Preamble of the Constitution : બંધારણનો આત્મા પ્રદૂષિત-મૂળ આમુખ પુનઃસ્થાપિત કરવાનો સમય પાકી ગયો!
Preamble of the Constitution : સમય પાકી ગયો છે ડૉ. આંબેડકરજીના આમુખ (Preamble)ને પુનર્સ્થાપિત કરવાનો.કારણ સંવિધાન(Constitution)ના આત્મારૂપી આમુખ (Preamble)માં 'બિનસાંપ્રદાયિક' (Secular) અને સમાજવાદ 'Socialist' શબ્દ ભેળવાયા. આવી ભેળસેળ કરીને આમુખ (Preamble)ને પ્રદૂષિત કરી દીધું.
ડૉ. આંબેડકર(Dr. Ambedkar)એ આપેલ આ મૂળ સંવિધાનનો આત્મા એટલે આમુખ (Preamble). તેને જ્યારે બદલી દેવામાં આવ્યું ત્યારે તો ડૉ. આંબેડકરજી હયાત નહોતા. પરંતુ જ્યારે ડૉ. આંબેડકરજી હયાત હતા ત્યારે જ નહેરુજીએ સંવિધાનની સાથે ખેલ ખેલવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૫૧થી લગાતાર આવા ખેલો ચાલ્યા, છતાં આજે ઢોંગી-દંભી તત્વો નામમાત્રનું સંવિધાન ચોપડીરૂપે હાથમાં રાખી, તેનું નામ વટાવીને મોજથી લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.
બંધારણ સભામાં (Constituent Assembly) કે. ટી. શાહ દ્વારા આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેનો ડૉ. બી. આર. આંબેડકરજીએ પ્રબળ વિરોધ કર્યો હતો.
તેમનો વિરોધ આ શબ્દના મૂળભૂત સિદ્ધાંતો સામે નહોતો, પરંતુ તેને આમુખમાં સ્થાન આપવાની જરૂરિયાત અને તેની લોકશાહી અસરો વિશે હતો.
Preamble of the Constitution : ડૉ. આંબેડકરજીના વિરોધના મુખ્ય તર્કો નીચે મુજબ છે
મૂળભૂત અધિકારોમાં સિદ્ધાંતોનો સમાવેશ
ડૉ. આંબેડકરજીએ દલીલ કરી હતી કે બિનસાંપ્રદાયિકતાના તમામ મુખ્ય સિદ્ધાંતો બંધારણના ભાગ III (મૂળભૂત અધિકારો-Fundamental rights) માં પહેલેથી જ સમાવવામાં આવ્યા છે, તેથી આમુખમાં તેનો પુનરાવર્તન કરવાની જરૂર નથી.
સમાનતાનો અધિકાર (કલમ 14): તમામ નાગરિકો કાયદાની સમક્ષ સમાન છે, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય.
ભેદભાવ પર પ્રતિબંધ (કલમ 15): રાજ્ય ધર્મ, જાતિ, વગેરેના આધારે કોઈ ભેદભાવ નહીં કરે.
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (કલમ 25-28): આ કલમો સ્પષ્ટપણે ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય બનાવે છે, કારણ કે તે દરેક નાગરિકને ધર્મની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.
કલમ 27: રાજ્ય દ્વારા એક પણ ધર્મને પ્રોત્સાહન આપવા માટે કોઈ ચોક્કસ કર (Tax) વસૂલવામાં આવશે નહીં.
ડૉ. આંબેડકરજીના મતે, આ કલમોની હાજરી જ સ્પષ્ટ કરે છે કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે.
લોકશાહી અને શાસનની પસંદગીનો પ્રશ્ન
આ તેમનો સૌથી મહત્વપૂર્ણ તર્ક હતો, જે 'સમાજવાદી' શબ્દના વિરોધ સાથે પણ જોડાયેલો હતો:
જનતાનો અધિકાર: ડૉ. આંબેડકરજી માનતા હતા કે ભવિષ્યમાં ભારતીય સમાજ અને શાસન વ્યવસ્થા કેવા પ્રકારની નીતિઓ અપનાવશે, તે નક્કી કરવાનો અધિકાર લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને ભારતીય જનતાનો હોવો જોઈએ.
બંધારણ દ્વારા બંધન ન હોવું જોઈએ: જો આમુખમાં જ 'બિનસાંપ્રદાયિક' કે 'સમાજવાદી' જેવા શબ્દો કાયમી ધોરણે લખી દેવામાં આવે, તો તે ભવિષ્યની સરકારો માટે એક બંધન બની જશે. તેમનો તર્ક હતો કે, જો ભવિષ્યમાં દેશની જનતા લોકશાહી માધ્યમથી કોઈ અલગ નીતિ અપનાવવા માંગે, તો બંધારણે તેમને તે કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ.
"બંધારણનો હેતુ કોઈ ચોક્કસ જીવનશૈલી થોપી દેવાનો નથી... જનતા કયા પ્રકારની જીવનશૈલી ઈચ્છે છે, તે સંપૂર્ણપણે તેમના પર છોડવામાં આવવું જોઈએ." – ડૉ. બી. આર. આંબેડકર (બંધારણ સભામાં)
Preamble of the Constitution-'રાજકીય ધર્મ' ને દૂર રાખવાનો પ્રયાસ
ડૉ. આંબેડકરજી ઇચ્છતા હતા કે બંધારણ તટસ્થ (Neutral) રહે.
જો આમુખમાં આ શબ્દો ઉમેરાય, તો ભવિષ્યમાં વિવિધ રાજકીય પક્ષો આ શબ્દોનો ઉપયોગ તેમના રાજકીય સિદ્ધાંતોને બંધારણીય માન્યતા આપવા માટે કરી શકે.
તેમનો ઉદ્દેશ્ય હતો કે ધર્મ અને રાજ્યના કાર્યો વચ્ચે સખત ભેદ જળવાઈ રહે અને રાજકારણ પર કોઈ ધાર્મિક કે બિનસાંપ્રદાયિક વિચારધારાનું વર્ચસ્વ ન થાય.
આમ, ડૉ. આંબેડકરજીએ 'બિનસાંપ્રદાયિક'-Secular શબ્દનો વિરોધ એ સિદ્ધાંતના વિરુદ્ધમાં નહોતો કર્યો, પરંતુ તે લોકશાહીના ભાવિ અને જનતાની સાર્વભૌમ પસંદગીની સુરક્ષા માટે કર્યો હતો. બંધારણ સભાએ તેમનો તર્ક સ્વીકાર્યો હતો અને મૂળ આમુખમાં આ શબ્દનો સમાવેશ ટાળ્યો હતો.
પ્રથમ ચૂંટણો થવાની જ હતી, પણ તેની રાહ જુએ તો નહેરુજી શાના ?
સંવિધાન સાથે આ ખતરનાક ખેલ ત્યારે ખેલવામાં આવ્યો, જ્યારે ૨૬ જાન્યુ., ૧૯૫૦- પ્રજાસત્તાક દિને અમલી થયેલ સંવિધાનની સહી પણ હજુ સૂકાઈ નહોતી.. અરે! જ્યારે વાસ્તવમાં નહેરુજીને સ્વતંત્ર દેશે ચૂંટ્યા પણ નહોતા.. જ્યારે તેમની પાસે નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા પણ નહોતી.. માત્રને માત્ર ચૂંટણી ન થાય ત્યાં સુધી તદ્દન કામચલાઉ ધોરણે સંવિધાન સમિતિને સંસદતુલ્ય માનવાની વાત હતી. ૧૯૫૧ના અંતમાં પ્રથમ ચૂંટણો થવાની જ હતી, પણ તેની રાહ જુએ તો નહેરુજી શાના! કોર્ટોએ કેટલાક હુકમ કેન્દ્રની વિરુદ્ધમાં કર્યા, તેથી ઇલાજરૂપે; પોતાને નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા નહોતી, તેમ છતાં નહેરુજીએ પહેલો કારમો પ્રહાર સંવિધાન અને તેની મારફતે ન્યાયતંત્ર પર કર્યો.
કાનૂન મંત્રી ડૉ. આંબેડકરજી, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને સભાપતિ માવલંકર, જયપ્રકાશ નારાયણ, વિપક્ષના નેતા શ્યામાપ્રસાદ મુખર્જી જેવા અનેકોની વિરુદ્ધ, તદ્દન ઉપરવટ જઇને સંવિધાન પર નહેરુજીએ ૧૨ મે, ૧૯૫૧ના રોજ પહેલો મરણતોલ ફટકો લગાવ્યો, ત્યારે સંવિધાન લાગું થયાને પૂરું દોઢ વર્ષ પણ નહોતું થયું. આ દિવસે ન્યાયાલયોની સત્તા પર કાપ મૂકતું પરિશિષ્ટ-૯ ઘડી કાઢવામાં આવ્યું, જેના વડે મૂળભૂત નાગરિક અધિકારો પર જ નિયંત્રણ લાગું કરાયાં.
નહેરુજીની સ્પષ્ટ ભૂમિકા
વિરોધીઓ, સમાચારપત્રો અને ન્યાયાલયો પર વિવિધ રીતે અંકુશ લગાવવામાં આવ્યા. દેશદ્રોહ (Sedition) નામનો શબ્દ લાગુ કરાયો. જુઓ નહેરુજીની આ સ્પષ્ટ ભૂમિકા- કોંગ્રેસની નીતિઓના ક્રિયાન્વયનમાં અગર સંવિધાન સમસ્યા હશે તો અમે સંવિધાન બદલી દઈશું. હવે નહેરુજીની નકલ જુઓ. નહેરુજીના આ કૃત્યને પગલે તાનાશાહ બનીને ઈંદિરાજીએ પણ પોતાની પાસે કોઈ લોકતાંત્રિક કે કોઈ નૈતિક સત્તા નહોતી ત્યારે દેશ માથે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ મોડી રાત્રે કટોકટી ઝીંકી અને જાણે નહેરુજીના કૃત્યનું ૨૫મું વર્ષ ઉજવી રહ્યા હોય તેમ ૧૯૭૬માં સંવિધાનને મૂળમાંથી બદલી નાખેલું.
કટોકટીની એ રાત્રે જ ગણમાન્ય અખબારોનાં વિજ-કનેક્શન કાપી દેવામાં આવ્યાં. પ્રજાની વાચાને જ છીનવી લેવામાં આવી અને વિપક્ષને જેલોમાં ટૂંસી દેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો જ અધિકાર નહોતો, તેથી વાસ્તવમાં તો તે વડાપ્રધાન જ નહોતાં રહ્યાં, છતાંય વડાપ્રધાનની હેસિયતથી તેમણે દેશ ઉપર કટોકટી લાદી દીધેલી.
કટોકટીના અંધેર સમયમાં સંવિધાનમાં ૪૨મા સુધારાના નામે ૧૯૭૬માં સંવિધાનની હત્યા કરવામાં આવી. સંવિધાનનો મૂળભૂત ઢાંચો એટલે જ આમુખ (Preamble). કોર્ટોએ વારંવાર કહ્યું છે કે, મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવાની સત્તા કોઈનેય ક્યારેય નથી. સંવિધાન-સભામાં ગહન ચર્ચા પછી સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે નકારી દેવામાં આવ્યા હતા, તે બે શબ્દો ('સેક્યુલર' અને 'સોશિયાલીસ્ટ'-'Secular' and 'Socialist') ઇન્દિરાજીએ; સંસદમાં ચર્ચા કર્યા પોતાનો રાજનૈતિક સ્વાર્થ સાધવા માટે પોતાની ફાસીવાદી પ્રવૃત્તિને સમાજવાદી જામો પહેરાવવાનો કુટિલ દાવ; ઇન્દિરાજીએ ડૉ. આંબેડકરજીના વિચારોના, એમને બનાવેલા Preamble of the Constitution આમુખના ભોગે એલ્યો
આપણા સંવિધાનના મૂળ ઢાંચાને જ છેહ દેવામાં આવ્યો
આપણા સંવિધાનના મૂળ ઢાંચાને જ છેહ દેવામાં આવ્યો. સાથે સાથે ડૉ. આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું, કારણ કે સંવિધાન સભાની ચર્ચા વખતે આમુખ (Preamble)-Preamble of the Constitutionમાં આ બંને શબ્દો ઉમેરવા માટે જ્યારે કે. ટી. શાહે સતત રજૂઆત કરી, તેની સામે ડૉ. આંબેડકરજીએ રાષ્ટ્રના મૂળભૂત વિચારને આદર આપીને પ્રબળ વિરોધ કર્યો હતો. ડૉ. આંબેડકરજીએ પોતાના અકાટ્ય વિચારોથી અને તર્કબદ્ધ રજૂઆતથી આ બે શબ્દોને આમુખ (Preamble)માં ઉમેરાતા રોક્યા હતા. તે વિચારો સાથે ખુદ નહેરુજીને પણ સહમત થવું પડ્યું હતું, અને તેઓએ પણ આ બંને શબ્દોને ધરમૂળથી નકારી દીધા હતા. ડૉ. આંબેડકરજીએ કરી દેખાડ્યું હતું તે રીતે, આ બંને શબ્દોને આમુખ (Preamble)માંથી કેવી રીતે દૂર કરવા તે કરી દેખાડવાનો સમય પાકી ગયો છે. તંત્રીસ્થાનેથી । સમય પાકી ગયો છે ડૉ. આંબેડકરજીના આમુખ (Preamble)ને પુનર્સ્થાપિત કરવાનો
સમય પાકી ગયો છે ડો. આંબેડકરજીના આમુખ (Preamble)ને પુનર્સ્થાપિત કરવાનો
ડૉ. આંબેડકરજીએ આપેલ આ મૂળ સંવિધાનનો આત્મા એટલે આમુખ (Preamble). તેને જ્યારે બદલી દેવામાં આવ્યું ત્યારે તો ડૉ. આંબેડકરજી હયાત નહોતા. પરંતુ જ્યારે ડૉ. આંબેડકરજી હયાત હતા ત્યારે જ નહેરુજીએ સંવિધાનની સાથે ખેલ ખેલવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૫૧થી લગાતાર આવા ખેલો ચાલ્યા, છતાં આજે ઢોંગી-દંભી તત્વો નામમાત્રનું સંવિધાન ચોપડીરૂપે હાથમાં રાખી, તેનું નામ વટાવીને મોજથી લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.
સંવિધાન સાથે આ ખતરનાક ખેલ ત્યારે ખેલવામાં આવ્યો, જ્યારે ૨૬ જાન્યુ., ૧૯૫૦- પ્રજાસત્તાક દિને અમલી થયેલ સંવિધાનની સહી પણ હજુ સૂકાઈ નહોતી.. અરે! જ્યારે વાસ્તવમાં નહેરુજીને સ્વતંત્ર દેશે ચૂંટ્યા પણ નહોતા.. જ્યારે તેમની પાસે નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા પણ નહોતી.. માત્રને માત્ર ચૂંટણી ન થાય ત્યાં સુધી તદ્દન કામચલાઉ ધોરણે સંવિધાન સમિતિને સંસદતુલ્ય માનવાની વાત હતી. ૧૯૫૧ના અંતમાં પ્રથમ ચૂંટણો થવાની જ હતી, પણ તેની રાહ જુએ તો નહેરુજી શાના! કોર્ટોએ કેટલાક હુકમ કેન્દ્રની વિરુદ્ધમાં કર્યા, તેથી ઇલાજરૂપે; પોતાને નૈતિક રીતે કોઈ લોકતાંત્રિક સત્તા નહોતી, તેમ છતાં નહેરુજીએ પહેલો કારમો પ્રહાર સંવિધાન અને તેની મારફતે ન્યાયતંત્ર પર કર્યો.
ન્યાચાલયોની સત્તા પર કાપ મૂકતું પરિશિષ્ટ-૯
કાનૂન મંત્રી ડૉ. આંબેડકરજી, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને સભાપતિ માવલંકર, જયપ્રકાશ નારાયણ, વિપક્ષના નેતા શ્યામાપ્રસાદ મુખર્જી જેવા અનેકોની વિરુદ્ધ, તદ્દન ઉપરવટ જઇને સંવિધાન પર નહેરુજીએ ૧૨ મે, ૧૯૫૧ના રોજ પહેલો મરણતોલ ફટકો લગાવ્યો, ત્યારે સંવિધાન લાગું થયાને પૂરું દોઢ વર્ષ પણ નહોતું થયું. આ દિવસે -ન્યાચાલયોની સત્તા પર કાપ મૂકતું પરિશિષ્ટ-૯ ઘડી કાઢવામાં આવ્યું, જેના વડે મૂળભૂત નાગરિક અધિકારો પર જ નિયંત્રણ લાગું કરાયાં.
વિરોધીઓ, સમાચારપત્રો અને ન્યાયાલયો પર વિવિધ રીતે અંકુશ લગાવવામાં આવ્યા. દેશદ્રોહ (Sedition) નામનો શબ્દ લાગુ કરાયો. જુઓ નહેરુજીની આ સ્પષ્ટ ભૂમિકા- કોંગ્રેસની નીતિઓના ક્રિયાન્વયનમાં અગર સંવિધાન સમસ્યા હશે તો અમે સંવિધાન બદલી દઈશું. હવે નહેરુજીની નકલ જુઓ. નહેરુજીના આ કૃત્યને પગલે તાનાશાહ બનીને ઈંદિરાજીએ પણ પોતાની પાસે કોઈ લોકતાંત્રિક કે કોઈ નૈતિક સત્તા નહોતી ત્યારે દેશ માથે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ મોડી રાત્રે કટોકટી ઝીંકી અને જાણે નહેરુજીના કૃત્યનું ૨૫મું વર્ષ ઉજવી રહ્યા હોય તેમ ૧૯૭૬માં સંવિધાનને મૂળમાંથી બદલી નાખેલું. કટોકટીની એ રાત્રે જ ગણમાન્ય અખબારોનાં વિજ-કનેક્શન કાપી દેવામાં આવ્યાં. પ્રજાની વાચાને જ છીનવી લેવામાં આવી અને વિપક્ષને જેલોમાં ટૂંસી દેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો જ અધિકાર નહોતો, તેથી વાસ્તવમાં તો તે વડાપ્રધાન જ નહોતાં રહ્યાં, છતાંય વડાપ્રધાનની હેસિયતથી તેમણે દેશ ઉપર કટોકટી લાદી દીધેલી.
સંવિધાનના આત્મારૂપી આમુખ (Preamble)માં બે શબ્દો ભેળવ્યા
કટોકટીના અંધેર સમયમાં સંવિધાનમાં ૪૨મા સુધારાના નામે ૧૯૭૬માં સંવિધાનની હત્યા કરવામાં આવી. સંવિધાનનો મૂળભૂત ઢાંચો એટલે જ આમુખ (Preamble). કોર્ટોએ વારંવાર કહ્યું છે કે, મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવાની સત્તા કોઈનેય ક્યારેય નથી. સંવિધાન-સભામાં ગહન ચર્ચા પછી સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે નકારી દેવામાં આવ્યા હતા, તે બે શબ્દો ('સેક્યુલર' અને 'સોશિયાલીસ્ટ') ઇન્દિરાજીએ; સંસદમાં ચર્ચા કર્યા
વગર સંવિધાનના આત્મારૂપી આમુખ (Preamble)માં એ બે શબ્દો ભેળવ્યા. આવી ભેળસેળ કરીને આમુખ (Preamble)ને પ્રદૂષિત કરી દીધું. પોતાનો રાજનૈતિક સ્વાર્થ સાધવા માટે પોતાની ફાસીવાદી પ્રવૃત્તિને સમાજવાદી જામો પહેરાવવાનો કુટિલ દાવ; ઇન્દિરાજીએ ડૉ. આંબેડકરજીના વિચારોના, એમને બનાવેલા આમુખના ભોગે એલ્યો
આમ આપણા સંવિધાનના મૂળ ઢાંચાને જ છેહ દેવામાં આવ્યો. સાથે સાથે ડૉ. આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું, કારણ કે સંવિધાન સભાની ચર્ચા વખતે આમુખ (Preamble)માં આ બંને શબ્દો ઉમેરવા માટે જ્યારે કે. ટી. શાહે સતત રજૂઆત કરી, તેની સામે ડૉ. આંબેડકરજીએ રાષ્ટ્રના મૂળભૂત વિચારને આદર આપીને પ્રબળ વિરોધ કર્યો હતો. ડૉ. આંબેડકરજીએ પોતાના અકાટ્ય વિચારોથી અને તર્કબદ્ધ રજૂઆતથી આ બે શબ્દોને આમુખ (Preamble)માં ઉમેરાતા રોક્યા હતા. તે વિચારો સાથે ખુદ નહેરુજીને પણ સહમત થવું પડ્યું હતું, અને તેઓએ પણ આ બંને શબ્દોને ધરમૂળથી નકારી દીધા હતા. ડૉ. આંબેડકરજીએ કરી દેખાડ્યું હતું તે રીતે, આ બંને શબ્દોને આમુખ (Preamble)માંથી કેવી રીતે દૂર કરવા તે કરી દેખાડવાનો સમય પાકી ગયો છે.
આ પણ વાંચો : વાંચીને રડી પડશો! ₹20 લાખ માટે પિતાનું અપમાન થતા દુલ્હને ધ્રુસકે ધ્રુસકે રોતા લગ્ન તોડ્યા


