પ્રિન્સિપાલ દારુ પીને ઝંડો ફરકાવવા શાળાએ પહોંચ્યા, પોલીસે પકડ્યા તો કહ્યું આર્થિક સંકટમાં છું
- ધારાસભ્યએ ફોન કરીને પોલીસને બોલાવી
- શિક્ષક નશાની હાલતમાં હોવાનું સાબિત થયું
- પાંચ મહિનાથી પગાર નહી થતા શિક્ષક ટેન્શમાં દારૂ પીધો
મુજફ્ફરપુર : સુજીત કુમારે પત્રકારોને કહ્યું કે, ફરિયાદ મળી હતી કે શિક્ષક નશાની હાલતમાં રાષ્ટ્રીય ધ્વય ફરકાવવા માટે શાળાએ પહોંચ્યા છે. આ મામલે તપાસ માટે પોલીસની એક ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પણ પૃષ્ટિ થઇ કે તેમણે દારુ પીધો છે.
બિહારના મુજફ્ફરપુરમાં દુર્ઘટના બની
બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં પોલીસે ગણતંત્ર દિવસ પ્રસંગે કથિત રીતે નશાની હાલતમાં રાષ્ટ્રીય ધ્વય ફરકાવવા જઇ રહેલા એક સરકારી શાળાના પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા પ્રિન્સિપાલ સંજય કુમાર સિંહ મીનાપુર વિસ્તારના ધરમપુર પૂર્વીના સરકારી મિડલ સ્કુલમાં કાર્યરત છે.
આ પણ વાંચો : દક્ષિણ ચીન સાગરમાં ઘટશે ચીનનો પ્રભાવ! ઇન્ડોનેશિયા સાથે મળીને ભારતે બનાવ્યો "માસ્ટર પ્લાન"
પ્રિન્સીપાલ નશાની હાલતમાં શાળા પહોંચ્યા
જ્યારે પ્રિન્સીપાલ નશાની હાલતમાં શાળા પહોંચ્યા તો સ્થાનિક લોકોએ મીનાપુર ધારાસ્ય મુન્ના યાદવને તેની માહિતી આપી હતી. જેમણે આ મામલે પોલીસને સંજ્ઞાનમાં લાવ્યા. રામપુરહારી પોલીસ સ્ટેશનના પ્રભારી સુજીત કુમારે પત્રકારોને જણાવ્યું કે, ફરિયાદ મળી હતી કે, પ્રધાનાધ્યાપક નશાની હાલતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે શાળા પહોંચ્યા છે. આ મામલેત પાસ માટે પોલીસની એક ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચ્યા. બ્રેત એનલાઇઝર ટેસ્ટ દ્વારા તેની પૃષ્ટિ થઇ કે તેમણે દારુ પીધેલો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
પાંચ મહિનાથી પગાર નથી થયો તેથી ટેન્શમાં દારૂ પી લીધો
ધરપકડ પહેલા પ્રિન્સિપાલે પત્રકારોને જણાવ્યું કે, તેઓ ગંભીર આર્થિક સંકટમાં છે અને દાવો કર્યો કે, તેમણે ગત્ત પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. નીતીશ કુમારના નેતૃત્વવાળી બિહાર સરકારે પાંચ એપ્રીલ 2016 ના રોજ દારૂના વેચાણ અને સેવન પર સંપુર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમ છતા પણ બિહારમાં દારૂના સેવન અને તસ્કરીના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા રેહ છે.
આ પણ વાંચો : કોંગ્રેસ હિન્દુઓની શ્રદ્ધાની મજાક ઉડાવી રહી છે… ખડગેના ડૂબકી લગાવવાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર


