ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માતા-પિતાની સેવા ન કરનાર સંતાનોની સંપત્તિ જપ્ત કરવી પડશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Supreme court News : હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા માતા-પિતાની સારસંભાળ અંગે ખુબ જ સિમાચિન્હ રૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો.
10:13 PM Jan 04, 2025 IST | KRUTARTH JOSHI
Supreme court News : હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા માતા-પિતાની સારસંભાળ અંગે ખુબ જ સિમાચિન્હ રૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો.
Supreme court

Supreme court News : હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા માતા-પિતાની સારસંભાળ અંગે ખુબ જ સિમાચિન્હ રૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદાની ખુબ જ દુરોગામી સકારાત્મક અસર પણ જોવા મળશે. ભારતના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં માતા-પિા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો પોતાના માતા પિતા સાથે સારો વ્યવહાર નથી કરતા તેમની કાળજી નથી રાખતા અથવા તો તેમને છોડીને જતા રહે છે. તો સંતાનોનો તેમના માતા પિતાની પ્રોપર્ટી પર પણ કોઇ હક રહેતો નથી.

પ્રોપર્ટી મળી ગયા બાદ સંતાનો માતા પિતાને તરછોડી ન શકે

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા ટિપ્પણી કરી કે, માતા પિતા તરફથી પ્રોપર્ટી મળી ગયા બાદ જે સંતાનો તેમની સેવાથી મોઢુ ફેરવે છે તેમને સંપત્તી ભોગવવાનો કોઇ જ હક નથી. આવા સંતાનો પાસેથી તમામ સંપત્તી જપ્ત કરી લઇને માતા પિતાને પરત સોંપવી જોઇએ. વયોવૃદ્ધ નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ખુબ જ મહત્વપુર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. આવા સંતાનો પાસે રહેલી માતા પિતાની સંપત્તી પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન એક્ટ હેઠળ જપ્ત કરી શકાય અને પ્રોપર્ટી ટ્રાન્સફરને રદ્દબાદલ પણ કરી શકાય.

આ પણ વાંચો : Social Media Addiction: સોશિયલ માડિયાથી બાળકોને રાખો દૂર! અરવલ્લીમાં 10 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામથી પડી પ્રેમમાં અને...

સુપ્રીમ કોર્ટ દ્વારા સિમાચિન્હરૂપ ચુકાદો અપાયો

જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલ દ્વારા ખુબ જ સોલિડ ચુકાદો અપાયો હતો. આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના ખતમ થયા બાદ એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે લાભદાયી નીવડશે અને કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે વધારે સારો સાબિત થશે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો. જેમાં કહેવાયું કે, માતા પિતાની સેવા ન કરવાના આધારે પ્રોપર્ટી અને ગિફ્ટને રદ્દ કરી શકાય નહીં. આવું ત્યારે જ થઇ શકે જ્યારે પ્રોપર્ટી અથવા ગિફ્ટ આપતા સમયે તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.

આ પણ વાંચો : Vande Bharat સ્‍લીપર ટ્રેનની થઇ ટેસ્ટિંગ, સ્‍પીડ 180kmp અને પાણીથી ભરેલ ગ્લાસ જુઓ Video

માતા પિતાની સેવાના આધારે પ્રોપર્ટી પરત ન લઇ શકાય

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, જ્યારે કાયદાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ઉદાર વલણની જરૂર હતી. મધ્યપ્રદેશ હાઇકોર્ટ કાયદા અંગે કડક વલણ અપનાવ્યું હતું. જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કહ્યું હતું કે, આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના ખતમ થયા બાદ એકલા પડેલા વૃદ્ધોને મદદ રૂપ થશે. આ કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે વધારે સારો સાબિત થશે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને પલટી દીધો હતો. જેમાં કહેવાયું હતું કે, માતા પિતાની સેવા ન કરવાના આધારે પ્રોપર્ટી અને ગિફ્ટોનને રદ્દ ન કરી શકાય. આવુ ત્યારે જ થઇ શકે જ્યારે ગિફ્ટ આપતા સમયે તેવો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.

આ પણ વાંચો : BJP ની સાથે જ છીએ અને રહીશું, હવે ભૂલ નહીં કરીએ: નીતીશ કુમારની સ્પષ્ટતા

Next Article