જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી, પ્રસ્તાવ પર 100થી વધારે સાંસદોએ કર્યા હસ્તાક્ષર
- જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી, પ્રસ્તાવ પર 100થી વધારે સાંસદોએ કર્યા હસ્તાક્ષર
નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ આની જાણકારી આપી છે. જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભાના ચોમાસું સત્રમાં સરકાર લઈને આવી રહી છે. કિરેન રિજિજુએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ પર અત્યાર સુધી 100થી વધારે સાંસદોએ પોતાના હસ્તાક્ષર કરી દીધા છે. જણાવી દઈએ કે, જસ્ટિસ યશવંત વર્મા એકમાત્ર એવો મુદ્દો છે જેના પર પક્ષ અને વિપક્ષ બંનેના એકમત છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના 35 સાંસદો આ પ્રસ્તાવ પર પોતાના હસ્તાક્ષર કર્યા છે, જેમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે.
સૂત્રો અનુસાર, સરકાર તરફથી બધી જ પાર્ટીઓને એક કોટા આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના 40 સાંસદોને આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાની હતી અને તમામ સાંસદોએ હસ્તાક્ષર કરી દીધા છે. દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘર પર કથિત રીતે ચલણી નોટો સળગેલી સ્થિતિમાં મોટી પ્રમાણમાં મળી આવ્ય પછી સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેમની બદલી અલ્હાબાદ હાઇકોર્ટ કરવાની ભલામણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી રિજિજુ પાસેથી જસ્ટિસ વર્માના નિમ્પીચમેન્ટ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ નિર્ણય એકલી સરકાર નથી લઈ શકતી. આમાં તમામ રાજકીય પક્ષોની ભૂમિકા જરૂરી છે. જસ્ટિસ વર્માના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી હતી, જેમાંથી ઘણી નોટો સળગેલી હાલતમાં મળી હતી. આને લઈને વિપક્ષ સતત નિમ્પીચમેન્ટની માંગ કરતો રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર જસ્ટિસ વર્મા વિરુદ્ધ સદનમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવશે. આને લઈને 100થી વધુ સાંસદોની સહમતી મળી છે અને તેમણે સહી કરી છે. તેમણે કહ્યું કે નિમ્પીચમેન્ટની સમયમર્યાદા હાલમાં જણાવી શકાય નહીં, પરંતુ સરકાર જસ્ટિસ વર્મા વિરુદ્ધ સદનમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે.
કેન્દ્ર સરકારે શુક્રવારે તે ભલામણ ઉપર પોતાની મોહર મારી દીધી. સરકારની મંજૂરી પછી જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળવાનું કહેવામાં આવ્યું છે. જોકે, હાલમાં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને કોર્ટના કામકાજથી દૂર રાખ્યા છે. તેથી તેઓ કોઈ જ કેસ સાંભળીને ચૂકાદો આપી શકતા નથી.
આ પણ વાંચો- ત્રણ કલાક, ત્રણ નેતા અને ત્રણ બેઠકો… સીએમ યોગીના દિલ્હી પ્રવાસને લઈને શું છે ચર્ચા?


