Waqf Billને લઈને પ્રશાંત કિશોરે નીતીશ કુમારને ઘેર્યા, કહ્યું- ઈતિહાસમાં તેમને દોષિત ઠેરવવામાં આવશે
- Waqf Billને લઈને પ્રશાંત કિશોરના નીતીશ કુમાર પર આકરા પ્રહાર
- સરકાર ઉતાવળમાં રાજકારણને ધ્યાનમાં રાખીને કાયદો બનાવી રહી છે
- ભાજપના લોકો મુસ્લિમોને પોતાના મતદાતા નથી માનતા: પ્રશાંત કિશોર
Prashant Kishor on Waqf Bill: સરકારે મંગળવારે સ્પષ્ટ કર્યું કે તે બુધવારે બપોરે 12 વાગ્યે લોકસભામાં Waqf Bill રજૂ કરશે. હવે જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે વકફ બિલ(Waqf Bill)ને લઈને BJP અને બિહારના CM નીતિશ કુમારને ઘેર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જ્યારે આ કાયદાનો ઈતિહાસ લખાશે ત્યારે આ કાયદો બનાવવાનો દોષ ભાજપ કરતા વધુ નીતિશ જીના માથે આવશે. પ્રશાંત કિશોરે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે. હું આને મુસ્લિમો વિરુદ્ધ કે હિન્દુઓ વિરુદ્ધ નથી જોતો. જો તમે સ્વતંત્રતા પછી આપણા સ્થાપકોએ આ દેશના વિવિધ વર્ગોને આપેલા વચનો અને ખાતરીઓથી ભટકી જાઓ છો, તો આ પેઢીના લોકોની જવાબદારી બને છે કે તેઓ તે વચનો પ્રત્યે સાચા રહે.
સરકાર ઉતાવળમાં કાયદો બનાવી રહી છે
પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, જો તમે બિલમાં કોઈ ફેરફાર કરી રહ્યા છો જે કોઈપણ વર્ગને અસર કરે છે, જો કોઈ વર્ગ તેનાથી પ્રભાવિત થાય છે, તો આવા કાયદા બનાવતા પહેલા આવા વર્ગોને વિશ્વાસમાં લેવા જોઈએ. મુસ્લિમોનો એક મોટો વર્ગ વકફ બિલથી ખતરો અનુભવે છે, તેથી મને લાગે છે કે સરકાર ઉતાવળમાં અને ક્યાંક ધ્રુવીકરણના રાજકારણને ધ્યાનમાં રાખીને કાયદો બનાવી રહી છે.
પ્રશાંત કિશોરે ભાજપ વિશે કહ્યું, મને ખબર નથી કે તેમને વકફ જમીનની કેટલી ચિંતા છે. મને એ પણ નથી ખબર કે વકફની મિલકત અને તેની પ્રવૃત્તિઓથી તેમને કેટલો મતલબ છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે આ હિન્દુ-મુસ્લિમ મુદ્દો ચાલુ રહે.
#WATCH | Patna, Bihar: On Waqf Amendment Bill, Jan Suraaj party Founder Prashant Kishor says, "It is unfortunate. I don't see this as against Muslims or against Hindus...If you deviate from the commitments and assurances that our founding fathers gave to different sections of… pic.twitter.com/RL7P2mRKBW
— ANI (@ANI) April 1, 2025
સરકાર પાસે લોકસભામાં બહુમત નથી
બિહારના CM નીતિશ કુમાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બીજી વાત એ છે કે સરકાર પાસે લોકસભામાં બહુમત નથી. તો પણ તેઓ કાયદો બનાવવા સક્ષમ છે કારણ કે નીતિશ કુમાર જેવા લોકો સરકારના સમર્થનમાં ઉભા છે. જો નીતીશ કુમાર જેવા નેતાઓ લોકસભામાં આ બિલની તરફેણમાં મતદાન નહીં કરે તો સરકાર કોઈપણ સંજોગોમાં આ કાયદો બનાવી શકે નહીં.
આ પણ વાંચો : Waqf Bill: વકફ બિલ પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું શું વલણ છે? વિપક્ષી નેતાઓની સંયુક્ત બેઠકમાં બની ગુપ્ત યોજના
ભાજપના લોકો મુસ્લિમોને પોતાના મતદાતા નથી માનતા
પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના લોકો મુસ્લિમોને પોતાના મતદાતા નથી માનતા. તેમને પોતાના સમર્થક નતી માનતા. આ એક રીતે રાજકીય ખેંચતાણ અને લડાઈ જ છે. પરંતુ જ્યારે નીતિશ કુમાર જેવા લોકો, જે દરરોજ મુસ્લિમોને કહે છે કે અમે તમારા શુભેચ્છક છીએ. આવા લોકોએ ચોક્કસપણે એ વાતની ચિંતા કરવી જોઈએ કે જ્યારે તમે ગાંધીની વાત કરો છો, ત્યારે શું તમે વકફ કાયદાના પક્ષમાં મતદાન કરીને તમારા બેવડા ચરિત્રનું પ્રદર્શન તો નથી કરી રહ્યા ને? જ્યારે આ કાયદાનો ઇતિહાસ લખાશે, ત્યારે આ કાયદો બનાવવાનો દોષ ભાજપ કરતાં નીતિશજી પર વધુ રહેશે.
#WATCH | Patna, Bihar: On Bihar CM Nitish Kumar's silence on Waqf Amendment Bill but JD(U) supporting it, Jan Suraaj party Founder Prashant Kishor says, "This is an old tactic of Nitish Kumar...He voted in support of CAA-NRC. I was a member of his party at that time...It had been… pic.twitter.com/WlUQ2hDvAj
— ANI (@ANI) April 1, 2025
લોકો નીતિશ કુમારથી કંટાળી ગયા છે
તેમણે આગળ કહ્યું, આ નીતિશજીની જૂની રીત છે, નીતિશ કુમારે CAA-NRCના પક્ષમાં મતદાન કર્યું હતું તે સમયે હું તેમની પાર્ટીમાં હતો. પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો અને નીતિશ કુમારે લાંબુ ભાષણ આપ્યું કે અમે આ કાયદાના પક્ષમાં બિલકુલ નથી અને સંસદમાં જઈને તેના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે મેં આ અંગે સીધી નીતિશ કુમાર સાથે વાત કરી, ત્યારે તેમણે મને કહ્યું કે પત્રકારોને કહી દો કે આ બિલ બિહારમાં લાગુ થશે નહીં. તે સમયે મને લાગ્યું કે આ વ્યક્તિ કોઈનો નથી, તે ભાજપનો પણ નથી. અને તે મુસ્લિમોનો પણ નથી. સમાજના દરેક વર્ગને ખુશ કરવા અને મૂર્ખ બનાવવાની તેમની જૂની નીતિ રહી છે. લોકો નીતિશ કુમારના આ પાત્રને જોઈ રહ્યા છે અને હવે તેનાથી કંટાળી ગયા છે.
આ પણ વાંચો : Waqf Bill પર NDA એક થયું, વિપક્ષનો પ્લાન ફેઈલ! આજે લોકસભામાં રજૂ થશે બિલ


