Pune Accident : પૂણેમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત,7 લોકોના મોત
- મહારાષ્ટ્રના પુણે વચ્ચે ભયાનક અકસ્માત
- કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત
- અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે મોત
Pune Accident : મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક વખત મોટો માર્ગ અકસ્માત ((Pune Accident))સર્જાયો છે. પૂણેના જેજૂરી-મોરગાંવ રોડ પર બુધવારે સાંજે એક ભીષણ અકસ્માત થયો, આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. મળતી માહિતી મુજબ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને પિકઅપની વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેનાથી કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
સ્વિફટ ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ અને મૃતદેહોનો કબ્જો લઈને તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત જેજુરી-મોરગાંવ રોડ પર કિર્લોસ્કર કંપનીની પાસે શ્રીરામ ઢાબાની સામે થયો છે. એક સ્વિફ્ટ ડીઝાયર કાર જ્યારે જેજુરીથી મોરગાંવ જઈ રહી હતી તો તે સમયે શ્રીરામ ઢાબાની સામે એક પિકઅપને ટક્કર મારી દીધી, જે સામાન ઉતારી રહ્યું હતું. અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટના અંગેની જાણ થતાં ત તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કોઈ પણ પ્રકારે બહાર કાઢ્યા અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જો કે ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તમામ લોકોને મૃત જાહેર કર્યા. હાલમાં આ તમામ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.