PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહીં’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત સાથે પ્રથમ પૉડકાસ્ટ કર્યો હતો. પૉડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ માણસ છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે.
પીએમ મોદીએ યુવાનોને સંદેશ આપતા કહ્યું કે રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહી. રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઇએ. પીએમ મોદીએ દુનિયાના તમામ દેશોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મારા માટે આ પહેલો પૉડકાસ્ટ ઇન્ટરવ્યું છે.
પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીને જ્યારે પહેલી અને બીજી ટર્મ વચ્ચેના અંતર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો. જો કોઇ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશો? આ પ્રશ્નના જવાબ પર પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં મિશન લઇને આવો.
PM મોદીએ જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો
બીજી તરફ પીએમ મોદીએ ગુરુવારે 10 હજાર નાગરિકોના જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો. તેમણે કહ્યું કે બાયોટેક્નોલોજી સંશોધન ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત જીનોમિક્સ ડેટા સંમેલનમાં પીએમ મોદીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, મને ખુશી છે કે દેશના 20થી વધુ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂશને તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટનો ડેટા 10 હજાર ભારતીયોના જીનોમ સિક્વન્સિંગ હવે ઇન્ડીયા બાયોલોજિકલ ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.
રિસર્ચની દુનિયામાં ઐતિહાસિક પગલું
પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બાયો-ટેક્નોલોજી રિસર્ચના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આઇઆઇટી, વૈજ્ઞાનિક, સીએસઆઇઆર અને બાયો-ટેક્નોલોજી રિસર્ચ એન્ડનવીનતા કેન્દ્ર ઇનોવેશન સેન્ટર જેવા 20થી વધુ પ્રસિદ્ધ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂશને આ શોધમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આજે દેશે રિસર્ચની દુનિયામાં ખૂબ ઐતિહાસિક પગલું ભર્યું છે. પાંચ વર્ષ પહેલાં જીનોમ ઇન્ડીયા પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. આ દરમિયાન કોવિડના પડકાર છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનતથી તેને પુરો કર્યો છે. આ ડેટાબેસમાં દુનિયાના અસાધારણ આનુવંશિક લેન્ડસ્કેપ આવરી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘રૂપિયા તો ગુજ્જુઓ પાસે છે’, ઝેરોધાના નિખિલ કામથે આવું કેમ કહ્યું?


