Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prashant Kishor net worth : ₹100 કરોડ ફી લેતા PK કેટલા કરોડના માલિક?

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણી લડવાની જાહેરાત કરતા તેમની કમાણીની ચર્ચા ફરી શરૂ થઈ. જાણો કન્સલ્ટન્સી માટે ₹100 કરોડ લેતા PKની અંદાજિત સંપત્તિ અને આવકના સ્ત્રોત વિશે.
prashant kishor net worth    ₹100 કરોડ ફી લેતા pk કેટલા કરોડના માલિક
Advertisement
  • પ્રશાંત કિશોરની કમાણી અને સંપત્તિ ફરી બની ચર્ચાનો વિષય (Prashant Kishor net worth)
  • બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાના છે પ્રશાંત કિશોર
  • રોહતાસની કરગહર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત
  • પ્રશાંત-કિશોરની સંપત્તિ 45-60 કરોડ રૂપિયાનું અનુમાન

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર બિહાર વિધાનસભા ચૂંટણીમાં રોહતાસ જિલ્લાની કરગહર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તેમની સંપત્તિ અને કમાણી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પ્રશાંત કિશોરે પોતે સ્વીકાર્યું છે કે તેઓ એક મોટા નેતા કે પાર્ટીને ચૂંટણીલક્ષી રણનીતિ માટે રુ.100 કરોડથી પણ વધુની ફી લેતા હતા.

2024માં એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે, "પ્રશાંત કિશોર દ્વારા તૈયાર કરાયેલી રણનીતિથી 10 રાજ્યોમાં સરકાર ચાલી રહી છે. જો હું કોઈને સલાહ આપું અને તેની રુ.100 કરોડ ફી લઉં તો તેમાં ખોટું શું છે? અમે બિહારમાં બે વર્ષ સુધી અભિયાન ચલાવીશું અને તેનો ખર્ચ માત્ર એક ચૂંટણીમાં આપેલી સલાહથી નીકળી જશે."

Advertisement

Advertisement

પ્રશાંત કિશોરની કમાણીના મુખ્ય સ્ત્રોત (Prashant Kishor net worth)

ભારતીય રાજનીતિમાં ચૂંટણીની રણનીતિના નિષ્ણાત ગણાતા પ્રશાંત કિશોર (PK) પોતાની અનોખી પદ્ધતિઓ માટે જાણીતા છે. તેમની કમાણીના મુખ્ય સ્ત્રોત નીચે મુજબ છે:

  • પોલિટિકલ કેમ્પેઈન મેનેજમેન્ટ: મોટા ચૂંટણી અભિયાનોનું સંચાલન કરવા માટે તેઓ રુ.8 થી રુ.10 કરોડ સુધીની ફી લેતા હતા.
  • સલાહ અને માર્ગદર્શન: તેઓ રાજકીય પક્ષોને રણનીતિ બનાવવામાં, નીતિઓ ઘડવામાં અને મતદારો સુધી પહોંચવાની રીતો પર સલાહ આપે છે.
  • I-PAC: પ્રશાંત કિશોરે સ્થાપેલી ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) દેશની સૌથી મોટી રાજકીય કન્સલ્ટિંગ કંપની છે, જે કરોડો રૂપિયાની આવક ઊભી કરે છે.
  • પબ્લિક સ્પીકિંગ અને રોકાણ: વિવિધ સેમિનાર અને ચર્ચાઓમાં ભાગ લેવા ઉપરાંત, તેમણે રિયલ એસ્ટેટ અને કેટલાક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે, જે તેમની સંપત્તિમાં સતત વધારો કરે છે.

પ્રશાંત કિશોરની અંદાજિત સંપત્તિ (Prashant Kishor net worth)

prashantkishore.com વેબસાઈટ મુજબ, વર્ષ 2025 સુધીમાં પ્રશાંત કિશોરની કુલ સંપત્તિ રુ.45 કરોડથી રુ.60 કરોડ (અંદાજે $6-8 મિલિયન USD) વચ્ચે હોવાનું અનુમાન છે. જોકે આ સંભવિત આંકડા છે. એકવાર તેઓ બિહાર ચૂંટણી લડશે તો ચૂંટણી પંચમાં દાખલ કરવાના એફિડેવિટ (સોગંદનામા)માં તેમની સાચી સંપત્તિનો ખુલાસો થશે.

પ્રશાંત કિશોરના નેટવર્થમાં વર્ષવાર વધારો:

  • 2014: રુ.5 કરોડ (મોદી અભિયાન બાદ રાજકારણમાં પ્રવેશ)
  • 2016: રુ.12 કરોડ (નીતિશ કુમાર અને કોંગ્રેસ અભિયાનની સફળતા)
  • 2019: રુ.25 કરોડ (આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જીત)
  • 2021: રુ.35 કરોડ (મમતા બેનર્જી અને DMK સાથે જોડાણ)
  • 2025: રુ.50+ કરોડ (I-PACના વિસ્તરણ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ)

સફળ રાજકીય વ્યૂરચનાકાર

ભૂતકાળમાં જન સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશાંત કિશોરે રાજકારણમાં પ્રવેશ કર્યો કારણ કે તેમનું માનવું હતું કે શાસન વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે ચૂંટણીમાં સફળતા મેળવવી સૌથી મોટો માર્ગ છે. આજે તેઓ એક સફળ રાજકીય વ્યૂહરચનાકાર તરીકે ઊભરી આવ્યા છે અને હવે બિહારમાં પોતાનું રાજકીય ભવિષ્ય બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમની વધતી સંપત્તિ અને લોકપ્રિયતા દર્શાવે છે કે ભારતીય રાજનીતિમાં તેમનું મહત્ત્વનું સ્થાન બની રહ્યું છે.

આ પણ વાંચો   :   Swiggy platform fee : Zomato પછી હવે Swiggy પણ મોંઘું! ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ચાર્જ વધ્યો

Tags :
Advertisement

.

×