PM Modi આજે જાપાન પ્રવાસે જશે, 15 મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં હાજરી આપશે
- આજે PM Modi જાપાન પ્રવાસે જશે
- 15 મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં હાજરી આપશે
- વડાપ્રધાન મોદીની આ 8મી જાપાન મુલાકાત હશે
Delhi : આજે PM Modi 15 મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં હાજરી આપવા માટે જાપાન જશે. વડાપ્રધાન મોદી 29-30 ઓગસ્ટ એમ 2 દિવસ જાપાન રોકાશે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા (Shigeru Ishiba) સાથે વડાપ્રધાન શિખર બેઠકમાં મુલાકાત લેશે. આ શિખર બેઠકમાં વડાપ્રધાન જાપાન સાથે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે.
PM Modi કરશે અગત્યની ચર્ચા
વડાપ્રધાન મોદી આજે જાપાનના 2 દિવસીય પ્રવાસે જશે. જેમાં તેઓ 15 મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાનની આ મુલાકાત સૂચક છે કારણ કે, આ મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરશે. જેમાં સંરક્ષણ, સુરક્ષા, અર્થતંત્ર, ટેકનોલોજી વગેરે વિષયોનો સમાવેશ થશે. તેથી જ વડાપ્રધાન મોદીની આ જાપાન મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે.
PM Modi Gujarat First-28-08-2025-
આ પણ વાંચોઃ Mohan Bhagwat : 'દબાણમાં રહીને વેપાર કરવો તે યોગ્ય નહીં'
વિદેશ મંત્રાલયે કરી જાહેરાત
વડાપ્રધાન મોદી 29-30 ઓગસ્ટ જાપાનના પ્રવાસે છે. તેઓ આજે ભારતથી જાપાન જવા રવાના થશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ વિશે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે પ્રાદેશિ અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ખાસ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, અર્થતંત્ર, ટેકનોલોજી વગેરે ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવાશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનની મુલાકાત પણ લેશે.
PM Narendra Modi : Japan અને China ની મુલાકાતે જશે
પ્રવાસ અંગે Japan માં ભારતના રાજદૂતનું નિવેદન
'ભૂ-રાજકીય મુદ્દાઓ પર બંને દેશ વચ્ચે થશે ચર્ચાઓ'
ક્વાડનો એજન્ડા ઠોસ અને સકારાત્મકઃ Sibi George #PMModi #ModiForeignVisit #IndiaJapanRelations #IndiaChinaRelations #GlobalPolitics… pic.twitter.com/agBh7zro3U— Gujarat First (@GujaratFirst) August 28, 2025
PM Modi Gujarat First-28-08-2025--
આ પણ વાંચોઃ Himachal Flood :મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા, 6 લેન હાઇવે 'લુપ્ત'
Prime Minister @narendramodi to embark on a visit to Japan today to participate in the 15th India-Japan Annual Summit
This will be Prime Minister Modi’s eighth visit to Japan, and the first Summit with his counterpart, #ShigeruIshiba.#IndiaJapanRelations #PMModiInJapan pic.twitter.com/YsnovqAqp9
— All India Radio News (@airnewsalerts) August 28, 2025


