PM મોદી રાજસ્થાનના બિકાનેરના પ્રવાસે, ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનનો પ્રથમ પ્રવાસ
- વડાપ્રધાન મોદી રાજસ્થાનના બિકાનેરના પ્રવાસે
- ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનનો પ્રથમ પ્રવાસ
- કરણી માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના
- 26 હજાર કરોડની યોજનાનો શિલાન્યાસ-લોકાર્પણ
- બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને PMની લીલીઝંડી
- 18 રાજ્યના 103 અમૃત રેલવે સ્ટેશનનું લોકાર્પણ
- નાલ એરબેઝ પર વાયુવીરો સાથે કરી શકે મુલાકાત
PM નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેર (Bikaner) ની મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેના (Indian Air Force) ના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. જણાવી દઈએ કે, 'ઓપરેશન સિંદૂર' પછી PM મોદીની એરબેઝની આ બીજી મુલાકાત છે, આ પહેલા તેઓ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ ચૂક્યા છે. આજે બિકાનેર પહોંચ્યા બાદ, PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કરણી માતા મંદિર (Karni Mata temple) ની મુલાકાત લીધી, અને બાદમાં તેઓ પાલનામાં 'Operation Sindoor' પછી તેમની પહેલી જાહેર સભાને પણ સંબોધિત કરશે.
ઓપરેશન સિંદૂર બાદ PM મોદીની રાજસ્થાનમાં પ્રથમ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 22 મે 2025ના રોજ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે પહોંચ્યા, જે ‘ઓપરેશન સિંદૂર’ બાદ તેમનો રાજસ્થાનનો પ્રથમ પ્રવાસ છે. આ મુલાકાત દરમિયાન તેમણે નાલ એરબેઝની મુલાકાત લઈને ભારતીય વાયુસેનાના બહાદુર વાયુવીરોને મળ્યા, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ ઉપરાંત, PM મોદીએ દેશનોકના પ્રખ્યાત કરણી માતા મંદિરમાં પૂજા-અર્ચના કરી અને 26 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કર્યું. તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી અને 18 રાજ્યોના 103 અમૃત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું.
#WATCH | Bikaner, Rajasthan | Prime Minister Modi inaugurates the redeveloped Deshnoke Station under the Amrit Bharat Station Scheme and flags off the Bikaner-Mumbai express train.
He will lay the foundation stone, inaugurate and dedicate to the nation multiple development… pic.twitter.com/QaNTPe9TA9
— ANI (@ANI) May 22, 2025
26 હજાર કરોડની યોજનાનો શિલાન્યાસ
PM નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લાની મુલાકાતે છે. તેઓ અહીં પુનઃવિકસિત દેશનોક (Deshnoke) રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને 26 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બિકાનેરથી માત્ર 40 કિલોમીટર દૂર પાકિસ્તાનના બહાવલપુરમાં ભારતીય કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય નાશ પામ્યું હતું. આવી સ્થિતિમાં, PM મોદીની મુલાકાતને એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી રાજસ્થાનના બિકાનેરના પ્રવાસે
ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનનો પ્રથમ પ્રવાસ
કરણી માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના
26 હજાર કરોડની યોજનાનો શિલાન્યાસ-લોકાર્પણ
બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને PMની લીલીઝંડી
18 રાજ્યના 103 અમૃત રેલવે સ્ટેશનનું લોકાર્પણ
નાલ એરબેઝ પર… pic.twitter.com/XLWMzZ5cFA— Gujarat First (@GujaratFirst) May 22, 2025
નાલ એરબેઝ: સરહદી સુરક્ષાનું મહત્વનું કેન્દ્ર
બિકાનેરનું નાલ એરબેઝ પાકિસ્તાન સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર આવેલું છે અને ભારતની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. 7 મે 2025ની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતીય મિસાઈલોએ પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યું હતું. જવાબમાં, પાકિસ્તાને નાલ એરબેઝ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાની શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આસપાસના વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલોનો કાટમાળ મળી આવ્યો, જે ભારતીય સેનાની બહાદુરીનો પુરાવો છે.
વડાપ્રધાન મોદી રાજસ્થાનના બિકાનેરના પ્રવાસે
ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનનો પ્રથમ પ્રવાસ
કરણી માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના@narendramodi @PMOIndia @BJP4India #karnimatatemple #bikaner #Rajasthan #PMModiInRajathan #gujaratfirst pic.twitter.com/rQpERqSLeN— Gujarat First (@GujaratFirst) May 22, 2025
‘ઓપરેશન સિંદૂર’ : આતંકવાદ વિરુદ્ધ ભારતની આકરી નીતિ
‘ઓપરેશન સિંદૂર’ 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. 6-7 મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી, 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથકનો નાશ આ ઓપરેશનની સૌથી મોટી સફળતા હતી. PM મોદીએ કહ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામે ભારતની નવી નીતિ છે.' અમે આતંકવાદીઓ અને તેમના પ્રાયોજકોને અલગ અલગ એન્ટિટી તરીકે નહીં જોઈએ.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે, વિકાસકાર્યોની આપશે ભેટ


