Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'બંધારણને લઈ પ્રિયંકા ગાંધીના ભાજપ અને RSS પર આકરા પ્રહાર,' કહ્યું, સરકાર રાહુલથી ડરે છે

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના બેલગામમાં જય બાપુ, જય ભીમ, જય બંધારણ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા. પ્રિયંકાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીથી ડરે છે, કારણ કે તેઓ બંધારણ માટે લડી રહ્યા છે.
 બંધારણને લઈ પ્રિયંકા ગાંધીના ભાજપ અને rss પર આકરા પ્રહાર   કહ્યું  સરકાર રાહુલથી ડરે છે
Advertisement
  • પ્રિયંકા ગાંધીએ ભાજપ અને RSS પર પ્રહારો કર્યા
  • ભાજપ અને આરએસએસ બંનેની વિચારધારા કાયરો જેવી છે
  • કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીથી ડરે છે કારણ કે તેઓ બંધારણ માટે લડી રહ્યા છે

Priyanka Gandhi attacks BJP and RSS : કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મંગળવારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ અને આરએસએસ બંનેની વિચારધારા કાયરો જેવી છે. જ્યારે કોંગ્રેસ દેશ માટે બલિદાનના વિચારમાં માને છે. જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીને સંબોધિત કરતી વખતે પ્રિયંકાએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીથી ડરે છે કારણ કે તેઓ બંધારણ માટે લડી રહ્યા છે.

બંધારણ કોઈ પુસ્તક નથી પરંતુ લોકો માટે એક રક્ષણાત્મક કવચ છે

પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના બેલગામમાં કહ્યું કે, બંધારણ કોઈ પુસ્તક નથી પરંતુ લોકો માટે એક રક્ષણાત્મક કવચ છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે તેમાં લોકશાહીના રક્ષણનો સમાવેશ કર્યો છે. બાબાસાહેબ સામાજિક ન્યાય અને અધિકારોના પ્રતીક છે. ઘણી સરકારો આવી અને ગઈ પણ એવી કોઈ સરકાર નહોતી જેના ગૃહમંત્રીએ સંસદમાં બાબાસાહેબનું અપમાન કર્યું હોય.

Advertisement

આ વિચારધારાએ બંધારણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી

પ્રિયંકા ગાંધીએ કહ્યું, શું કોઈ કલ્પના કરી શકે છે કે, આઝાદીના આટલા વર્ષો પછી એવું કહેવામાં આવશે કે દેશને 1947માં આઝાદી મળી નથી. RSS ની વિચારધારાએ બંધારણ ઘડતી વખતે પણ અપમાન કર્યુ હતું. આ વિચારધારાએ બંધારણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. દેશના ગૃહમંત્રીએ બાબાસાહેબ અને લોકશાહીનું અપમાન કર્યું છે. સ્વતંત્રતા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો :  UCCની જરૂરી નથી, કાયદા પંચના અહેવાલ પર કોંગ્રેસનો મોટો દાવો કર્યો

RSSના લોકોએ બાબાસાહેબના પૂતળા બાળ્યા હતા

કોંગ્રેસના સાંસદે કહ્યું કે, જ્યારે બાબાસાહેબ મહિલાઓના અધિકારો વિશે વાત કરતા હતા, ત્યારે RSSના લોકોએ તેમના પુતળા બાળ્યા હતા. ભાજપ આ જ વિચારધારામાંથી ઉભરી આવ્યું છે. આ જ કારણ છે કે, ભાજપના લોકો બંધારણનું અપમાન કરી રહ્યા છે. આ સરકાર દરરોજ બંધારણ પર હુમલો કરે છે.

સરકાર રાહુલ ગાંધીથી ડરે છે, તેમને જોઈને ધ્રૂજે છે

તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ ભાજપને પાઠ ભણાવ્યો. મોદીજી ડરી ગયા. ચૂંટણી પછી જ્યારે તેઓ સંસદમાં ગયા, ત્યારે તેમણે બંધારણને કપાળે સ્પર્શ કર્યો. જ્યારે રાહુલ ગાંધી દરરોજ બંધારણ માટે લડે છે. આ માટે તે પોતાનો જીવ આપવા તૈયાર છે. એટલા માટે આ સરકાર રાહુલ ગાંધીથી ડરે છે. તેમને જોઈને તે ધ્રૂજી જાય છે. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો : 'રમેશ બિધુડીના ભત્રીજાની ગુંડાગીરી, AAP કાર્યકરોને માર્યા', CM આતિશીની EC ને ફરિયાદ

Tags :
Advertisement

.

×