Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોદી અને ટ્રમ્પની ફોન પર વાતચીત: ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા પર ભાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી. દ્વિપક્ષીય વેપાર વધારવા અને સંરક્ષણ, ઊર્જા જેવા ક્ષેત્રોમાં 'COMPACT' (ક્રિટિકલ ટેકનોલોજી, એક્સિલરેટેડ કોમર્સ) ને લાગુ કરવા પર ભાર મૂક્યો. PM મોદીએ કહ્યું કે બંને દેશો વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરશે.
મોદી અને ટ્રમ્પની ફોન પર વાતચીત  ભારત અમેરિકા સંબંધોને મજબૂત કરવા પર ભાર
Advertisement
  • PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર મહત્ત્વની વાતચીત (PM Modi Trump Call)
  • મોદી અને ટ્રમ્પે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી
  • દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ વધારવા પર ભાર મૂક્યો
  • વાતચીતમાં 'COMPACT' એગ્રીમેન્ટને લાગુ કરવા પર ચર્ચા થઈ
  • બંને નેતાઓ વૈશ્વિક પડકારો માટે સાથે કામ કરવા સંમત થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Global Strategic Partnership) માં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને તમામ ક્ષેત્રોમાં મજબૂત બની રહેલા દ્વિપક્ષીય સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી હતી. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત વિશે માહિતી આપતા 'X' પર લખ્યું, "અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને શાનદાર વાતચીત થઈ. અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક, આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર ચર્ચા કરી."

Advertisement

Advertisement

PM Modi Trump Call :  'COMPACT' ને લાગુ કરવા પર ચર્ચા

વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપારને વધારવા માટે સંયુક્ત પ્રયાસોને વેગ આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે 'COMPACT' (Catalyzing Opportunities for Military Partnership, Accelerated Commerce & Technology) ને લાગુ કરવા માટે મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષા સહિત પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ચર્ચા કરી.

બંને નેતાઓએ આ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે દરેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે.

PM Modi Trump Call : વૈશ્વિક શાંતિ માટે સંકલ્પ

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે એકસાથે કામ કરવાનું ચાલુ રાખશે.

PM મોદી અને ટ્રમ્પે વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી. બંને નેતાઓ સામાન્ય પડકારોનો સામનો કરવા અને વહેંચાયેલા હિતોને આગળ વધારવા માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા.

નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પછી PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ પ્રથમ વાતચીત થઈ છે.

આ પણ વાંચો : અમેરિકાથી આવ્યા INDIA માટે ચિંતાજનક સમાચાર, ટ્રમ્પની Pakistan સાથે મોટી ડિફેન્સ ડીલ

Tags :
Advertisement

.

×