પ્રવેશ વર્માનો રાહુલ ગાંધી સાથે મુલાકાત અને ઓફરનો દાવો, કહ્યું, RSS વિના ચૂંટણી જીતવી શક્ય નથી
- ભાજપ નેતા પ્રવેશ વર્માનો દાવો
- રાહુલ ગાંઘીએ ટિકિટની ઓફર કરી હતી
- RSS વિના ચૂંટણી જીતવી શક્ય નથી: પ્રવેશ વર્મા
Delhi Assembly elections : નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ નેતા પ્રવેશ વર્માએ દાવો કર્યો છે કે, તેમને જ્યારે પાર્ટીમાંથી ટિકિટ ન મળી ત્યારે રાહુલ ગાંઘીએ તેમને ઓફર કરી હતી. પ્રવેશ વર્માએ કહ્યું કે, મારા પિતાનું 2007 માં અવસાન થયું હતું. આ પછી, જ્યારે પાર્ટીએ મને 2008 અને 2009 માં ટિકિટ ન આપી, ત્યારે રાહુલ ગાંધીએ મને ઓફર કરી હતી.
ભાજપના નેતા પ્રવેશ વર્માએ દાવો કર્યો...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા પ્રવેશ વર્માએ દાવો કર્યો છે કે, જ્યારે તેમને પાર્ટીમાંથી ટિકિટ ન મળી ત્યારે રાહુલ ગાંધીએ તેમને ટિકિટની ઓફર કરી હતી. પ્રવેશ વર્માએ કહ્યું કે, મારા પિતાનું 2007 માં અવસાન થયું હતું. આ પછી, જ્યારે પાર્ટીએ મને 2008 અને 2009 માં ટિકિટ ન આપી, ત્યારે રાહુલ ગાંધીએ મને ઓફર કરી. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, તમારે અમારી પાર્ટી તરફથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવી જોઈએ. પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારી પાસે RSS પૃષ્ઠભૂમિ છે. તો પછી રાહુલ ગાંધીને કેવી રીતે અપેક્ષા હતી કે, તમે પક્ષ બદલશો? આ અંગે પ્રવેશ વર્માએ કહ્યું કે, અમારા ઘર નજીકમાં જ હતા. ઘણી વાર સાંજે, અમે રાત્રિભોજન પછી ફરવા જતા હતા અને એકબીજાને મળતા હતા. તે સારી વાત હતી તેથી તેમણે કદાચ વિચાર્યું હશે કે તેઓ મને આકર્ષિત કરી શકશે. પણ આવું ન થયું.
RSS વિના ચૂંટણી જીતવી શક્ય નથી
તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, શું RSS તમારી વિધાનસભા બેઠક પર પણ પ્રચાર કરી રહ્યું છે. તો તેમણે કહ્યું કે, સત્ય એ છે કે ભાજપે તેના સમગ્ર ઇતિહાસમાં ક્યારેય RSS વિના કોઈ પણ લોકસભા કે વિધાનસભા ચૂંટણી જીતી નથી. તેમનો દાવો મહત્વપૂર્ણ છે કારણ કે, જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી દરમિયાન એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આપણને હવે આરએસએસની જરૂર નથી. પહેલા આપણે એક નાની પાર્ટી હતા અને પછી આપણે RSS ના છત્રછાયા હેઠળ આગળ વધ્યા. પરંતુ હવે પાર્ટી મોટી થઈ ગઈ છે અને અમને હવે તેમની જરૂર નથી. જેપી નડ્ડાના આ નિવેદન પર વિવાદ થયો હતો અને સંઘમાં પણ આંતરિક રીતે આના પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દિલ્હીમાં આજે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, Video


