PM Modi : પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
- પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજી
- પીએમએ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી
- મંત્રીમંડળના સભ્યોએ કાર્યવાહીનું સ્વાગત કર્યું
PM Modi : પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતા ભારતે પાકિસ્તાન પર હવાઈ (Indian Air Strike)હુમલો કર્યો. PM મોદીએ (PM Narendra Modi)ઓપરેશન સિંદૂર (Operation Sindoor)અંગે કેબિનેટ મંત્રીઓને માહિતી આપતી વખતે સેનાની પ્રશંસા કરી. સૂત્રોનું કહેવું છે કે, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં PM મોદીએ કહ્યું કે, આ દેશ માટે ગર્વની ક્ષણ છે. આ સફળ કામગીરી માટે કેબિનેટ મંત્રીઓએ PM મોદીને અભિનંદન આપ્યા.PM મોદીએ લગભગ ચાર મિનિટ સુધી ઓપરેશનના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા. આ બેઠકમાં PM મોદીએ કહ્યું કે આવું થવાનું જ છે. આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો. અમને અમારી સેના પર ગર્વ છે. આના પર બધા મંત્રીમંડળના સભ્યોએ ટેબલ થપથપાવીને કાર્યવાહીનું સ્વાગત કર્યું.
મંત્રીમંડળના સભ્યોએ ટેબલ થપથપાવીને કાર્યવાહીનું સ્વાગત કર્યું.
PM મોદીએ લગભગ ચાર મિનિટ સુધી ઓપરેશનના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા. આ બેઠકમાં PM મોદીએ કહ્યું કે આવું થવાનું જ છે. આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો. અમને અમારી સેના પર ગર્વ છે. આના પર બધા મંત્રીમંડળના સભ્યોએ ટેબલ થપથપાવીને કાર્યવાહીનું સ્વાગત કર્યું.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi chairs Union cabinet meeting. pic.twitter.com/NIgf2RiZiO
— ANI (@ANI) May 7, 2025
કેબિનેટ બેઠક બાદ પીએમ મોદીનું પ્રથમ નિવેદન
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા "ઓપરેશન સિંદૂર" પર પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠકમાં તેમણે કહ્યું કે સેનાએ ઉત્તમ કામ કર્યું છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ભારતીય સેનાએ મંગળવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ સ્થળોએ બોમ્બમારી કરી હતી. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો છે. તેમના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. "ઓપરેશન સિંદૂર" પછી યોજાયેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ આ વાત કહી હતી. ભારતની ત્રણેય સેનાઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તેમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે. આખા દેશને તેમના પર ગર્વ છે.
સમગ્ર ઘટના અંગે આવતીકાલે સર્વપક્ષીય બેઠક મળી
આ સમગ્ર ઘટના અંગે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે જેની અધ્યક્ષતા રાજનાથ સિંહ કરશે. આ બેઠકમાં કેન્દ્ર તરફથી અમિત શાહ અને કિરેન રિજિજુ પણ હાજર રહેશે. આ બેઠક સવારે 11 વાગ્યે બોલાવવામાં આવી છે.


