Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Primary School Merger:UP સરકારને હાઈકોર્ટથી મોટી રાહત, 5000 શાળાના વિલિનીકરણ સામેની અરજી ફગાવી

ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટ તરફથી મોટી રાહત 5000 પ્રાથમિક શાળાઓના મર્જર કરવાની અરજી ફગાવી સરકારના નિર્ણયને માન્ય રાખ્યો Primary School Merger : ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટ (Allahabad High Court)તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચે 5000 પ્રાથમિક શાળાઓના...
primary school merger up સરકારને હાઈકોર્ટથી મોટી રાહત  5000 શાળાના વિલિનીકરણ સામેની અરજી ફગાવી
Advertisement
  • ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટ તરફથી મોટી રાહત
  • 5000 પ્રાથમિક શાળાઓના મર્જર કરવાની અરજી ફગાવી
  • સરકારના નિર્ણયને માન્ય રાખ્યો

Primary School Merger : ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટ (Allahabad High Court)તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચે 5000 પ્રાથમિક શાળાઓના મર્જરના (Primary School Merger)રાજ્ય સરકારના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ પંકજ ભાટિયાની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે 4 જુલાઈના રોજ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને આજે તેની જાહેરાત કરતી વખતે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

Advertisement

2025 ના રોજ એક આદેશ જારી કર્યો

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, આ નીતિગત નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. જ્યાં સુધી તે ગેરબંધારણીય અથવા દુર્ભાવનાપૂર્ણ ન હોય ત્યાં સુધી તેને પડકારી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનું આ પગલું શિક્ષણની ગુણવત્તા સુધારવા અને સંસાધનોના વધુ સારા ઉપયોગ માટે લેવામાં આવ્યું છે. હકીકતમાં, યુપીના મૂળભૂત શિક્ષણ વિભાગે 16 જૂન, 2025 ના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે હજારો પ્રાથમિક શાળાઓને નજીકની ઉચ્ચ પ્રાથમિક અથવા સંયુક્ત શાળાઓ સાથે મર્જ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Dengue Vaccine: ડેન્ગ્યુ વિરુદ્ધ સ્વદેશી હથિયાર તરીકે સાબિત થશે સ્વદેશી વેક્સીન, જાણો કેટલી છે અસરકારક?

ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં સંસાધનોનો બગાડ

સરકારે દલીલ કરી હતી કે ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં સંસાધનોનો બગાડ થઈ રહ્યો છે. મર્જરથી શિક્ષકો અને માળખાગત સુવિધાઓનો વધુ સારો ઉપયોગ થશે, જેનાથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે. શિક્ષક સંગઠનો અને કેટલાક વાલીઓએ આ આદેશ સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે શાળાઓના વિલીનીકરણથી ગ્રામીણ વિસ્તારોના બાળકોના શિક્ષણ પર અસર પડશે, કારણ કે તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડશે.

આ પણ  વાંચો -China માં ખળભળાટ! Dalai Lamaને ભારત રત્ન આપવાની ભલામણ, સાંસદોએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

વિલીનીકરણથી શિક્ષકોની નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે

અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે વિલીનીકરણથી શિક્ષકોની નોકરીઓ પણ પ્રભાવિત થઈ શકે છે. હાઇકોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સરકારનો આ નીતિગત નિર્ણય બાળકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કોર્ટ આવા કેસોમાં દખલ કરી શકતી નથી, સિવાય કે નિર્ણય સ્પષ્ટપણે ગેરબંધારણીય અથવા દુર્ભાવનાપૂર્ણ હોય.

Tags :
Advertisement

.

×