લોકસભામાં પણ શરૂ થશે જસ્ટિસ વર્માને હટાવવાની કાર્યવાહી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ખત્મ કર્યું સસ્પેન્સ
- લોકસભામાં પણ શરૂ થશે જસ્ટિસ વર્માને હટાવવાની કાર્યવાહી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ખત્મ કર્યું સસ્પેન્સ
ભારતના કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું છે કે જસ્ટિસ વર્માને હટાવવાની કાર્યવાહી લોકસભામાં પણ શરૂ થશે. તેમણે કહ્યું કે, આપણે કોઈ પણ આશંકામાં રહેવું જોઈએ નહીં. ન્યાયમૂર્તિ યશવંત વર્માને હટાવવાની કાર્યવાહી લોકસભામાં શરૂ થશે. 21 જૂલાઈએ ચોમાસું સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં જસ્ટિસ યશંવત વર્મા વિરૂદ્ધ મહાભિયોગ નોટિસ પ્રિસાઇડિંગ અધિકારીઓને સોંપવામાં આવી હતી.
રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આની જાણકારી પણ આપી હતી. તે પછી અટકલો લગાવવામાં આવી રહી હતી કે જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા રાજ્યસભાથી શરૂ થઈ શકે છે. જોકે, હવે સંસદીય કાર્ય મંત્રીએ ગેરસમજ દૂર કરી હતી.
જસ્ટિસ યશવંત વર્માના કબ્જાવાળા સ્ટોર રૂમમાં મોટી માત્રામાં ચલણી નોટના બંડલ મળ્યા હતા. અત્યાર સુધી તે સ્પષ્ટ થયું નથી કે, આ નોટ કોના હતા અને ક્યાંથી આવ્યા હતા, પરંતુ આ બાબતે જસ્ટિસ યશવંત વર્માના વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આગળની તપાસમાં કેશને લઈને ખુલાસાઓ થઈ શકે છે.
જસ્ટિસ વર્માના વિરૂદ્ધ શું-શું થયું?
14 માર્ચે જસ્ટિસ વર્માના ઘરમાં આગ લાગી હતી. આગ પર કંટ્રોલ કરવા ગયેલ ફાયર કર્મચારીઓને સ્થળ પર સળગેલી ચલણી નોટો મળી હતી. તે સમયે જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના જજ હતા. 22 માર્ચે સીજેઆઈ ખન્નાએ જસ્ટિસ વર્મા વિરૂદ્ધ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતી બનાવી, જેમાં ચાર મેના દિવસે આપવામાં આવેલા રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આઠ મેના દિવસે સીજેઆઈ ખન્નાએ સરકારને જસ્ટિસ વર્માને હટાવવાની ભલામણ કરી હતી. હવે તેમના વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં આવી ચૂક્યું છે.
હવે શું થશે?
લોકસભાના 152 અને રાજ્યસભના 63 સાંસદોએ જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ પ્રસ્તાવ બધી જ રાજકીય પાર્ટીઓના સાંસદ મળીને લાવ્યા છે. હવે જસ્ટિસ વર્મા પર લાગેલા આરોપોની તપાસ માટે સંયુક્ત સમિતી બનશે. આ સમિતી ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે. આ રિપોર્ટ સંસદમાં રજૂ થશે. બંને ગૃહ ચર્ચા કરશે અને અંતમાં જસ્ટિસ વર્માને હટાવવાના પ્રસ્તાવ પર મતદાન થશે.
આ પણ વાંચો- બિહાર વોટર લિસ્ટ રિવિઝન: 99.8% મતદારો કવર, વિરોધી પક્ષોએ પણ લીધો ઉત્સાહથી ભાગ!


