ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prayagraj: ઓળખ કરો અને પરિજનનો મૃતદેહ લઈ જાઓ! શબઘરની બહાર લાગ્યાં છે મૃતકોના ફોટા

Prayagraj: પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં હતાં. આ મૃતકોની ઓળખ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબઘરમાં ફોટા મૂકવામાં આવ્યા છે.
09:05 AM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Prayagraj: પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં હતાં. આ મૃતકોની ઓળખ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબઘરમાં ફોટા મૂકવામાં આવ્યા છે.
Prayagraj
  1. પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબઘરમાં ફોટા મૂકવામાં આવ્યા
  2. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે થઈ હતી ભાગદોડ
  3. આ ભાગદોડમાં આશરે 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા

Prayagraj: પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં હતાં. આ મૃતકોની ઓળખ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબઘરમાં ફોટા મૂકવામાં આવ્યા છે. ફોટો ઓળખાયા પછી જ તેમને શબઘરની અંદરનો મૃતદેહ બતાવવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે તેઓ અહીં પહેલેથી જ મૂકેલા ફોટોગ્રાફ્સ પરથી ગુમ થયેલા લોકોની ઓળખ કરી રહ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

આ પણ વાંચો: ભક્તોને મહાકુંભમાં જમવાનું પણ નસીબ નથી! ઈન્સ્પેક્ટરે ભક્તોના ભોજનમાં માટી નાખી

પહેલા ફોટોથી ઓખળ કરો અને પછી...

નોંધનીય છે કે, મૃતકોના ફોટા મેડિકલ કોલેજના શબઘરની બહાર મૂકવામાં આવ્યા છે, જેથી તેમના સંબંધીઓ તેમની ઓળખ કરી શકે. વહીવટી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પરિવારજનોને મૃતકોના મૃતદેહ સીધા બતાવવામાં આવી રહ્યા નથી. પહેલા બહાર લાગેલા ફોટા બતાવવામાં આવે છે.જે પરિવારજનોને પોતાના લાપતા સભ્યની ફોટો મળે તેમને અંદર લઈ જઈને મૃતદેહની ઓળખ કરાવવામાં આવે છે. જેથી અત્યારે અનેક લોકો પોતાના પરિવારજનોના શોધમાં મોર્ચેરી પહોંચી રહ્યાં છે.

આ પણ વાંચો: Mahakumbh: મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ઘરે પાછા ફરવા માટે મુસાફરોની ભીડ

ભાગદોડમાં 30 જેટલા શ્રદ્ધાળુઓના થયા હતા મોત

મહાકુંભમાં મૌની અમાવસ્યામાં ભાગદોડ થઈ હતી, જેમાં 30 લોકોના મોત થયાં હતા અને 60 લોકો ઘાયલ થયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના પછી સરકારે ભીડને નિયંત્રિત કરવા માટે કેટલાક મોટા ફેરફારો કર્યા છે અને નવા આદેશો જારી કર્યા છે. ભીડ વ્યવસ્થાપન માટે, મહાકુંભ મેળા વિસ્તારથી પ્રયાગરાજ કમિશનરેટ સુધી મુસાફરી કરનારાઓ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાતએ છે કે, અત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનોની શોધમાં અહીં મોર્ચેરી પહોંચી રહ્યાં છે.

આ પણ વાંચો: મહાકુંભમાં બીજી જગ્યાએ પણ થઇ હતી ભાગદોડ, ઘટના જોનારાએ કહ્યું સમગ્ર મામલો દબાવી દેવાયો

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
administrationarrangementsbodiescrowd controldeathsDevoteesGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsHospitalidentificationInvestigationLatest National NewsMauni Amavasyamedical collegeMortuaryphotos of deceasedpolicePrayagraj Maha KumbhPrayagraj UpdaterelativesSecuritystampedeTop National NewsTragedyverificationઅકસ્માતપ્રયાગરાજ મહાકુંભભક્તોભાગદોડમૃતકોના ફોટામૃત્યુમેડિકલ કોલેજ શબઘરમૌની અમાવસ્યા
Next Article