Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ યાત્રાથી દેશ પરત ફર્યા PM MODI

PM MODI એ યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરી  યાત્રા પૂરી કરી દેશ પરત ફર્યા વડાપ્રધાન મોદી PM MODI એ યુક્રેન અને પોલેન્ડ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી PM MODI એ યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ...
યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ યાત્રાથી દેશ પરત ફર્યા pm modi
Advertisement
  • PM MODI એ યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરી
  •  યાત્રા પૂરી કરી દેશ પરત ફર્યા વડાપ્રધાન મોદી
  • PM MODI એ યુક્રેન અને પોલેન્ડ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી

PM MODI એ યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ યુક્રેન અને પોલેન્ડ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. હવે વડાપ્રધાન મોદી  પોતાની આ મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ કરીને દેશમાં પાછા ફર્યા છે.

યુક્રેનના યુદ્ધમાં ભારતની ભૂમિકા

Advertisement

 વડાપ્રધાન મોદીની યુક્રેન અને પોલેન્ડની મુલાકાત ખૂબ જ જરૂરી રહી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ભારત રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને અંત આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી, યુદ્ધ સમાપ્ત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઝેલેન્સ્કીએ ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધો મજબૂત કરવા માટે વિશેષ રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે, યુક્રેનની કંપનીઓ ભારત સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે અને તે મેડ-ઈન-ઈન્ડિયા ઉત્પાદનો ખરીદવાની પણ ઇચ્છા ધરાવે છે. ઉપરાંત, તેઓએ ભારતીય કંપનીઓને યુક્રેનમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે.'

Advertisement

PM MODI એ આપ્યું આમંત્રણ

પીએમ મોદીએ તેમના યુક્રેન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભારત મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. ઝેલેન્સ્કીએ આ આમંત્રણને સ્વીકારીને ભારત જવાની ભાવના વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, "ભારતનો દેશ મહાન છે, અને હું તેના વિશે વધુ જાણવાની ઉત્સુકતા ધરાવું છું."

આ પણ વાંચો : Amritsar: હુમલાખોરોને બાળકો હાથ જોડી કરગરતા રહ્યા પણ...જુઓ Video

Tags :
Advertisement

.

×