Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના દરેક ખૂણે PM મોદીની ગેરંટીવાળી ગાડી લોકો સુધી પહોંચશે : PM MODI

PM મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. દેશભરમાંથી હજારો લાભાર્થીઓ, 2000 વિકાસ ભારત સંકલ્પ યાત્રા વાહનો, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તેમાં કેન્દ્રીય...
દેશના દરેક ખૂણે pm મોદીની ગેરંટીવાળી ગાડી લોકો સુધી પહોંચશે   pm modi
Advertisement

PM મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. દેશભરમાંથી હજારો લાભાર્થીઓ, 2000 વિકાસ ભારત સંકલ્પ યાત્રા વાહનો, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ ભાગ લીધો હતો.

Advertisement

PM મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. દેશભરમાંથી હજારો લાભાર્થીઓ, 2000 વિકાસ ભારત સંકલ્પ યાત્રા વાહનો, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ ભાગ લીધો હતો.

Advertisement

યુપીઆઇ પેમેન્ટ કરો છો? પીએમ મોદી

PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ સહિતના વિવિધ જિલ્લાઓના નાના વેપારીઓ સાથે વાત કરી હતી. પીએમ સ્વનિધિ યોજના સહિતના તમામ યોજનાઓનો લાભ કેવી રીતે મળ્યો અને તેમના જીવનમાં શું બદલાવ આવ્યો તે વિશે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓને યુપીઆઇ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.

દેશને આગળ લઇ જવાનો છે- PM મોદી

તેમણે વધુમાં જણાવ્યું કે 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય છે. ઇચ્છાશક્તિથી મોટો બદલાવ આવી શકે છે. લોકો વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાઇ રહ્યા છે. આપણે સાથે મળીને દેશને આગળ લઇ જવાનો છે. દેશ આગળ જશે તો આપણ સૌ આગળ વધીશું તેમ જણાવ્યું હતું.

મહિલાઓએ એક થઇને રહેવાનું - PM મોદી

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે મહિલાઓએ એક થઇને રહેવાનું છે. લોકો મહિલાઓ વચ્ચે પણ તિરાડ ઉભી કરે છે. મહિલાઓ એકસાથે મળીને મુશ્કેલીઓને ઉકેલશ. સાથે જ કહ્યું કે મહિલાઓની એક જ જાતિ છે. અને તે છે મહિલા. ગેસ સિલિન્ડર આવી જતા મહિલાઓનો સમય બચે છે.

ગુજરાતના લાભાર્થી સાથે PM મોદીએ કરી વાતચીત

પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ખેડૂત અલ્પેશભાઇ સાથે વાતચીત કરી હતી. તેમણે પીએમને જણાવ્યુ હતું કે મુંબઇથી નોકરી છોડીને ખેતી કરવા ગામ આવ્યો હતો. નાનો હતો ત્યારે એક લાખની રકમ સાંભળી પણ નહોતી. આ ઉપરાંત પીએમ મોદીએ ભરૂચના ખેડૂતની દીકરી સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભણેલા લોકો ખેતીમાં આવે તે ખૂબ ગર્વની વાત છે. સાથે જ કહ્યુ કે મોદીની ગેરંટીવાળી ગાડી ગામે ગામ જઇ રહી છે.

આ  પણ વાંચો-મહંત બાલકનાથના આ ટ્વિટથી ગરમાયું રાજસ્થાનનું રાજકારણ

Tags :
Advertisement

.

×