Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi આજે બેંગલુરુમાં 23000 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

આજે વડાપ્રધાન મોદી (PM Modi) બેંગલુરુમાં 23000 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેમાં મેટ્રો યલો લાઈન (Metro Yellow Line) નો પણ સમાવેશ થશે. વાંચો વિગતવાર.
pm modi આજે બેંગલુરુમાં 23000 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
Advertisement
  • PM Modi આજે કર્ણાટકના પ્રવાસે છે
  • કુલ 23000 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે
  • PM Modi બેંગલુરુમાં મેટ્રો યલો લાઈનનું લોકાર્પણ કરશે

PM Modi : આજે વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેઓ બેંગલુરુમાં મેટ્રો યલો લાઈન (Metro Yellow Line) નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી બેંગલુરુથી 23000 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 3 વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનોને ફ્લેગ ઓફ પણ કરશે.

PM Modi આપશે વિકાસકાર્યોની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાત દરમિયાન બેંગલુરુમાં મેટ્રો યલો લાઈનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન આજે બેંગલુરુમાંથી ₹23,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ આરવી રોડ (રાગીગુડ્ડા) થી ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરશે. વડાપ્રધાન મોદી એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

Advertisement

બેંગલુરુમાં મેટ્રો નેટવર્ક 96 કિમી

વડાપ્રધાન મોદી બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 હેઠળ આરવી રોડ (રાગીગુડ્ડા) થી બોમ્માસંદ્રા સુધીની યલો લાઈનનું ઉદ્ઘાટન કરશે. આ લાઈનની લંબાઈ 19 કિમીથી વધુ છે અને તેના પર લગભગ ₹ 7,160 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ નવી લાઈનના ઉદઘાટન સાથે બેંગલુરુમાં મેટ્રો નેટવર્ક 96 કિમીથી વધુ થશે. આ સાથે, તેઓ બેંગલુરુ મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જેનો ખર્ચ ₹ 15,610 કરોડથી વધુ થશે. આ પ્રોજેક્ટ 44 કિમીથી વધુ લાંબો હશે અને તેમાં 31 એલિવેટેડ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટ શહેરના વધતા ટ્રાફિકને સરળ બનાવશે અને રહેણાંક, ઔદ્યોગિક અને શૈક્ષણિક વિસ્તારોને જોડશે.

Advertisement

આ પણ વાંચોઃ ‘ભારતે 5 ફાઈટર જેટ ઠોક્યા’ના ખુલાસા પર પાકિસ્તાન લાલચોળ, આપી અઘરી પ્રતિક્રિયા

PM Modi  3 નવી વંદે ભારત ટ્રેનોનું લોકાર્પણ કરશે

PM Modi બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશનથી 3 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. જે દેશના ઘણા રાજ્યોને જોડશે. આ ટ્રેનોમાં બેંગલુરુ-બેલાગવી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ અને નાગપુર (અજની)-પુણે વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ હાઈ-સ્પીડ ટ્રેનો મુસાફરીનો સમય ઘટાડશે ઉપરાંત રીજનલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.

આ પણ વાંચોઃ Mumbai airport પર ડેટા નેટવર્ક ડાઉન થતા અનેક ફલાઇટ લેટ, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

Tags :
Advertisement

.

×