Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકા જશે, જાણો ક્યારે મળશે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને

ફ્રાન્સમાં આયોજિત AI સમિટમાં હાજરી આપ્યા બાદ PM મોદી અમેરિકાની મુલાકાત લેશે. પ્રવાસના સમાપન બાદ બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવશે.
pm મોદી 12 13 ફેબ્રુઆરીએ અમેરિકા જશે  જાણો ક્યારે મળશે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને
Advertisement
  • ફ્રાન્સમાં આયોજિત AI સમિટમાં હાજરી આપ્યા બાદ PM મોદી અમેરિકાની મુલાકાત લેશે
  • પ્રવાસના સમાપન બાદ બંને દેશો દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે
  • અગાઉ PM મોદીએ 2017 અને 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી

PM Modi will visit America : ફ્રાન્સના રાષ્ટ્રપતિના આમંત્રણ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સની મુલાકાતે જશે. પીએમ અહીં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે, જેમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ અને ચીનના ઉપપ્રધાનમંત્રી સહિત ઘણા દેશોના વડાઓ હાજરી આપશે. PM મોદી 10 ફેબ્રુઆરીની સાંજે પેરિસ પહોંચશે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપશે. આ પછી, પીએમ મોદી અમેરિકાની પણ મુલાકાત લેશે.

ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ PM મોદીની મુલાકાત

PM મોદી US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે. ટ્રમ્પે બીજી વખત શપથ લીધા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. નવા વહીવટીતંત્રના આગમનના ત્રણ અઠવાડિયાની અંદર, પીએમ મોદીને અમેરિકાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો :    32 ફિલ્મોમાં કર્યું કામ અને બની સુપર સ્ટાર, બાદ ફિલ્મી દુનિયા છોડીને IAS બની અભિનેત્રી

અગાઉ મોદીએ 2017 અને 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ 2017 અને 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પીએમના વિશેષ દૂત તરીકે ભાગ લીધો હતો. અમેરિકાના નવા વિદેશ મંત્રીની પ્રથમ દ્વિપક્ષીય બેઠક ભારતના વિદેશ મંત્રી સાથે હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે (6 ફેબ્રુઆરી 2025) યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગેથ સાથે ફોન પર વાત કરી હતી.

PM ફ્રાંસમાં AI સમિટમાં ભાગ લેશે

PM મોદી 11 ફેબ્રુઆરી 2025 ના રોજ AI એક્શન સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઇન્ડિયા ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે. AI એક્શન સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે આ પ્રકારનું ત્રીજું ઉચ્ચ સ્તરીય સમિટ છે. અગાઉ આ સમિટ યુકે અને દક્ષિણ કોરિયામાં યોજાઈ ચૂકી છે.

ભારતના વિદેશ સચિવે કહ્યું કે, અમે એવી AI એપ્લિકેશનના પક્ષમાં છીએ જે સુરક્ષિત અને ભરોસાપાત્ર હોય. PM મોદી 12 ફેબ્રુઆરીએ ફ્રાન્સના માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ત્યાં હાજર રહેશે.

આ પણ વાંચો : AAP MLAને 15 કરોડ રૂપિયાની ઓફર બાબતે ACB તપાસ શરૂ, LGના આદેશ પર ટીમ કેજરીવાલના ઘરે જવા રવાના

Tags :
Advertisement

.

×