Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi: 2 જુલાઇથી 5 દેશોની મુલાકાત લેશે, 30 વર્ષ બાદ PM જશે ઘાના

PM મોદી બે જુલાઇથી પાંચ દેશોની મુલાકાત કરશે 30 વર્ષ બાદ કોઇ ભારતીય પીએમ ઘાના જઇ રહ્યા છે. ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે PM Modi : PM મોદી બે જુલાઇથી પાંચ દેશોના (PM Modi visit )પ્રવાસે જઇ રહ્યા છે....
pm modi  2 જુલાઇથી 5 દેશોની મુલાકાત લેશે  30 વર્ષ બાદ pm જશે ઘાના
Advertisement
  • PM મોદી બે જુલાઇથી પાંચ દેશોની મુલાકાત કરશે
  • 30 વર્ષ બાદ કોઇ ભારતીય પીએમ ઘાના જઇ રહ્યા છે.
  • ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે

PM Modi : PM મોદી બે જુલાઇથી પાંચ દેશોના (PM Modi visit )પ્રવાસે જઇ રહ્યા છે. જેની શરૂઆત થશે ઘાનાથી. 30 વર્ષ બાદ કોઇ ભારતીય પીએમ ઘાના જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ અને પીએમને મળશે. ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત ઘાનામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

ભારતના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે

પીએમ મોદી ઘાના ઉપરાંત ત્રિનિદાદ,ટોબૈગો,આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયા જશે.પીએમ મોદી બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે.પીએમ મોદીની આઠ દજિવસની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રાઝિલમાં 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવાનો અને આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો છે.

Advertisement

ઘાના(2-3 જુલાઇ)

પીએમ મોદીની ઘાનાની પ્રથમ અને 30 વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત હશે. તેઓ ઘાનાના રાષ્ટ્રપતિને મળશે અને આર્થિક, ઊર્જા, સંરક્ષણ અને વિકાસ સહયોગ અંગે ચર્ચા કરશે, તેમજ ECOWAS અને આફ્રિકન યુનિયન સાથે ભારતની ભાગીદારીને મજબૂત બનાવશે.

Advertisement

આ પણ  વાંચો -BIG BREAKING: તેલંગાણાના ધારાસભ્ય ટી.રાજા સિંહે આપ્યું રાજીનામું,જાણો કારણ

ત્રિનિદાદ અને ટોબૈગો (3-4 જુલાઇ)

પ્રધાનમંત્રી તરીકે આ તેમની પહેલી મુલાકાત હશે. તેઓ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરને મળશે અને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.

આ પણ  વાંચો -Operation Sindoor બાદ બદલાશે એર ઇન્ડિયાની એરસ્પેસ

અર્જેન્ટિના (4-5 જુલાઇ)

પ્રધાનમંત્રી મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ વાટાઘાટો સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ, નવીનીકરણીય ઉર્જા અને વેપાર જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત હશે.

બ્રાઝિલ (5-8 જુલાઇ)

પીએમ મોદી 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. તેઓ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી પર પણ ચર્ચા કરશે. બ્રાઝિલની આ તેમની ચોથી મુલાકાત હશે.

Tags :
Advertisement

.

×