Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીની દિલ્હીવાસીઓને ભેટ, 45,000 કરોડની વિકાસ યોજનાઓનું કરશે શિલાન્યાસ

PM મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે. તેઓ રોહિણીના જાપાની પાર્કમાં રેલી યોજશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા pm મોદીની દિલ્હીવાસીઓને ભેટ  45 000 કરોડની વિકાસ યોજનાઓનું કરશે શિલાન્યાસ
Advertisement
  • PM મોદીની દિલ્હીવાસીઓને ભેટ
  • PM મોદી અશોક વિહારમાં એક મોટી રેલી યોજશે
  • વિવિધ વિકાસ યોજનાઓનું કરશે શિલાન્યાસ
  • ઘર યોજના હેઠળ 1675 ફ્લેટ રહેવાસીઓને સોંપશે
  • PM મોદી નરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનુ ઉદ્ઘાટન કરશે
  • મોદીની રેલીમાં 50 હજારથી વધુ લોકો ભાગ લેશે

Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે. તેઓ રોહિણીના જાપાની પાર્કમાં રેલી યોજશે.

દિલ્હીવાસીઓને PM મોદીની ભેટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા શુક્રવારે (3 જાન્યુઆરી, 2025), વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ ભેટ કરશે. પીએમ દિલ્હીના અશોક વિહારમાં એક મોટી રેલી દરમિયાન દિલ્હીના લોકોને કરોડોની ભેટ આપીને ચૂંટણીની શરૂઆત કરશે.

Advertisement

વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી માટે રૂ. 4300 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ સામેલ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે આ પ્રોજેક્ટ દ્વારા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

Advertisement

આ પણ વાંચો : કાશ્મીરનું નામ બદલીને ઋષી કશ્યપના નામ પરથી રાખી શકાય: અમિત શાહનો ગર્ભિત ઇશારો

ઘર યોજના હેઠળ 1675 ફ્લેટ બાંધવામાં આવ્યા

વડા પ્રધાન મોદી 3 જાન્યુઆરીએ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારમાં આવેલા સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઈન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટી ક્લસ્ટરના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટની મુલાકાત લેશે. તમામ ફ્લેટ કેન્દ્ર સરકારની 'ઘર યોજના' હેઠળ બાંધવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદી 1675 ફ્લેટની ચાવી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને સોંપશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને યોગ્ય સુવિધાઓથી સજ્જ સારું અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાનો છે.

પીએમ CBSEના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં નરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) Type-II ક્વાર્ટરનો સમાવેશ થાય છે. સરોજિની નગરમાં GPRA Type-II ક્વાર્ટરમાં 28 ટાવરનો સમાવેશ થાય છે, જેમાં 2,500 થી વધુ રહેણાંક ફ્લેટ છે. વડા પ્રધાન દિલ્હીના દ્વારકામાં આશરે રૂ. 300 કરોડના ખર્ચે બનેલ CBSEના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે.

રેલીમાં 50 હજારથી વધુ લોકો જોડાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીમાં રૂ. 600 કરોડથી વધુના ખર્ચના ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેમાં પૂર્વ દિલ્હીના સૂરજમલ વિહાર ખાતે પૂર્વ કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક અને દ્વારકામાં પશ્ચિમી કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજની ઇમારત પણ સામેલ છે, જેમાં શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ છે. સૂત્રોનું માનીએ તો PM મોદીની રેલીમાં દિલ્હીના વિવિધ ભાગોમાંથી 50 હજારથી વધુ લોકો ભાગ લેશે.

આ પણ વાંચો :  દેશની અડધી કરતા પણ ઓછી શાળાઓ પ્રાથમિક સુવિધાઓ વંચિત, જુઓ...

Tags :
Advertisement

.

×