PM Modi's Japan Visit : ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
- PM Modi's Japan Visit,
- PM Modi નું જાપાનના હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું
- ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
- વડાપ્રધાન શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માં ભાગ લેવાના છે
PM Modi's Japan Visit : અત્યારે વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન મોદી (PM Modi) નું જાપાનના હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે.
PM Modi's Japan Visit
પીએમ મોદીનું હાનેડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ટોક્યોમાં તો ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. પીએમ મોદીનો સવારે 10:30 થી 10:50 સુધીનો વ્યવસાયિક કાર્યક્રમમાં ભાગ લેશે . ત્યારબાદ સવારે તેઓ જાપાની મહાનુભાવોને મળશે. મધ્યાહને વડાપ્રધાન શોરિંઝાન દારુમા જી મંદિરના મુખ્ય પૂજારી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને દારુમા ઢીંગલી ભેટ આપવામાં આવશે.
PM Modi ની પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીનું જાપાન અને ટોક્યોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન પણ આ આગતાસ્વાગતથી અત્યંત પ્રભાવિત થયા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું કે, ટોક્યોમાં ભારતીય સમુદાયની હૂંફ અને સ્નેહથી ખૂબ પ્રભાવિત છું. જાપાની સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપતી વખતે આપણા સાંસ્કૃતિક મૂળને સાચવવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. હવેથી થોડા કલાકોમાં, હું ભારત-જાપાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપારી નેતાઓના જૂથ સાથે વાતચીત કરીશ.
Gujarat First-29-08-2025-
આ પણ વાંચોઃ Pahalgam : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો
PM Modi's Japan Visit અને ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન
વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. જો કે વડાપ્રધાન મોદીની જાપાન મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન છે. આ શિખર સંમેલન આજે મધ્યાહને 2:30 થી 5:15 કલાક સુધી શીડ્યુઅલ્ડ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વની નજર આ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન પર રહેશે. વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં હાજરી આપશે. 7 વર્ષ પછી આ તેમની ચીનની મુલાકાત હશે અને 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછીની પહેલી મુલાકાત હશે.
Gujarat First-29-08-2025
આ પણ વાંચોઃ PM મોદીની સ્વ.માતા અંગે રાહુલ ગાંધીની અભદ્ર ટિપ્પણી બાદ અમિત શાહ આક્રોશિત