ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લો બોલો! જીવતા વ્યક્તિનું કરી નાખ્યું પોસ્ટમોર્ટમ, 3 ડોક્ટર સસ્પેન્ડ

રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં જીવંત વ્યક્તિને મૃત જાહેર કરીને તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા રાજ્યની ભજનલાલ સરકારે 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં શ્વાસ ચાલતો હોવા છતાં, રોહિતેશ નામના એક માનસિક વિકલાંગ વ્યક્તિને BDK હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 2 કલાક બાદ તેનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સંસ્થાના સભ્યોને સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે શ્વાસ લેતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે, તબીબી અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
01:30 PM Nov 22, 2024 IST | Hardik Shah
રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં જીવંત વ્યક્તિને મૃત જાહેર કરીને તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા રાજ્યની ભજનલાલ સરકારે 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં શ્વાસ ચાલતો હોવા છતાં, રોહિતેશ નામના એક માનસિક વિકલાંગ વ્યક્તિને BDK હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 2 કલાક બાદ તેનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સંસ્થાના સભ્યોને સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે શ્વાસ લેતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે, તબીબી અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
Three doctors suspended Rajasthan

Three doctors suspended Rajasthan : રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં જીવતા વ્યક્તિને મૃત જાહેર કરીને તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા રાજ્યની ભજનલાલ સરકારે કડક કાર્યવાહી કરી છે. આ ઘટનામાં 3 ડોક્ટરને સસ્પેન્ડ (3 doctors suspended) કરવામાં આવ્યા છે અને તેમના હેડક્વાર્ટરને પશ્ચિમ રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.

શ્વાસ ચાલતો હતો છતા પોસ્ટમોર્ટમ

ભારતમાં ડોક્ટરને લોકો ધરતી પર રહેતા ભગવાન સમાન માનતા હોય છે. પણ આ પ્રોફેસનને ઘણા લોકો સમયાંતરે બદનામ કરતા આવ્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સ જીવંત હોવા છતા તેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની સરકારે કડક પગલા લીધા અને 3 ડોકટરને સસ્પેન્ડ (3 doctors suspended) કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, આ 3 ડોકટરના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની માહિતી સામે આવ્યા બાદ મેડિકલ અને હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્રણેય તબીબો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

3 ડોક્ટર સસ્પેન્ડ

માહિતી અનુસાર, આ મામલામાં સરકારી કાર્યવાહીનો ભોગ બનેલા ડૉક્ટરોમાં ઝુંઝુનુ જિલ્લા મુખ્યાલયની BDK હોસ્પિટલના PMO ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખડ અને ડૉ. નવનીત મીલનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરના અહેવાલ મુજબ, તબીબી અને આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેર રહેશે. ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય CMHO ઑફિસ બાડમેર અને ડૉ. નવનીત મીલનું CMHO ઑફિસ જાલોર રહેશે.

અંતિમ સંસ્કાર માટે લઈ જતા ખબર પડી

સસ્પેન્શન દરમિયાન તેમને આ સ્થળોએ રહેવું પડશે. ડોક્ટરો સામે મેડિકલ વિભાગે ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે. આ ઘટના બગડ વિસ્તારમાં આવેલી 'મા સેવા સંસ્થા' થી શરૂ થઈ હતી. રોહિતેશ નામના એક માનસિક વિકલાંગ વ્યક્તિને ગુરુવારે સવારે બેભાન સ્થિતિમાં BDK હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની પ્રાથમિક તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો અને મોર્ચરીમાં ખસેડી દીધો હતો. અંદાજે 2 કલાક બાદ રોહિતેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેને સંસ્થાના સભ્યોને સોંપી દેવાયો હતો. પરંતુ, અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે તે શ્વાસ લેતો જોવા મળ્યો હતો.

મામલા બાદ તંત્રમાં દોડધામ

આ ઘટના સામે આવતાં, રોહિતેશે તુરંત જ ICU માં ખસેડવામાં આવ્યો. આ ઘટનાએ મેડિકલ વિભાગ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરીને તહસીલદાર અને એસએચઓ સહિતના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા. આમ, મોડી રાત્રિ સુધીમાં સંબંધિત તબીબો અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આટલી મોટી બેદરકારી વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયું હતું. ચર્ચા એવી પણ થઇ રહી છે કે, લોકોને કોઇ પણ માંદગી થાય તો ડોક્ટર પાસે સારવાર માટે લઇ જવા કે નહીં.

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ US રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે PM મોદીની કરી તુલના! માફી માંગવાની ઉઠી માંગ

Tags :
BDK Hospital Junjhunu incidentBhajan Lal government strict actionBorder area doctor transfer RajasthanGovernment strict measures healthcareGujarat FirstHardik ShahICU shift after postmortemInvestigation on Rajasthan doctorsJunjhunu live person declared deadJunjhunu shocking incidentLive person breathing during funeralMedical and health department negligenceMedical department accountability RajasthanMedical negligence Rajasthan newsMental health patient negligencePostmortem controversy RajasthanPostmortem of a living manRajasthan government action on doctorsRajasthan shocking medical negligenceSandeep Pachar Yogesh Jakhad Navneet MeelSuspended doctors headquarters transferThree doctors suspended Rajasthan
Next Article