Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Robert Vadra સામે વધી મુશ્કેલીઓ, મની લોન્ડ્રીંગ મામલે EDએ દાખલ કરી ચાર્જશીટ

ભૂમિ કૌભાંડમાં રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી મની લોન્ડ્રીંગ મામલે EDએ દાખલ કરી ચાર્જશીટ દૌલા સ્ટેશનમાં 0288 નંબરની FIR થી શરુ થયો Robert Vadra : EDએ ગુરુગ્રામ ભૂમિ કૌભાંડમાં રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો છે. અને ચાર્જશીટ દાખલ...
robert vadra સામે વધી મુશ્કેલીઓ  મની લોન્ડ્રીંગ મામલે edએ દાખલ કરી ચાર્જશીટ
Advertisement
  • ભૂમિ કૌભાંડમાં રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી
  • મની લોન્ડ્રીંગ મામલે EDએ દાખલ કરી ચાર્જશીટ
  • દૌલા સ્ટેશનમાં 0288 નંબરની FIR થી શરુ થયો

Robert Vadra : EDએ ગુરુગ્રામ ભૂમિ કૌભાંડમાં રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો છે. અને ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં વાડ્રા અને અન્ય વ્યક્તિઓ અને કંપનીઓ પર ઓછા ભાવમાં જમીન ખરીદીને વધુ કિંમતમાં જમીન વેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. EDએ તમામ સંપત્તિઓ પણ જપ્ત કરી છે. આ કેસ વર્ષ 2018નો છે. આ જમીન મામલે અન્ય કલમ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

કેવી રીતે શરુ થયું જમીન કૌભાંડ

આ મામલો 1 સપ્ટેમ્બર 2018 ના રોજ હરિયાણા પોલીસ દ્વારા ગુડગાવના ખેડકી દૌલા સ્ટેશનમાં 0288 નંબરની FIR થી શરુ થયો હતો. આ FIR રોબર્ટ વાડ્રા, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, DLF કંપની, M/s ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે IPC ની વિવિધ કલમો (120-B, 420, 467, 471) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Rahul Gandhi:'મારી પાસે 100 ટકા ગેરરીતિના પૂરાવા છે, છટકી નહીં શકો', રાહુલ ગાંધીનો EC પર મોટો હુમલો

Advertisement

કયા-કયા આરોપ છે

કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. આ મામલો ગુરુગ્રામ જમીન કૌભાંડ સાથે જોડાયેલો છે. આ મામલામાં રોબર્ટ વાડ્રા, સત્યનંદ યાજી, કેલવ સિંહ અને સાથે જ અન્ય કંપનીઓ જેમ કે, M/s Sky Light Hospitality Pvt. Ltd., M/s Sky Light Realty Pvt. Ltd. અને M/s Onkareshwar Properties Pvt. Ltd.ને આરોપીઓ બનાવવામાં આવ્યા છે. SLHPL પાસે ઓછું ભંડોળ હોવા છતાં ગિરુગ્રામના શિકોહપુર ગામમાં 3.5 એકડ જમીન ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડમાં ખરીદી હતી. અને આ સમગ્ર મામલો 15 કરોડમાં કરવામાં આવ્યો હતો. અને અડધા પૈસા રોકડ આપવામાં આવ્યા હતા. ઇડીએ હવે તપાસ સઘન કરી છે. આ તમામ કેસ શેડયુલ ઓફેન્સ શ્રેણીમાં આવે છે.

આ પણ  વાંચો -ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ ડીલ: PM મોદી-સ્ટાર્મરની મુલાકાતમાં ઐતિહાસિક કરાર, બંને દેશોને ફાયદો

સ્ટેમ્પ ડ્યુટીમાં ભ્રષ્ટાચાર

સ્ટેમ્પ ડ્યુટીમાં ભ્રષ્ટાચારની તમામ માહિતીઓ આપવામાં આવી છે. ચેક દ્વારા ચુકવણી દર્શાવવામાં આવી છે. પરંતુ હકીકતમાં આ પ્રકારની ચુકવણી થઇ જ નથી. PMLAની કલમ 70 હેઠળ જો કોઇ કંપની મની લોન્ડ્રીંગમાં દોષિત ઠેરવવામાં આવે છે. તો એ કંપનીના માલિકને પણ આરોપી દર્શાવવામાં આવશે. એટલે જ Sky Light Hospitality, Sky Light Realty એને ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ જેવી કંપનીઓના માલિક પણ આ મામલે દોષિત ઠેરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×