાસ
Advertisement
  • વીર સાવરકરના નામે નવી કોલેજનું નિર્માણ
  • 140 કરોડના ખર્ચની યોજના
  • PM મોદી કરશે શિલાન્યાસ

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના નામ પર એક નવી કોલેજ ટૂંક સમયમાં સ્થપાય તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે ભારતના PM નરેન્દ્ર મોદી પોતે 3 જી જાન્યુઆરીએ આ કોલેજનો શિલાન્યાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી (Delhi) યુનિવર્સિટી (DU)ના બે નવા કેમ્પસ પૂર્વ અને પશ્ચિમ દિલ્હી (Delhi)માં બનાવવામાં આવનાર છે. આ સાથે વીર સાવરકરના નામ પર રાખવામાં આવેલી કોલેજનો શિલાન્યાસ થવાની પણ સંભાવના છે.

140 કરોડનો અંદાજિત ખર્ચ...

વીર સાવરકરના નામે નવી કોલેજની માહિતી દિલ્હી (Delhi) યુનિવર્સિટીના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ વર્ષ 2021 માં દિલ્હી (Delhi) યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે નજફગઢમાં અંદાજિત 140 કરોડ રૂપિયાના ખર્ચે સાવરકર કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. DU ના સૂત્રોએ જણાવ્યું છે કે PM મોદીને કોલેજના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંબંધમાં PM કાર્યાલય (PMO) તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો : PM Modi અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલશે, મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરૂ

Advertisement

પૂર્વ અને પશ્ચિમ કેમ્પસ ક્યાં બાંધવામાં આવશે?

દિલ્હી (Delhi) યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસની સ્થાપના સૂરજમલ વિહારમાં પ્રસ્તાવિત છે અને તેનો અંદાજિત ખર્ચ 373 કરોડ રૂપિયા હશે. સાથે જ દ્વારકામાં યુનિવર્સિટીનું વેસ્ટર્ન કેમ્પસ સ્થપાશે.

આ પણ વાંચો : ઇતિહાસ: 1 જાન્યુઆરીના દિવસે તુટી પડ્યું એર ઇન્ડિયાનું પ્લેન, તમામ 213 લોકોનાં મોત

આ નામોની દરખાસ્ત પણ...

દિલ્હી (Delhi) યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વર્ષ 2021 માં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર કોલેજના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ સિવાય DU ના કુલપતિને બે પ્રસ્તાવિત કોલેજો માટે નામ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નામોની યાદીમાં સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી અને સાવિત્રીબાઈ ફુલે જેવા નામો સામેલ હતા.

આ પણ વાંચો : પત્ની સાથે ઝઘડો થતા યુવકે કૂવામાં ઝંપલાવ્યુ, બચાવવા જતા 5 લોકોએ જીવ ગુમાવ્યા

Tags :
Advertisement

.

×