Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસ ઓફિસરને પ્રેમલીલા પડી ભારે, ડેપ્યુટી SP માંથી થવું પડ્યું કૉન્સ્ટેબલ

ઉત્તર પ્રદેશમાંથી હાલ એક અજીબ ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી એસપીને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને ફરીથી કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટના એમ છે કે, કૃપા શંકર કનોજિયા, જેઓ ઉન્નાવમાં બીઘાપુર CO...
પોલીસ ઓફિસરને પ્રેમલીલા પડી ભારે  ડેપ્યુટી sp માંથી થવું પડ્યું કૉન્સ્ટેબલ
Advertisement

ઉત્તર પ્રદેશમાંથી હાલ એક અજીબ ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી એસપીને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને ફરીથી કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટના એમ છે કે, કૃપા શંકર કનોજિયા, જેઓ ઉન્નાવમાં બીઘાપુર CO હતા, તેમને કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૃપા શંકર કનોજિયાને 26 મી કોર્પ્સ PAC ગોરખપુરમાં એફ ગ્રુપમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ આવું શા માટે કરવામાં આવ્યું તેના પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

SP પાસેથી રજા લઈ CO મહિલા કોન્સ્ટેબલ મિત્ર સાથે કાનપુર ગયા

આ ઘટના વર્ષ 2021 ની છે. સીઓ કૃપાશંકર કનોજિયાએ SP સાહેબ પાસેથી રજા લીધી હતી અને રજા લીધા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. રજા લેવા પાછળનું કારણ તેમણે પારિવારિક કારણો આપ્યું હતું. એસપી દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવી હતી. રજા મંજૂર કર્યા પછી, સીઓ કૃપાશંકર ઘરે જવાને બદલે, તેમની મહિલા કોન્સ્ટેબલ મિત્ર સાથે કાનપુર ગયા હતા. આ સમય દરમિયાન સીઓએ તેમના ખાનગી અને સરકારી બંને નંબરો બંધ કરી દીધા હતા. તેમના પત્નીએ બને નંબર ઉપર ફોન કર્યા પણ સંપર્ક થઈ શક્યો ન હતો.

Advertisement

પતિનો ફોન બંધ થતાં પત્ની ચિંતામા મુકાયા હતા

કેમ કે કૃપા શંકર કનોજિયાનો ફોન બંધ આવતો હતો તેટલે તેમના પત્ની ચિંતામાં મુકાયા હતા. પોલીસ સ્ટેશનમા તપાસ કરતાં તેમને ખબર પડી કે તેમના પતિ રજા પર ઘરે જવા નીકળ્યો હતો પરંતુ તે ઘરે પહોંચ્યો ન હતો. પોતાના પતિની વિશે માહિતી ન મળતાં પત્નીએ અંતમાં SP ની મદદ માંગી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાની અપેક્ષાએ, એસપીએ સર્વેલન્સ ટીમને તેમના સ્થાનને ટ્રેસ કરવાનો આદેશ આપ્યો. તપાસમાં જાણવા મળ્યું કે કાનપુરની એક હોટલમાં ચેક-ઈન કર્યા બાદ CO નો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.

Advertisement

પોલીસ ટીમ હોટેલ રૂમમાં આવી જતા થયો પર્દાફાશ

પોલીસની ટીમ કૃપા શંકર કનોજિયાની શોધખોળ કરતાં કરતાં કાનપુરની હોટલ સુધી પહોંચી હતી. પરંતુ ત્યાર બાદ પોલીસ ટીમના સામે CO ની પોલ ખૂલી ગઈ હતી. પોલીસે તેને તે હોટલમાં લેડી કોન્સ્ટેબલ સાથે મસ્તી કરતા પકડ્યો હતો. ઉન્નાવ પોલીસે પુરાવા તરીકે હોટલના સીસીટીવી પોતાની સાથે લીધા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ વિભાગની છબી ખરડાઈ હતી, તેથી એસપીએ સરકારને રિપોર્ટ મોકલ્યો હતો. સમીક્ષા પછી, સરકારે કૃપાશંકર કનોજિયાને ડિમોટ કર્યા અને તેમને કોન્સ્ટેબલ બનાવ્યા. આ માટે ADG પ્રશાસને COને કોન્સ્ટેબલ બનાવવાનો આદેશ જારી કર્યો હતો. હાલમાં તેઓ 6ઠ્ઠી કોર્પ્સ પીએસી ગોરખપુરમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે.

આ પણ વાંચો : PAPER LEAK :શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ

Tags :
Advertisement

.

×