ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vice Presiden ની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરુ ટૂંક સમયમાં  ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે Vice President Election: 21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ...
03:55 PM Jul 23, 2025 IST | Hiren Dave
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરુ ટૂંક સમયમાં  ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે Vice President Election: 21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ...
election commission of india

Vice President Election: 21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. હવે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.

ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે

જગદીપ ધનખડના રાજીનામાં બાદ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. પંચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'ભારતના ચૂંટણી પંચે 2025ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરુ કરી દીધી છે. તૈયારી પૂરી થયા પછી ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આ  પણ  વાંચો -Patana : Dy. CM. વિજય સિંહા કંઈ જાણતા જ નથી - તેજસ્વી યાદવનો વાકપ્રહાર

ચૂંટણી અધિનિયમ 1952 હેઠળ ચૂંટણી કરવામાં આવશે

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025ના રોજ એક સૂચના દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં અંગે માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચને કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો અધિકાર છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 અને તેના હેઠળ બનાવેલા નિયમો (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો 1974) દ્વારા કરવામાં આવે છે.

આ  પણ  વાંચો -Monsoon Session 2025 : બિહારમાં મતદાર યાદી સમીક્ષાને લીધે જબરદસ્ત હોબાળો મચ્યો, બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા

ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરુ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વધુ માહિતી આપતા પંચે કહ્યું કે, 'રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રિટર્નિંગ ઑફિસર/સહાયક રિટર્નિંગ ઑફિસરની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સંબંધિત માહિતી અને રૅકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.'

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?

બંધારણના અનુચ્છેદ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા મતદાર મંડળ દ્વારા અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ)થી કરવામાં આવે છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે.

Tags :
Election Commission of indiaGujrata FirstIndia Newsjagdeep dhankhar resignsvice president
Next Article