PM Modi શ્રી નારાયણ ગુરુ- મહાત્મા ગાંધી સંવાદ શતાબ્દી સમારોહનું કરશે ઉદ્ઘાટન
- શ્રી નારાયણ ગુરૂ - મહાત્મા ગાંધી વચ્ચે થયેલા ઐતિહાસિક સંવાદનો શતાબ્દી સમારોહ
- વિજ્ઞાન ભવનમાં PM મોદી કરાવશે મહોત્સવનો શુભારંભ
- વર્ષ 2015માં વડાપ્રધાને કેરળ સ્થિત શ્રી નારાયણ ગુરુના આશ્રમની મુલાકાત લીધી હતી
PM Modi : આજે મંગળવારે શ્રી નારાયણ ગુરુ (Shri Narayan Guru) અને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહનો પ્રારંભ થવાનો છે. આ કાર્યક્રમ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કરવાના છે. વડાપ્રધાન આ પ્રંસગે સંબોધન પણ કરવાના છે. આ સમારોહ વર્ષ 1925માં મહાત્મા ગાંધીની કેરળના શિવગિરી મઠની મુલાકાત દરમિયાન થ શ્રી નારાયણ ગુરુ સાથે થયેલ ઐતિહાસિક વાતચીતના 100 વર્ષ પૂર્ણ થયાના માનમાં ઉજવાઈ રહ્યો છે. મહાત્મા ગાંધીજી અને શ્રી નારાયણ ગુરુ વચ્ચે થયેલ વાતચીતમાં વૈકમ સત્યાગ્રહ, ધાર્મિક પરિવર્તન, અહિંસા, અસ્પૃશ્યતા નાબૂદી, મુક્તિની પ્રાપ્તિ અને સમાજના વંચિત વર્ગના ઉત્થાન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
ઐતિહાસિક સંવાદ
શ્રી નારાયણ ધર્મ સંગમ ટ્રસ્ટ (Sri Narayana Dharma Sangam Trust) દ્વારા આયોજિત આ કાર્યક્રમ આધ્યાત્મિક નેતાઓ અને અન્ય લોકોને આ સ્વપ્નદ્રષ્ટા સંવાદને યાદ કરવા અને તેનું સન્માન કરવા માટેની તક પૂરી પાડશે. આ ઐતિહાસિક સંવાદ આજે પણ દેશના સામાજિક અને નૈતિક માળખાને મજબૂત કરવા સક્ષમ છે. આ સમગ્ર સમારોહ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરાયેલા સામાજિક ન્યાય, એકતા અને આધ્યાત્મિક સુમેળના સહિયારા દ્રષ્ટિકોણનું એક શક્તિશાળી પ્રતીક છે.
આ પણ વાંચોઃ TB Mukt Bharat Abhiyan : ભારતમાંથી TB ને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન
વડાપ્રધાનની સૂચક મુલાકાત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવગિરિ મઠની મુલાકાત લીધી હતી. સંત નારાયણ ગુરુ 20મી સદીના મહાન સંત અને સમાજ સુધારક ગણાય છે. તેમણે આ આધ્યાત્મિક કેન્દ્ર એવા શિવગિરિ મઠ (Shivagiri Math) ની સ્થાપના કરી હતી. વડાપ્રધાને પોતાની શિવગિરિ મઠની મુલાકાત દરમિયાન શ્રી નારાયણ ગુરુને તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગુરુના અંતિમ વિશ્રામ સ્થાન 'મહા સમાધિ મંડપમ'માં પૂજા-અર્ચના પણ કરી હતી. અહીં વડાપ્રધાને કહ્યું હતું કે, હિન્દુ ધર્મમાં, જ્યારે પણ સમાજમાં દુષ્ટતા વધે છે, ત્યારે તેને બચાવવા માટે મહાન લોકોનો જન્મ થાય છે. શ્રી નારાયણ ગુરુએ લોકોને જાગૃત કર્યા અને અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષ્ટતાઓ સામે તેમને એક કર્યા હતા.
આ પણ વાંચોઃ Delhi Rain: દિલ્હીમાં ચોમાસુ પહોંચવાની તૈયારીમાં, યલો એલર્ટ જાહેર